Quoteરાજ્યમાં અંદાજે 5 કરોડ લાભાર્થીઓ PMGKAYનો લાભ મેળવી રહ્યાં છે
Quoteપૂર અને ભારે વરસાદની સ્થિતિમાં ભારત સરકાર અને આખો દેશ મધ્યપ્રદેશની પડખે ઉભો છે: પ્રધાનમંત્રી
Quoteકોરોના કટોકટીનો સામનો કરવાની વ્યૂહનીતિમાં, ભારતે ગરીબોને સૌથી વધારે પ્રાથમિકતા આપી છે: પ્રધાનમંત્રી
Quoteફક્ત 80 કરોડ કરતાં વધારે નાગરિકોને વિનામૂલ્યે રાશન મળ્યું એવું નથી પરંતુ 8 કરોડ કરતાં વધારે ગરીબ પરિવારોને વિનામૂલ્યે ગેસના સિલિન્ડર પણ મળ્યાં છે
Quote30 હજાર કરોડ રૂપિયા સીધા જ 20 કરોડ કરતાં વધારે મહિલાઓના જન-ધન ખાતાઓમાં ટ્રાન્સફર કરવામાં આવ્યા છે
Quoteહજારો કરોડ રૂપિયા શ્રમિકો, ખેડૂતોના ખાતાઓમાં ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા, આગામી હપતો એક દિવસ પછી ચુકવાશે
Quote‘ડબલ એન્જિન સરકારો’માં, રાજ્ય સરકારો કેન્દ્ર સરકારની યોજનાઓમાં પૂરક બને છે અને તેમાં સુધારો લાવે છે અને તેમની તાકાતમાં વધારો કરે છે: પ્રધાનમંત્રી
Quoteશ્રી શિવરાજસિંહ ચૌહાણના નેતૃત્વ હેઠળ, મધ્યપ્રદેશે ઘણા લાંબા સમય પહેલાંની રાજ્યની BIMARU તરીકેની છબી ભૂંસી નાંખી છે: પ્રધાનમંત્રી

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી મધ્યપ્રદેશના પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના (PMGKAY)ના લાભાર્થીઓ સાથે સંવાદ કર્યો હતો. આયોજના અંગે લોકોમાં વધુને વધુ જાગૃતિ ફેલાવવા માટે રાજ્ય સરકાર દ્વારા સઘન અભિયાન હાથ ધરવામાં આવ્યું છે જેથી રાજ્યમાંપાત્રતા ધરાવતી એકપણ વ્યક્તિ તેના લાભથી વંચિત ના રહી જાય. રાજ્ય દ્વારા7 ઑગસ્ટ 2021ના દિવસને પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના દિવસ તરીકે ઉજવવામાં આવી રહ્યો છે. મધ્યપ્રદેશના રાજ્યપાલ અને મુખ્યમંત્રી આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા. મધ્યપ્રદેશમાંઅંદાજે 5 કરોડ લાભાર્થીઓ આ યોજનાનો લાભ મેળવી રહ્યાં છે.

આ પ્રસંગે સંબોધન આપતા, પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, મધ્યપ્રદેશમાં ભારે વરસાદ અને પૂરની સ્થિતિના કારણે રાજ્યમાં લોકોના જનજીવન અને આજીવિકા પર અસર પડી છે. તેમણે ખાતરી આપી હતી કે, મુશ્કેલીના આ સમયમાં ભારત સરકાર અને સમગ્ર દેશ તેમની પડખે ઉભો છે.

|

સદીમાં એકાદ વખત આવતી કુદરતી આપદા જેવી કોરોના મહામારીનો ઉલ્લેખ કરતા પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, આખો દેશ એકજૂથ થઇને આ પડકાર સામે લડવા માટે ઉભો છે. તેમણે પુનરુચ્ચાર કર્યો હતો કે, આ કટોકટીના સમયનો સામનો કરવાની વ્યૂહનીતિમાં, ભારતે ગરીબોને સૌથી વધારે પ્રાથમિકતા આપી છે. આ સમયના પહેલા દિવસથી જ, ગરીબો અને શ્રમિકોના ભોજન અને રોજગારી પર ધ્યાન આપવામાં આવી રહ્યું છે. ફક્ત 80 કરોડ કરતાં વધારે નાગરિકોને વિનામૂલ્યે અનાજ મળ્યું એવું નથી પરંતુ 8 કરોડ કરતાં વધારે ગરીબ પરિવારોને વિનામૂલ્યે ગેસના સિલિન્ડર પણ પૂરાં પાડવામાં આવ્યા છે. 30 હજાર કરોડ કરતાં વધારે રૂપિયા સીધા જ 20 કરોડ કરતાં વધારે મહિલાઓના જન-ધન ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવ્યા છે. તેવી જ રીતે, હજારો કરોડ રૂપિયા શ્રમિકો અને ખેડૂતોના ખાતાઓમાં સીધા ટ્રાસન્ફર કરવામાં આવ્યા હતા. તેમણે માહિતી આપી હતી કે, અંદાજે 10-11 કરોડ ખેડૂત પરિવારોના બેંક ખાતાઓમાં 9 ઑગસ્ટના રોજ હજારો કરોડ રૂપિયા ટ્રાન્સફર કરવામાં આવશે.

તાજેતરમાં જ રસીના 50 કરોડ ડોઝ આપવાની આધારચિહ્નરૂપ સિદ્ધિ પ્રાપ્ત કરવામાં આવી તેનો ઉલ્લેખ કરતા પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, ભારત એક અઠવાડિયામાં જેટલા લોકોને રસી આપે છે એટલી તો દુનિયામાં કેટલાય દેશોની કુલ વસ્તી છે. તેમણે કહ્યું હતું કે, “આ નવા ભારતની નવી ક્ષમતા છે, ભારત આત્મનિર્ભર બની રહ્યું છે.” તેમણે વધુમાં કહ્યું હતું કે, આ રસી સલામત અને અસરકારક છે અને તેમણે હજુ પણ રસીકરણને વધારે વેગવાન બનાવવાનું આહ્વા કર્યું હતું.

|

તેમણે કહ્યું હતું કે, આખી દુનિયામાં લોકોની આજીવિકા પર આવેલી અભૂતપૂર્વ કટોકટીના સમય દરમિયાન ભારતમાં ઓછામાં ઓછું નુકસાન થાય તેવું સતત સુનિશ્ચિત કરવામાં આવી રહ્યું છે. નાના અને સુક્ષ્મ કદના ઉદ્યોગોને લાખો કરોડો રૂપિયાની આર્થિક સહાય પૂરી પાડવામાં આવી છે જેથી તેઓ પોતાની કામગીરી સતત ચાલુ રાખી શકે અને તમામ હિતધારકોની આજીવિકા સુનિશ્ચિત થઇ શકે. એક રાષ્ટ્ર, એક રાશન કાર્ડ, યોગ્ય ભાડાની યોજના, પ્રધાનમંત્રી સ્વનિધિ દ્વારા પરવડે તેવી અને સરળ લોન, માળખાગત સુવિધાઓની પરિયોજનાઓ જેવી સંખ્યાબંધ પહેલોથી શ્રમિકવર્ગને મુશ્કેલીનો સામનો કરવામાં ઘણી મદદ મળી છે.

રાજ્યમાં ડબલ એન્જિનની સરકારના લાભો વિશે વાત કરતા પ્રધાનમંત્રીએ રાજ્ય સરકાર દ્વારા લઘુતમ ટેકાના ભાવે વિક્રમી પ્રમાણમાં કરવામાં આવેલી ખરીદીની પ્રશંસા કરી હતી. મધ્યપ્રદેશમાં આ વર્ષે, 17 લાખ કરતાં વધારે ખેડૂતો પાસે ઘઉં ખરીદવામાં આવ્યા છે અને 25 હજાર કરોડ રૂપિયાની ચુકવણી સીધા જ તેમના ખાતામાં કરવામાં આવી છે. રાજ્યએ આ વર્ષે ઘઉંની ખરીદીના મહત્તમ કેન્દ્રો સ્થાપિત કર્યા છે. ‘ડબલ એન્જિન સરકાર’માં, રાજ્ય સરકારો કેન્દ્ર સરકારની યોજનાઓની પૂરક બની જાય છે અને તેમાં સુધારો લાવે છે અને તેમની તાકાતમાં વધારો કરે છે. પ્રધાનમંત્રીએ આ વાત કહેતા ઉમેર્યું હતું કે, શ્રી શિવરાજસિંહ ચૌહાણના સમર્થ નેતૃત્વ હેઠળ મધ્યપ્રદેશે લાંબા સમય પહેલાંની પોતાનીBIMARU રાજ્ય તરીકેની છબી ભૂંસી નાંખી છે.

વર્તમાન શાસન દરમિયાન સરકારી યોજનાઓની ઝડપથી ડિલિવરી અંગે વાત કરતા, પ્રધાનમંત્રીએ અગાઉના સરકારી વ્યવસ્થાતંત્રોમાં રહેલા વિક્ષેપો અને ઉણપોનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે, તેઓ ગરીબો વિશે સવાલ કરતા હતા અને લાભાર્થીઓનો વિચાર કર્યા વગર જાતે જ પોતાની રીતે જવાબ પણ આપી દેતા હતા. તેમને એવું લાગતું હતું કે, ગરીબ લોકોને બેંક ખાતા, માર્ગો, ગેસના જોડાણો, શૌચાલયો, પાઇપ દ્વારા પાણીનો પુરવઠો, લોન વગેરે સુવિધાઓનો ઉપયોગ કરવાનો હોતો જ નથી. આ ખોટી માન્યતાએ ગરીબોને ઘણા લાંબા સમયથી સુવિધાઓથી વંચિત રાખ્યા હતા. પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, ગરીબ લોકોની જેમ, વર્તમાન નેતૃત્વ મુશ્કેલ સંજોગોનો સામનો કરીને અહીં સુધી આવ્યું છે અને તેઓ આ પરિસ્થિતિને સમજે છે. તાજેતરના વર્ષોમાં, ગરીબોના મજબૂતીકરણ અને સશક્તિકરણ માટે વાસ્તવમાં અને અર્થપૂર્ણ પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યાં છે. આજે, દરેક ગામડાંઓ સુધી માર્ગો પહોંચી રહ્યાં છે, નવી રોજગારીની તકો ઉભરી રહી છે, બજારો સુધીની ખેડૂતોની પહોંચ વધારે સરળ બની ગઇ છે અને બીમારીની સ્થિતિમાં ગરીબો હોસ્પિટલ સુધી પણ સરળતાથી પહોંચી શકે છે.

આજે રાષ્ટ્રીય હાથવણાટ દિવસના પ્રસંગે, પ્રધાનમંત્રીએ 1905માં 7 ઑગસ્ટના રોજ શરૂ થયેલી સ્વદેશી ચળવળની શરૂઆતને યાદ કરી હતી. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, દેશમાંગ્રામીણ, ગરીબ અને આદિજાતિ વર્ગોના સશક્તિકરણ માટે એક મોટા અભિયાનની કામગીરી ચાલી રહી છે અને આ અભિયાનથી કાપડ ક્ષેત્રમાં હસ્ત બનાવટ, હસ્તવણાટ, કસબ-કારીગરીને પ્રોત્સાહન મળશે અને તેનો પ્રચાર થશે. તેમણે કહ્યું હતું કે, આ વોકલ ફોર લોકલ બનવાની ચળવળ છે, તેવી લાગણી સાથે રાષ્ટ્રીય હાથવણાટ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. ખાદીનો ઉલ્લેખ કરતા પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, ખાદી એક સમયે વિસરાઇ ગઇ હતી પરંતુ આજે તે વાઇબ્રન્ટ બ્રાન્ડ બની ગઇ છે. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, “આપણે સ્વતંત્રતાના 100 વર્ષની સફરમાં આગળ વધી રહ્યાં છીએ ત્યારે, આપણે ખાદીમાં સ્વતંત્રતાની ભાવનાને વધુ મજબૂત કરવાની છે.” તેમણે લોકોને આગામી તહેવારોની મોસમ દરમિયાન કોઇ સ્થાનિક હાથ બનાવટના ઉત્પાદનો ખરીદવા માટે આગ્રહ કહ્યો હતો.

પોતાના સંબોધનના સમાપન વખતે પ્રધાનમંત્રીએ સૌને તહેવારોની ઉજવણી દરમિયાન કોરોના સામે તકેદારી રાખવાનું જરાય ભૂલાય નહીં તેવી ટકોર કરી હતી. તેમણે ખૂબ જ ભારપૂર્વક કહ્યું હતું કે, મહામારીના ત્રીજા ચરણને રોકવાની ખાસ જરૂર છે અને લોકોને તકેદારીના તમામ પગલાંનું પાલન કરવા માટે અનુરોધ કર્યો હતો. શ્રી મોદીએ પોતાના શબ્દોના સમાપનમાં કહ્યું હતું કે, “આપણે તંદુરસ્ત ભારત અને સમૃદ્ધ ભારત માટે સંકલ્પ લેવાનો છે.”

પ્રધાનમંત્રીએ તાજેતરમાંગુજરાત અને ઉત્તરપ્રદેશમાં PMGKAYના લાભાર્થીઓ સાથે પણ સંવાદ કર્યો હતો.

 

સંપૂર્ણ ટેક્સ્ટ સ્પીચ વાંચવા માટે અહીં ક્લિક કરો

  • Jyoti Bhardwaj February 08, 2025

    Hello koi bhai ho to mujhe modi ji ka number dedo bhai please mere number par call karo mujhe modi ji se baat karni hai bahot jaruri
  • didi December 25, 2024

    ...
  • krishangopal sharma Bjp December 21, 2024

    नमो नमो 🙏 जय भाजपा 🙏🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
  • krishangopal sharma Bjp December 21, 2024

    नमो नमो 🙏 जय भाजपा 🙏🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
  • krishangopal sharma Bjp December 21, 2024

    नमो नमो 🙏 जय भाजपा 🙏🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
  • Kausshik Mehta May 06, 2024

    🙏, आशा है कि मोदी सरकार अपने तीसरे कार्यकाल में अपनी कार्यसूची में "स्वस्थ भारत" का संकल्प करना चाहिए। किसान अपनी खेतपेदाशो में जंतु नाशक दवाईयां का प्रयोग न कर सके उसके लिए कानून बनाना आवश्यक है, वर्ना देश अस्वस्थ जरुर बन जाएगा...
  • basant kumar tiwari April 24, 2024

    पत्थर बाजो दंगा करने वालों और लव जेहाद करने वालों के परिवार को मुफ्त योजना का लाभ बंद करना चाहिए और उनका वोट देने का अधिकार बंद करना चाहिए जय श्री राम
  • Dr Swapna Verma April 16, 2024

    jai shree ram 🙏🙏🙏
  • usha sidana April 16, 2024

    jai Hind jai shri Ram Ram Ram
  • Anil Sharma April 14, 2024

    जय श्री राम
Explore More
78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ
India’s fruit exports expand into western markets with GI tags driving growth

Media Coverage

India’s fruit exports expand into western markets with GI tags driving growth
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
We remain committed to deepening the unique and historical partnership between India and Bhutan: Prime Minister
February 21, 2025

Appreciating the address of Prime Minister of Bhutan, H.E. Tshering Tobgay at SOUL Leadership Conclave in New Delhi, Shri Modi said that we remain committed to deepening the unique and historical partnership between India and Bhutan.

The Prime Minister posted on X;

“Pleasure to once again meet my friend PM Tshering Tobgay. Appreciate his address at the Leadership Conclave @LeadWithSOUL. We remain committed to deepening the unique and historical partnership between India and Bhutan.

@tsheringtobgay”