પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી મધ્યપ્રદેશના પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના (PMGKAY)ના લાભાર્થીઓ સાથે સંવાદ કર્યો હતો. આયોજના અંગે લોકોમાં વધુને વધુ જાગૃતિ ફેલાવવા માટે રાજ્ય સરકાર દ્વારા સઘન અભિયાન હાથ ધરવામાં આવ્યું છે જેથી રાજ્યમાંપાત્રતા ધરાવતી એકપણ વ્યક્તિ તેના લાભથી વંચિત ના રહી જાય. રાજ્ય દ્વારા7 ઑગસ્ટ 2021ના દિવસને પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના દિવસ તરીકે ઉજવવામાં આવી રહ્યો છે. મધ્યપ્રદેશના રાજ્યપાલ અને મુખ્યમંત્રી આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા. મધ્યપ્રદેશમાંઅંદાજે 5 કરોડ લાભાર્થીઓ આ યોજનાનો લાભ મેળવી રહ્યાં છે.
આ પ્રસંગે સંબોધન આપતા, પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, મધ્યપ્રદેશમાં ભારે વરસાદ અને પૂરની સ્થિતિના કારણે રાજ્યમાં લોકોના જનજીવન અને આજીવિકા પર અસર પડી છે. તેમણે ખાતરી આપી હતી કે, મુશ્કેલીના આ સમયમાં ભારત સરકાર અને સમગ્ર દેશ તેમની પડખે ઉભો છે.
સદીમાં એકાદ વખત આવતી કુદરતી આપદા જેવી કોરોના મહામારીનો ઉલ્લેખ કરતા પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, આખો દેશ એકજૂથ થઇને આ પડકાર સામે લડવા માટે ઉભો છે. તેમણે પુનરુચ્ચાર કર્યો હતો કે, આ કટોકટીના સમયનો સામનો કરવાની વ્યૂહનીતિમાં, ભારતે ગરીબોને સૌથી વધારે પ્રાથમિકતા આપી છે. આ સમયના પહેલા દિવસથી જ, ગરીબો અને શ્રમિકોના ભોજન અને રોજગારી પર ધ્યાન આપવામાં આવી રહ્યું છે. ફક્ત 80 કરોડ કરતાં વધારે નાગરિકોને વિનામૂલ્યે અનાજ મળ્યું એવું નથી પરંતુ 8 કરોડ કરતાં વધારે ગરીબ પરિવારોને વિનામૂલ્યે ગેસના સિલિન્ડર પણ પૂરાં પાડવામાં આવ્યા છે. 30 હજાર કરોડ કરતાં વધારે રૂપિયા સીધા જ 20 કરોડ કરતાં વધારે મહિલાઓના જન-ધન ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવ્યા છે. તેવી જ રીતે, હજારો કરોડ રૂપિયા શ્રમિકો અને ખેડૂતોના ખાતાઓમાં સીધા ટ્રાસન્ફર કરવામાં આવ્યા હતા. તેમણે માહિતી આપી હતી કે, અંદાજે 10-11 કરોડ ખેડૂત પરિવારોના બેંક ખાતાઓમાં 9 ઑગસ્ટના રોજ હજારો કરોડ રૂપિયા ટ્રાન્સફર કરવામાં આવશે.
તાજેતરમાં જ રસીના 50 કરોડ ડોઝ આપવાની આધારચિહ્નરૂપ સિદ્ધિ પ્રાપ્ત કરવામાં આવી તેનો ઉલ્લેખ કરતા પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, ભારત એક અઠવાડિયામાં જેટલા લોકોને રસી આપે છે એટલી તો દુનિયામાં કેટલાય દેશોની કુલ વસ્તી છે. તેમણે કહ્યું હતું કે, “આ નવા ભારતની નવી ક્ષમતા છે, ભારત આત્મનિર્ભર બની રહ્યું છે.” તેમણે વધુમાં કહ્યું હતું કે, આ રસી સલામત અને અસરકારક છે અને તેમણે હજુ પણ રસીકરણને વધારે વેગવાન બનાવવાનું આહ્વા કર્યું હતું.
તેમણે કહ્યું હતું કે, આખી દુનિયામાં લોકોની આજીવિકા પર આવેલી અભૂતપૂર્વ કટોકટીના સમય દરમિયાન ભારતમાં ઓછામાં ઓછું નુકસાન થાય તેવું સતત સુનિશ્ચિત કરવામાં આવી રહ્યું છે. નાના અને સુક્ષ્મ કદના ઉદ્યોગોને લાખો કરોડો રૂપિયાની આર્થિક સહાય પૂરી પાડવામાં આવી છે જેથી તેઓ પોતાની કામગીરી સતત ચાલુ રાખી શકે અને તમામ હિતધારકોની આજીવિકા સુનિશ્ચિત થઇ શકે. એક રાષ્ટ્ર, એક રાશન કાર્ડ, યોગ્ય ભાડાની યોજના, પ્રધાનમંત્રી સ્વનિધિ દ્વારા પરવડે તેવી અને સરળ લોન, માળખાગત સુવિધાઓની પરિયોજનાઓ જેવી સંખ્યાબંધ પહેલોથી શ્રમિકવર્ગને મુશ્કેલીનો સામનો કરવામાં ઘણી મદદ મળી છે.
રાજ્યમાં ડબલ એન્જિનની સરકારના લાભો વિશે વાત કરતા પ્રધાનમંત્રીએ રાજ્ય સરકાર દ્વારા લઘુતમ ટેકાના ભાવે વિક્રમી પ્રમાણમાં કરવામાં આવેલી ખરીદીની પ્રશંસા કરી હતી. મધ્યપ્રદેશમાં આ વર્ષે, 17 લાખ કરતાં વધારે ખેડૂતો પાસે ઘઉં ખરીદવામાં આવ્યા છે અને 25 હજાર કરોડ રૂપિયાની ચુકવણી સીધા જ તેમના ખાતામાં કરવામાં આવી છે. રાજ્યએ આ વર્ષે ઘઉંની ખરીદીના મહત્તમ કેન્દ્રો સ્થાપિત કર્યા છે. ‘ડબલ એન્જિન સરકાર’માં, રાજ્ય સરકારો કેન્દ્ર સરકારની યોજનાઓની પૂરક બની જાય છે અને તેમાં સુધારો લાવે છે અને તેમની તાકાતમાં વધારો કરે છે. પ્રધાનમંત્રીએ આ વાત કહેતા ઉમેર્યું હતું કે, શ્રી શિવરાજસિંહ ચૌહાણના સમર્થ નેતૃત્વ હેઠળ મધ્યપ્રદેશે લાંબા સમય પહેલાંની પોતાનીBIMARU રાજ્ય તરીકેની છબી ભૂંસી નાંખી છે.
વર્તમાન શાસન દરમિયાન સરકારી યોજનાઓની ઝડપથી ડિલિવરી અંગે વાત કરતા, પ્રધાનમંત્રીએ અગાઉના સરકારી વ્યવસ્થાતંત્રોમાં રહેલા વિક્ષેપો અને ઉણપોનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે, તેઓ ગરીબો વિશે સવાલ કરતા હતા અને લાભાર્થીઓનો વિચાર કર્યા વગર જાતે જ પોતાની રીતે જવાબ પણ આપી દેતા હતા. તેમને એવું લાગતું હતું કે, ગરીબ લોકોને બેંક ખાતા, માર્ગો, ગેસના જોડાણો, શૌચાલયો, પાઇપ દ્વારા પાણીનો પુરવઠો, લોન વગેરે સુવિધાઓનો ઉપયોગ કરવાનો હોતો જ નથી. આ ખોટી માન્યતાએ ગરીબોને ઘણા લાંબા સમયથી સુવિધાઓથી વંચિત રાખ્યા હતા. પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, ગરીબ લોકોની જેમ, વર્તમાન નેતૃત્વ મુશ્કેલ સંજોગોનો સામનો કરીને અહીં સુધી આવ્યું છે અને તેઓ આ પરિસ્થિતિને સમજે છે. તાજેતરના વર્ષોમાં, ગરીબોના મજબૂતીકરણ અને સશક્તિકરણ માટે વાસ્તવમાં અને અર્થપૂર્ણ પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યાં છે. આજે, દરેક ગામડાંઓ સુધી માર્ગો પહોંચી રહ્યાં છે, નવી રોજગારીની તકો ઉભરી રહી છે, બજારો સુધીની ખેડૂતોની પહોંચ વધારે સરળ બની ગઇ છે અને બીમારીની સ્થિતિમાં ગરીબો હોસ્પિટલ સુધી પણ સરળતાથી પહોંચી શકે છે.
આજે રાષ્ટ્રીય હાથવણાટ દિવસના પ્રસંગે, પ્રધાનમંત્રીએ 1905માં 7 ઑગસ્ટના રોજ શરૂ થયેલી સ્વદેશી ચળવળની શરૂઆતને યાદ કરી હતી. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, દેશમાંગ્રામીણ, ગરીબ અને આદિજાતિ વર્ગોના સશક્તિકરણ માટે એક મોટા અભિયાનની કામગીરી ચાલી રહી છે અને આ અભિયાનથી કાપડ ક્ષેત્રમાં હસ્ત બનાવટ, હસ્તવણાટ, કસબ-કારીગરીને પ્રોત્સાહન મળશે અને તેનો પ્રચાર થશે. તેમણે કહ્યું હતું કે, આ વોકલ ફોર લોકલ બનવાની ચળવળ છે, તેવી લાગણી સાથે રાષ્ટ્રીય હાથવણાટ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. ખાદીનો ઉલ્લેખ કરતા પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, ખાદી એક સમયે વિસરાઇ ગઇ હતી પરંતુ આજે તે વાઇબ્રન્ટ બ્રાન્ડ બની ગઇ છે. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, “આપણે સ્વતંત્રતાના 100 વર્ષની સફરમાં આગળ વધી રહ્યાં છીએ ત્યારે, આપણે ખાદીમાં સ્વતંત્રતાની ભાવનાને વધુ મજબૂત કરવાની છે.” તેમણે લોકોને આગામી તહેવારોની મોસમ દરમિયાન કોઇ સ્થાનિક હાથ બનાવટના ઉત્પાદનો ખરીદવા માટે આગ્રહ કહ્યો હતો.
પોતાના સંબોધનના સમાપન વખતે પ્રધાનમંત્રીએ સૌને તહેવારોની ઉજવણી દરમિયાન કોરોના સામે તકેદારી રાખવાનું જરાય ભૂલાય નહીં તેવી ટકોર કરી હતી. તેમણે ખૂબ જ ભારપૂર્વક કહ્યું હતું કે, મહામારીના ત્રીજા ચરણને રોકવાની ખાસ જરૂર છે અને લોકોને તકેદારીના તમામ પગલાંનું પાલન કરવા માટે અનુરોધ કર્યો હતો. શ્રી મોદીએ પોતાના શબ્દોના સમાપનમાં કહ્યું હતું કે, “આપણે તંદુરસ્ત ભારત અને સમૃદ્ધ ભારત માટે સંકલ્પ લેવાનો છે.”
પ્રધાનમંત્રીએ તાજેતરમાંગુજરાત અને ઉત્તરપ્રદેશમાં PMGKAYના લાભાર્થીઓ સાથે પણ સંવાદ કર્યો હતો.
ये दुखद है कि एमपी में अनेक जिलों में बारिश और बाढ़ की परिस्थितियां बनी हुई हैं।
— PMO India (@PMOIndia) August 7, 2021
अनेक साथियों के जीवन और आजीविका दोनों प्रभावित हुई है।
मुश्किल की इस घड़ी में भारत सरकार और पूरा देश, मध्य प्रदेश के साथ खड़ा है: PM @narendramodi
कोरोना से उपजे संकट से निपटने के लिए भारत ने अपनी रणनीति में गरीब को सर्वोच्च प्राथमिकता दी।
— PMO India (@PMOIndia) August 7, 2021
प्रधानमंत्री गरीब कल्याण अन्न योजना हो या फिर प्रधानमंत्री गरीब कल्याण रोज़गार योजना, पहले दिन से ही गरीबों और श्रमिकों के भोजन और रोज़गार की चिंता की गई: PM @narendramodi
कल ही भारत ने 50 करोड़ वैक्सीन डोज लगाने के बहुत अहम पड़ाव को पार किया है।
— PMO India (@PMOIndia) August 7, 2021
दुनिया में ऐसे अनेक देश हैं, जिनकी कुल जनसंख्या से भी अधिक टीके भारत एक सप्ताह में लगा रहा है।
ये नए भारत का, आत्मनिर्भर होते भारत का नया सामर्थ्य है: PM @narendramodi
आजीविका पर दुनियाभर में आए इस संकट काल में ये निरंतर सुनिश्चित किया जा रहा है कि भारत में कम से कम नुकसान हो।
— PMO India (@PMOIndia) August 7, 2021
इसके लिए बीते साल मे अनेक कदम उठाए गए है और निरंतर उठाए जा रहे है।
छोटे, लघु, सूक्ष्म उद्योगो को अपना काम जारी रखने के लिए लाखों करोड़ रुपए की मदद उपलब्ध कराई गई है: PM
वो गरीब के बारे में सवाल भी खुद पूछते थे और जवाब भी खुद ही देते थे।
— PMO India (@PMOIndia) August 7, 2021
जिस तक लाभ पहुंचाना है, उसके बारे में पहले सोचा ही नहीं जाता था: PM @narendramodi
आज अगर सरकार की योजनाएं ज़मीन पर तेज़ी से पहुंच रही हैं, लागू हो रही हैं तो इसके पीछे सरकार के कामकाज में आया परिवर्तन है।
— PMO India (@PMOIndia) August 7, 2021
पहले की सरकारी व्यवस्था में एक विकृति थी: PM @narendramodi
बीते वर्षों में गरीब को ताकत देने का, सही मायने में सशक्तिकरण का प्रयास किया जा रहा है।
— PMO India (@PMOIndia) August 7, 2021
आज जो देश के गांव-गांव में सड़कें बन रही हैं, उनसे नए रोज़गार बन रहे हैं, बाज़ारों तक किसानों की पहुंच सुलभ हुई है, बीमारी की स्थिति में गरीब समय पर अस्पताल पहुंच पा रहा है: PM @narendramodi
गांव, गरीब, आदिवासियों को सशक्त करने वाला एक और बड़ा अभियान देश में चलाया गया है।
— PMO India (@PMOIndia) August 7, 2021
ये अभियान हमारे हस्तशिल्प को, हथकरघे को, कपड़े की हमारी कारीगरी को प्रोत्साहित करने का है।
ये अभियान लोकल के प्रति वोकल होने का है।
इसी भावना के साथ आज देश राष्ट्रीय हथकरघा दिवस मना रहा है: PM
जिस खादी को कभी भुला दिया गया था, वो आज नया ब्रांड बन चुका है।
— PMO India (@PMOIndia) August 7, 2021
अब जब हम आज़ादी के 100 वर्ष की तरफ नए सफर पर निकल रहे हैं, तो आजादी के लिए खादी की उस स्पिरिट को हमें और मजबूत करना है।
आत्मनिर्भर भारत के लिए, हमें लोकल के लिए वोकल होना है: PM @narendramodi