પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી વિડિયો કોન્ફરન્સના માધ્યમથી આજે સરદાર વલ્લભભાઈ પટેલ નેશનલ પોલીસ એકેડમી (SVP NPA) ખાતે ‘દીક્ષાંત પરેડ કાર્યક્રમ’ દરમિયાન આઇપીએસ પ્રોબેશનર્સ સાથે સંવાદ કર્યો હતો.
આ પ્રસંગે બોલતા પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, તેઓ એવા યુવાન આઇપીએસ અધિકારીઓ સાથે નિયમિતપણે વાતચીત કરતાં રહે છે કે જેઓ એકેડમીમાંથી પાસ થઈને નીકળે છે પરંતુ આ વર્ષે કોરોનાવાયરસના કારણે તેઓ તેમને મળી શક્યા નથી. તેમણે ઉમેર્યું હતું કે, “પરંતુ મને વિશ્વાસ છે કે, મારા કાર્યકાળ દરમિયાન હું આપ સૌને ક્યારેક ને ક્યારેક જરૂરથી મળીશ.”
પ્રધાનમંત્રીએ આઇપીએસ પ્રોબેશનર્સને તેમની તાલીમ સફળતાપૂર્વક પૂર્ણ કરવા બદલ શુભેચ્છાઓ પાઠવી હતી. તેમણે કહ્યું હતું કે એ અત્યંત અગત્યનું છે કે પ્રોબેશનર્સે તેમની સત્તાનો રોફ ઝાડવાને બદલે તેમના ગણવેશ માટે ગર્વ કરવો જોઈએ. તેમણે જણાવ્યું હતું કે, “તમારા ખાખી ગણવેશ માટે ક્યારેય સન્માન ગુમાવશો નહિ. પોલીસ દ્વારા કરવામાં આવેલ સારા કાર્યો અને તે પણ ખાસ કરીને કોવિડ-19 દરમિયાન કરવામાં આવેલ કાર્યોના લીધે ખાખી ગણવેશનો માનવીય ચહેરો જનતાના માનસપટલમાં અંકિત થયો છે.”
આઇપીએસ પ્રોબેશનર્સને સંબોધિત કરતાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે, “અત્યાર સુધી તમે અહિયાં સુરક્ષિત વાતાવરણમાં એક તાલીમાર્થી હતા. પરંતુ જેવા તમે આ એકેડમીમાંથી બહાર પગ મુકશો કે તરત હવે રાતોરાત પરિસ્થિતિ બદલાઈ જશે. તમારા પ્રત્યેનું વલણ બદલાઈ જશે. વધુ પડતાં સચેત રહેજો, પ્રથમ છાપ એ જ અંતિમ છાપ હોય છે. તમને જ્યાં પણ મૂકવામાં આવશે ત્યાં તમારી છાપ તમારી પાછળ ચાલશે.”
પ્રધાનમંત્રીએ પ્રોબેશનર્સને ડાંગરમાંથી કસ્તર શોધી કાઢવાની કળા વિકસિત કરવાની સલાહ આપી હતી. તેમણે તેમને કાન બંધ કરવા નહિ પરંતુ જે સાંભળવામાં આવે છે તેને ચાળીને સાંભળવા જણાવ્યું હતું. “તમારા કાનને બંધ કરવાની જરૂર નથી પરંતુ તેની ઉપર એક ગળણી મૂકવાની જરૂર છે. માત્ર જ્યારે ગળાયેલી વાતો તમારા મગજમાં જશે ત્યારે જ તે તેમને કચરો બહાર કાઢવા અને તમારા હ્રદયને સ્વચ્છ રાખવામાં મદદ કરશે.”
પ્રધાનમંત્રીએ પ્રોબેશનર્સને તેઓ જે પણ સ્થળે ફરજ પર નિયુક્ત કરવામાં આવે તે સ્થળ માટે એક આત્મીયતાની ભાવના અને ગૌરવની લાગણી વિકસિત કરવાની વિનંતી હતી. તેમણે કહ્યું કે, ભયના માધ્યમથી અંકુશ મુકવાને બદલે અનુકંપાના માધ્યમથી જીતવામાં આવેલા લોકોના હ્રદય વધુ લાંબો સમય ટકી રહે છે.
પ્રધાનમંત્રીએ એ બાબતની પ્રશંસા કરી હતી કે કોવિડ-19 મહામારી દરમિયાન પોલીસનો ‘માનવીય’ ચહેરો સામે આવ્યો હતો.
પ્રધાનમંત્રીએ ગુનો ઉકેલવા માટે કોન્સ્ટેબલની બુદ્ધિમત્તાના મહત્વ ઉપર ભાર મૂક્યો હતો. તેમણે પ્રોબેશનર્સને ગ્રાઉન્ડ લેવલ ઇન્ટેલિજન્સ ઇનપુટ્સના મહત્વને ભૂલ્યા વિના શક્ય હોય ત્યાં સુધી ટેકનોલોજીનો મહત્તમ ઉપયોગ કરવાની વિનંતી કરી હતી. તેમણે ઉમેર્યું હતું કે માહિતી, વિશાળકાય ડેટા અને કૃત્રિમ બુદ્ધિમત્તાનો દુકાળ નથી. પ્રધાનમંત્રીએ સોશ્યલ મીડિયા ઉપર ઉપલબ્ધ માહિતીને સંપત્તિ ગણાવી હતી.
પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે છેલ્લા કેટલાક વર્ષોમાં, કુદરતી આપત્તિ દરમિયાન NDRF અને SDRF દ્વારા જે રીતે પ્રદર્શન કરવામાં આવ્યું છે તેણે પોલીસની સેવામાં એક નવીન ઓળખની કલગીનો ઉમેરો કર્યો છે. તેમણે તેમની તાલીમની ક્યારેય અવગણના ન કરવા ઉપર ભાર મૂક્યો હતો. તેમણે વિનંતી કરી હતી કે, તાલીમ એ સજા માટેની પોસ્ટિંગ છે એ માનસિકતામાંથી બહાર નીકળવું જોઈએ.
શ્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે બે દિવસ અગાઉ મિશન કર્મયોગી લોન્ચ કરવામાં આવ્યું છે. ક્ષમતા નિર્માણ અને કાર્ય પ્રત્યેની પહોંચ બંને દ્રષ્ટિએ છેલ્લા 7 દાયકા જૂની આપણી સનદી સેવામાં કરવામાં આવેલ આ એક મોટો સુધારો છે. તેમણે કહ્યું કે, આ રૂલ બેઝ્ડ એપ્રોચના બદલે રોલ બેઝ્ડ એપ્રોચ તરફ કરવામાં આવેલ પ્રયાણ છે.
પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, તેનાથી પ્રતિભાને શોધી કાઢવામાં અને તેમને તાલીમ આપવામાં મદદ મળશે. તેમણે કહ્યું કે તેનાથી યોગ્ય વ્યક્તિને યોગ્ય ભૂમિકામાં ગોઠવવામાં મદદ મળશે.
પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, “તમે એક એવા વ્યવસાયમાં છો કે જ્યાં કઇંક અનપેક્ષિત ઘટના બનવાની શક્યતાઓ વિપુલ પ્રમાણમાં રહેલી છે અને તમારે બધાએ તેની માટે તૈયાર અને સાવચેત રહેવું જ જોઈએ. તેમાં તણાવની માત્રા પણ વધારે છે એટલા માટે જ તમારા નજીકના સગા વ્હાલાઓ સાથે નિયમિત રીતે વાતચીત કરતાં રહેવી અત્યંત જરૂરી છે. સમય સમય પર કદાચ જ્યારે રજા હોય ત્યારે કોઈક શિક્ષક અથવા એવી કોઈ વ્યક્તિને મળતા રહો કે જેમની સલાહ તમારી માટે કીમતી હોય.”
પ્રધાનમંત્રીએ પોલીસિંગમાં તંદુરસ્તી ઉપર ભાર મૂક્યો હતો. તેમણે કહ્યું હતું કે તાલીમ દરમિયાન વિકસિત કરવામાં આવેલ તંદુરસ્તી જળવાઈ રહેવી જોઈએ. જો તમે તંદુરસ્ત રહેશો તો જ તમારા સાથીઓ પણ તંદુરસ્ત રહેશે અને તેઓ તમારામાંથી પ્રેરણા લેશે.
પ્રધાનમંત્રીએ ગીતાના શ્લોક કે મહાન લોકો દ્વારા સ્થાપવામાં આવેલ આદર્શોનું લોકો પાલન કરશે તે હંમેશા યાદ રાખવા જણાવ્યું હતું.
“યત યત આચરતી શ્રેષ્ઠ:
તત તત એવ ઈતર: જન:,
સ: યત પ્રમાણમ કુરુતે લોક:
તત અનુવર્તતે.