પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ભારતીય હવાઇ દળ-IAF, ભારતીય સેના, NDRF, ITBP, સ્થાનિક વહીવટીતંત્ર અને નાગરિક સમાજના કર્મચારીઓ સાથે વાર્તાલાપ કર્યો હતો જેઓ દેવઘરમાં કૅબલ કાર અકસ્માતમાં બચાવ કામગીરીમાં સામેલ હતા. આ પ્રસંગે કેન્દ્રીય મંત્રી શ્રી અમિત શાહ, સંસદ સભ્ય શ્રી નિશિકાંત દુબે, કેન્દ્રીય ગૃહ સચિવ, સૈન્ય વડા, ચીફ ઓફ એર સ્ટાફ, એનડીઆરએફના ડીજી, ITBPના ડીજી સહિતના અગ્રણીઓ ઉપસ્થિત હતા.
ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહે બચાવ કાર્યમાં સામેલ લોકોની પ્રશંસા કરી હતી. આ એક સારી રીતે સંકલિત કામગીરીનું ઉદાહરણ છે, એમ તેમણે ઉમેર્યું હતું. તેમણે કહ્યું કે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં નેતૃત્વમાં આપત્તિ વ્યવસ્થાપન અગાઉના રાહત-આધારિત અભિગમથી આગળ વધીને જાનહાનિ અટકાવવા પર ભાર મૂકે છે. આજે દર વખતે દરેક સ્તરે પ્રતિક્રિયા આપવા અને જીવનને સુરક્ષિત રાખવા માટે એક સંકલિત વ્યવસ્થા છે. NDRF, SDRF, સશસ્ત્ર દળો, ITBP પોલીસ અને સ્થાનિક વહીવટીતંત્રે આ ઓપરેશનમાં અનુકરણીય સંકલનમાં કામ કર્યું હતું, એમ શ્રી અમિત શાહે ઉમેર્યું હતું.
આ પ્રસંગે બોલતા, પ્રધાનમંત્રીએ બચાવ ટુકડીઓની પ્રશંસા કરી હતી અને શોકગ્રસ્તોના પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી. "દેશને ગર્વ છે કે આપણી પાસે આપણાં સશસ્ત્ર દળો, હવાઇ દળ, ITBP, NDRF અને પોલીસ કર્મચારીઓનાં રૂપમાં એક કુશળ દળ છે, જે સંકટના સમયે નાગરિકોની સુરક્ષા કરવાની ક્ષમતા ધરાવે છે", એમ તેમણે કહ્યું. “ત્રણ દિવસ સુધી, ચોવીસ કલાક, તમે મુશ્કેલ બચાવ કામગીરી પૂર્ણ કરી અને ઘણા દેશવાસીઓના જીવ બચાવ્યા. હું તેને બાબા વૈદ્યનાથજીની કૃપા પણ માનું છું," એમ તેમણે ઉમેર્યું હતું.
NDRFએ તેની હિંમત અને સખત પરિશ્રમ દ્વારા પોતાની ઓળખ અને છબી બનાવી છે તે પ્રધાનમંત્રીએ નોંધ્યું હતું. શ્રી ઓમ પ્રકાશ ગોસ્વામી, નિરીક્ષક/જીડી, એનડીઆરએફએ પ્રધાનમંત્રીને કામગીરીની વિગતો વર્ણવી હતી. પ્રધાનમંત્રીએ શ્રી ઓમ પ્રકાશને પૂછ્યું કે તેઓએ કેવી રીતે તકલીફની પરિસ્થિતિનાં ભાવનાત્મક પાસાંને સંભાળ્યા હતા? પ્રધાનમંત્રીએ કહ્યું કે NDRFની હિંમતને આખો દેશ ઓળખે છે.
ભારતીય વાયુસેનાના ગ્રુપ કેપ્ટન વાય કે કંદલકરે કટોકટી દરમિયાન એરફોર્સની કામગીરી વિશે માહિતી આપી હતી. પ્રધાનમંત્રીએ વાયરની એકદમ નજીકથી હૅલિકોપ્ટર નેવિગેટ કરતા પાઇલટ્સની કુશળતાની નોંધ લીધી હતી. ભારતીય વાયુસેનાના સાર્જન્ટ પંકજ કુમાર રાણાએ કૅબલ કારની પ્રતિકૂળ પરિસ્થિતિમાં અને બાળકો અને મહિલાઓ સહિત મુસાફરની તકલીફ વચ્ચે મુસાફરને બચાવવામાં ગરુણા કમાન્ડોની ભૂમિકા સમજાવી હતી. પ્રધાનમંત્રીએ વાયુસેનાના જવાનોની અસાધારણ હિંમતની પ્રશંસા કરી હતી.
દામોદર રોપવે, દેવઘરના શ્રી પન્નાલાલ જોષીએ ઘણા મુસાફરોને બચાવ્યા હતા અને તેમણે બચાવ કામગીરીમાં નાગરિકોની ભૂમિકા સમજાવી હતી. પ્રધાનમંત્રીએ કહ્યું કે અન્ય લોકોને મદદ કરવી એ આપણી સંસ્કૃતિનો એક ભાગ છે અને આ લોકોની કોઠાસૂઝ અને હિંમતની પ્રશંસા કરી હતી.
આઈટીબીપીના સબ ઈન્સ્પેક્ટર શ્રી અનંત પાંડેએ ઓપરેશનમાં આઈટીબીપીની ભૂમિકા સમજાવી. ITBPની પ્રારંભિક સફળતાઓએ ફસાયેલા મુસાફરોનું મનોબળ વધાર્યું હતું. પ્રધાનમંત્રીએ સમગ્ર ટીમનાં ધૈર્યની પ્રશંસા કરી અને કહ્યું કે જ્યારે નિશ્ચય અને ધીરજ સાથે પડકારોનો સામનો કરવામાં આવે ત્યારે સફળતા નિશ્ચિત છે.
દેવઘરના ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ અને ડેપ્યુટી કમિશનર શ્રી મંજુનાથ ભજંતારીએ ઓપરેશનના સ્થાનિક સંકલનની વિગતો અને એરફોર્સના આગમન સુધી મુસાફરોનું મનોબળ કેવી રીતે જાળવવામાં આવ્યું તેની વિગતો સમજાવી હતી. તેમણે મલ્ટિ-એજન્સી સંકલન અને સંદેશાવ્યવહારની ચેનલોની વિગતો પણ આપી હતી. તેમણે સમયસર મદદ માટે પ્રધાનમંત્રીનો આભાર માન્યો હતો. પ્રધાનમંત્રીએ જિલ્લા મેજિસ્ટ્રેટને પૂછ્યું કે તેમણે ઓપરેશન દરમિયાન તેમની વિજ્ઞાન અને ટેકનોલોજીની પૃષ્ઠભૂમિનો કેવી રીતે ઉપયોગ કર્યો હતો. પ્રધાનમંત્રીએ આ ઘટનાનાં યોગ્ય દસ્તાવેજીકરણ માટે કહ્યું જેથી કરીને આવા અકસ્માતોનું પુનરાવર્તન ટાળી શકાય.
બ્રિગેડિયર અશ્વિની નય્યરે ઓપરેશનમાં સેનાની ભૂમિકા વર્ણવી હતી. તેમણે નીચલા સ્તરે કૅબલ કારથી બચાવવા વિશે વાત કરી. પ્રધાનમંત્રીએ ટીમ વર્કના સંકલન, ઝડપ અને આયોજનની પ્રશંસા કરી હતી.
પ્રધાનમંત્રીએ કહ્યું કે આવા કિસ્સાઓમાં, સફળતા માટે પ્રતિભાવ સમય મહત્વપૂર્ણ છે. તેમણે કહ્યું કે યુનિફોર્મ જોઈને લોકો આશ્વાસન અનુભવે છે. પ્રધાનમંત્રીએ આગળ કહ્યું, "લોકોને ગણવેશમાં ઘણો વિશ્વાસ છે. જ્યારે પણ લોકો મુશ્કેલીમાં તમને જુએ છે, ત્યારે તેઓ માને છે કે તેમનું જીવન હવે સુરક્ષિત છે, તેમનામાં નવી આશા જાગે છે.”
પ્રધાનમંત્રીએ સંતોષ વ્યક્ત કર્યો હતો કે ઓપરેશન દરમિયાન બાળકો અને વૃદ્ધોની જરૂરિયાતોને હંમેશા ધ્યાનમાં રાખવામાં આવી હતી. તેમણે આવા દરેક અનુભવ સાથે દળોમાં સતત સુધારાની પ્રશંસા કરી હતી. તેમણે દળોના નિશ્ચય અને ધૈર્યની પ્રશંસા કરી. તેમણે સંસાધનો અને સાધનોના સંદર્ભમાં બચાવ દળોને અપડેટ રાખવાની સરકારની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો હતો. "આ સમગ્ર ઓપરેશન સંવેદનશીલતા, કોઠાસૂઝ અને હિંમતનું પ્રતિબિંબ છે", એમ તેમણે કહ્યું.
પ્રધાનમંત્રીએ ધીરજ અને હિંમત દાખવનારા મુસાફરોની શારીરિક કે માનસિક સ્થિતિસ્થાપકતાની નોંધ લીધી. તેમણે સ્થાનિક નાગરિકોની તેમનાં સમર્પણ અને સેવાની ભાવના માટે ખાસ પ્રશંસા કરી હતી. શ્રી મોદીએ બચાવી લેવાયેલા મુસાફરોને અભિનંદન પાઠવ્યા હતા. “આ કટોકટીએ ફરી એકવાર સ્પષ્ટ કર્યું છે કે જ્યારે પણ રાષ્ટ્ર પર કોઈ આફત આવે છે, ત્યારે આપણે પડકાર સામે સંયુક્ત મોરચો બનાવીએ છીએ અને વિજયી બનીએ છીએ. આ ઓપરેશનમાં 'સબકા પ્રયાસે' પણ મુખ્ય ભૂમિકા ભજવી હતી," એમ શ્રી મોદીએ કહ્યું.
તેમણે અસરગ્રસ્ત પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી અને ઇજાગ્રસ્તોની સ્વસ્થતા માટે પ્રાર્થના કરી. તેમણે ઓપરેશનમાં સામેલ તમામને વિગતોનું દસ્તાવેજીકરણ કરવા અને ભવિષ્યના ઉપયોગ માટે ઝીણવટપૂર્વક શીખવાની વિનંતી કરીને સમાપન કર્યું હતું.
देश को गर्व है कि उसके पास हमारी थल सेना, वायु सेना, NDRF, ITBP के जवान और पुलिस बल के रूप में ऐसी कुशल फोर्स है, जो देशवासियों को हर संकट से सुरक्षित बाहर निकालने का माद्दा रखती है: PM @narendramodi
— PMO India (@PMOIndia) April 13, 2022
हालांकि हमें दुख है कि कुछ साथियों का जीवन हम नहीं बचा पाए।
— PMO India (@PMOIndia) April 13, 2022
अनेक साथी घायल भी हुए हैं। पीड़ित परिवारों के साथ हम सभी की पूरी संवेदना है।
मैं सभी घायलों के जल्द स्वस्थ होने की कामना करता हूं: PM @narendramodi
आपने तीन दिनों तक, चौबीसों घंटे लगकर एक मुश्किल रेस्क्यू ऑपरेशन को पूरा किया और अनेक देशवासियों की जान बचाई है।
— PMO India (@PMOIndia) April 13, 2022
मैं इसे बाबा वैद्यनाथ जी की कृपा भी मानता हूं: PM @narendramodi
मुश्किल से मुश्किल चुनौती के सामने अगर हम धैर्य के साथ काम करते हैं, तो सफलता मिलती ही है।
— PMO India (@PMOIndia) April 13, 2022
आप सभी ने इस रेस्क्यू ऑपरेशन के दौरान जिस धैर्य का परिचय दिया, वो अतुलनीय है: PM @narendramodi while interacting with those involved in rescue operation in Deoghar
वर्दी पर लोगों की बहुत आस्था होती है।
— PMO India (@PMOIndia) April 13, 2022
संकट में फंसे लोग जब भी आपको देखते हैं तो उनको विश्वास हो जाता है कि उनकी जान अब सुरक्षित है।
उनमें नई उम्मीद जाग जाती है: PM @narendramodi
इस आपदा ने एक बार फिर ये स्पष्ट कर दिया कि जब भी देश में कोई संकट होता है तो हम सब मिलकर एक साथ उस संकट से मोर्चा लेते हैं और उस संकट से निकलकर दिखाते हैं।
— PMO India (@PMOIndia) April 13, 2022
सबके प्रयास ने इस आपदा में भी बहुत बड़ी भूमिका निभाई है: PM @narendramodi