મંચ પર બિરાજમાન અન્ય મહાનુભાવ,
દેવિઓ અને સજ્જનો
મને આજે કૃષિ-જૈવવિવિધતાના ક્ષેત્રમાં કામ કરી રહેલા વિશ્વના મોટા મોટા વૈજ્ઞાનિકો, શિક્ષણવિદ્દો, નીતિ ઘડનારાઓ અને મારા ખેડૂત ભાઈઓની વચ્ચે આવીને પ્રસન્નતાનો અનુભવ થઈ રહ્યો છે. હું, આ અવસરે વિશ્વના જુદા-જુદા ભાગોમાંથી અત્રે પધારેલા પ્રતિનિધિઓનું આ ઐતિહાસિક નગરીમાં હાર્દિક સ્વાગત કરું છું. આ મહત્વના વિષય કૃષી-જૈવવિવિધતા પર પહેલી વખત વિશ્વ સ્તરના આ સંમેલનની શરૂઆત ભારતમાંથી થઈ રહી છે, જે મારા માટે બેવડી ખુશીનો વિષય છે.
વિકાસની આંધળી દોડમાં પ્રકૃતિનું જેટલું શોષણ માનવે કર્યું છે, એટલું કોઈએ નથી કર્યું અને કહીએ કે સૌથી વધુ નુકશાન છેલ્લી કેટલિક શતાબ્દીઓમાં થયું છે તો એ ખોટું નહીં હોય.
એવામાં આવનારા સમયમાં પડકારો વધવા જઈ રહ્યા છે. વર્તમાન સમયમાં વૈશ્વિક અન્ન, પોષણ, સ્વાસ્થ્ય અને પર્યાવરણ સુરક્ષા માટે કૃષિ-જૈવવિવિધતા પર ચર્ચા, એના પર સંશોધન ખૂબજ જરૂરી છે.
પોતાની જૈવ-વિવિધતા, સ્થાનિક ભૂગોળ અને વિવિધ પ્રકારના અલગ-અલગ ક્લાઈમેટિક ઝોન્સને લીધે ભારત જૈવ-વિવિધતાના મામલામાં ખૂબજ સમૃધ્ધ રાષ્ટ્ર છે. પશ્ચિમમાં રણપ્રદેશ છે તો ઉત્તર-પૂર્વમાં વિશ્વનો સૌથી વધુ ભિનાશ વાળો ભાગ છે. ઉત્તરમાં હિમાલય છે તો દક્ષિણમાં વિશાળ સમુદ્ર છે.
ભારતમાં 47 હજારથી વધુ પ્લાન્ટ સ્પેસિસ જોવા મળે છે અને જાનવરોની 89 હજારથી વધુ પ્રજાતીઓ છે. ભારત પાસે 8100 કિલોમીટરથી વધુ સમુદ્ર તટ છે.
આ દેશની અદભૂત ક્ષમતા છે કે માત્ર 2.5 ટકા ભૂભાગ હોવા છતાં, આ જમીન વિશ્વની 17 ટકા માનવીય વસતીને, 18 ટકા જાનવરોની વસતીને અને 6 ટકા જૈવ-વિવિધતાને તે પોતાની અંદર વિકસાવી, સંભાળી રહી છે.
આપણા દેશની સોસાયટી હજારો હજાર વર્ષથી કૃષિ આધારિત રહી છે. આજે પણ કૃષિ ક્ષેત્ર દેશની અડધીથી વધુ વસતીને રોજગારી પૂરી પાડી રહ્યું છે.
ભારતીય એગ્રીકલ્ચરની ફિલોસોફી રહી છે કે નેચરલ રિસોર્સિસને ઈનટેક્ટ રાખતા, તેનું કન્ઝર્વેશન કરતા પોતાની જરુરિયાત મુજબ અને તેના અનુસાર તેનો ઉપયોગ કરવો. આજે વિશ્વમાં જેટલા પણ વિકાસ કાર્યક્રમો છે, તે આ ફિલોસોફી પર જ કેન્દ્રીત છે.
જૈવ-વિવિધતાનું કેન્દ્ર નિયમ-ફાયદા કે રેગ્યુલેશન્સ નથી પરંતુ આપણી ચેતના એટલે કે કોન્સિયસનેશમાં હોવી જોઈએ. આના માટે ઘણું બધું જૂનું ભૂલવું પડશે, ઘણું બધું નવું શિખવું પડશે. પ્રાકૃતિક ચેતનાનો આ ભારતીય વિચાર ઈસાવસ્ય ઉપનિષદમાં જોવા મળે છે. વિચાર એ છે કે બાયો-સેન્ટ્રિક (જૈવકેન્દ્રીત) વિશ્વમાં માનવ માત્ર એક નાનકડો ભાગ જ છે. એટલે કે વૃક્ષ-છોડ, જીવ-જંતુઓનું મહત્વ માનવીથી ઓછું નથી.
સંયુક્ત રાષ્ટ્રે હજાર વર્ષના (ભાવિ) સુવર્ણયુગના વિકાસના લક્ષ્યના વિકાસમાં સંસ્કૃતિની મોટી ભૂમિકાનો સ્વિકાર કર્યો છે. યુએન 2030 એજન્ડા ફોર સસ્ટેનેબલ ડેવલપમેન્ટ (ટકી શકે એવા વિકાસ)માં પણ માનવામાં આવ્યું છે કે સતત વિકાસ માટે સંસ્કૃતિઓ અને સભ્યતાઓનું યોગદાન અત્યંત જરૂરી છે.
પ્રકૃતિ સાથે તાલમેલ બેસાડવામાં સંસ્કૃતિનું ખૂબજ મહત્વ છે. આપણે એ ન ભૂલવું જોઈએ કે કૃષિમાં જ સંસ્કૃતિ પણ જોડાયેલી છે.
ભારતમાં ઉપસ્થિત અલગ-અલગ મસાલાની જુદી-જુદી વેરાઈટી આટલા વર્ષે પણ એટલે જ બચી છે કેમકે આપણા વડવાઓ સોશિયો-ઈકોનોમિક પોલિસીમાં માહેર હતા. તેઓએ ઉત્પાદનને સામાજિક સંસ્કારો સાથે જોડી દીધા હતા. ચાંદલો કરાશે તો તેની સાથે ચોખાના દાણા પણ હશે, સોપારી પૂજામાં રખાશે. નવરાત્રિમાં કે વ્રતના દિવસોમાં બકવ્હીટ કે કૂટૂના લોટની રોટલી કે પૂરી બને છે. બકવ્હીટ એક જંગલી ફૂલનું બી છે. એટલે કે જ્યારે પ્રજાતિઓને સામાજિક સંસ્કાર સાથે જોડી દેવાયા તો સંરક્ષણ પણ થયું અને ખેડૂતોને આર્થિક ફાયદો પણ થયો.
મિત્રો, આ બાબતે મંથન થવું જોઈએ, એ એટલે જરુરી છે કેમકે 1992માં બાયોલોજિકલ ડાયવર્સિટી કનવેન્શનના પ્રસ્તાવોનો સ્વિકાર કરવામાં આવ્યો હોવા છતાં આજે દર રોજ 50 થી 150 મસાલા ખતમ થઈ રહ્યા છે. આવનારા વર્ષોમાં આઠમાંથી એક પક્ષી અને એક ચતૃથાંશ જનવરો પણ લુપ્ત થવાનો ખતરો છે.
તેથી હવે વિચારવાની રીત બદલવી પડશે. જે અસ્તિત્વમાં છે તેને બચાવવાની સાથો સાથ, તેને વધુ મજબૂત કરવા પર ધ્યાન આપવું પડશે. વિશ્વના દરેક દેશે એક બીજા પાસેથી શિખવું પડશે. આ ત્યારે જ શક્ય બનશે કે જ્યારે કૃષિ જૈવ-વિવિધતાના ક્ષેત્રમાં સંશોધન પર જોર આપવામાં આવશે. કૃષિ જૈવ-વિવિધતાને બચાવવા માટે વિશ્વના અનેક દેશોમાં જુદી-જુદી રીત અપનાવાઈ રહી છે. તેથી એના માટે એ ઉચિત હશે કે આપ સૌ મળીને વિચાર કરો કે શું આપણે એવી પ્રેક્ટિસની નોંધ ન બનાવી શકીએ કે જે એવી તમામ પ્રેક્ટિસને મેપ કરીને તેનો રેકોર્ડ રાખવામાં આવે અને પછી સાયન્ટિફિક રીતે રિસર્ચ કરીને જોવામાં આવે કે કઈ એવી પ્રેક્ટિસને વધુ પ્રોત્સાહન આપવાની જરુર છે.
ભારતના જુદા-જુદા ભાગોમાં આપણી સંસ્કૃતિએ પણ એવી-એવી પ્રજાતિઓ બચાવીને રાખી છે કે, જે આશ્ચર્ય પમાડે છે. સાઉથ ઈન્ડિયામાં ચોખાની એક જાત છે કોનામમી, વિશ્વભરમાં ચોખાની પેદાશ વધારવા માટે બેઝના રુપે આ વેરાઈટીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. એ જ રીતે કેરળના પોક્કાલી ચોખાની વેરાઈટી એવા સ્થળો માટે વિકસાવવામાં આવી રહી છે કે જ્યાં પાણી બહુ વધુ હોય છે, અથવા ખારું, સોલ્ટી હોય છે.
હું વિદેશી પ્રતિનિધિઓને ખાસ કરીને જણાવવા માગીશ કે ભારતમાં ચોખાની એક લાખ કરતા વધુ લેન્ડ રેસિસ (જમીનની જાતિઓ) છે અને એમાંની મોટા ભાગની સેંકડો વર્ષ જૂની છે. પેઢી દર પેઢી અમારા ખેડૂતો આને જાળવીને રાખતા આવ્યા અને તેનો વિકાસ કરતા રહ્યા.
અને આ માત્ર કોઈ ચોક્કસ વિસ્તારમાં જ નથી બન્યું. આસામમાં અગૂની બોરા ચોખાની એક વેરાઈટી છે જેને માત્ર થોડી વાર પાણીમાં પલાળીને પણ ખાઈ શકાય છે. ગ્લાઈસીમિક ઈન્ડેક્સના મામલામાં પણ આ ખૂબજ લો છે, તેથી ડાયાબિટિસના પેશન્ટ્સ પણ તેને પોતાના ડાયેટમાં સામેલ કરી શકે છે.
એ રીતે જ ગુજરાતના ભાલ પ્રાંતમાં ઘઉંની એક પ્રજાતિ છે-ભાલિયા ઘઉં. એમાં વધુ પ્રોટિન અને કેરોટિન જોવા મળે છે તેથી દલિયા અને પાસ્તા બનાવવા માટે ખૂબજ જાણીતા છે. ઘઉંની વેરાઈટી જિયોગ્રાફિકલ આઈડેન્ટિફિકેશનના રુપમાં રજિસ્ટર કરવામાં આવી છે.
એગ્રિકલ્ચર બાયોડાયવર્સિટીના વિસ્તારમાં ભારતનું ઘણું યોગદાન બીજા દેશોમાં પણ રહ્યું છે.
હરિયાણાના મુર્રાહ અને ગુજરાતની જાફરાબાદી ભેંસોની ઓળખ ઈન્ટરનેશનલ ટ્રાન્સ-બાઉન્ડ્રી બ્રીડના રુપે કરવામાં આવે છે. એ જ રીતે ભારતની જ ઓંગોલ, ગિર અને કાંકરેજ જેવી ગાયોની જાતિઓ લેટિન અમેરિકન દેશોને ત્યાંના પ્રજનન સુધાર કાર્યક્રમ માટે ઉપલબ્ધ કરાવાઈ હતી. પશ્ચિમ બંગાળના સુંદરવનથી ઘેટાંની ગૈરોલ જાતિને ઓસ્ટ્રેલિયા સુધી મોકલવામાં આવી હતી.
એનિમલ બાયોડાઈવર્સિટીના મામલામાં ભારત એક સમૃધ્ધ રાષ્ટ્ર છે. પરંતુ ભારતમાં વર્ગિકરણ ન થઈ શકે એવી પશુ પ્રજાતિઓ વધુ છે અને અત્યાર સુધીમાં માત્ર 160 પ્રજાતિઓને જ રજિસ્ટર કરવામાં આવી છે. આપણે આપણા રિસર્ચને એ દીશામાં વાળવાની જરુર છે જેથી હજુ વધુ પશુ જાતિઓની ઓળખ કરી શકાય અને તેમને ખાસ જાતિના રુપે રજિસ્ટર કરી શકાય.
કુપોષણ, ભૂખમરો, ગરીબી – આ દૂર કરવામાં ટેક્નોલોજીની બહુ મોટી ભૂમિકા છે. પરંતુ આના પર પણ ધ્યાન આપવું પડશે કે ટેક્નોલોજી આપણા પર કેવી અસર પાડી રહી છે. અહીં જેટલા પણ લોકો છે, થોડા વર્ષો પહેલા સુધી આપને અને મને પણ દરેકને 15-20 ફોન નંબર જરુર યાદ રહ્યા હશે. પરંતુ હવે હાલત એ થઈ ગઈ છે કે મોબાઈલ ફોન આવ્યા બાદ આપણો પોતાનો મોબાઈલ નંબર કે ફોન નંબર આપણને યાદ નથી. આ ટેક્નોલોજીની એક નેગેટિવ ઈફેક્ટ પણ છે.
આપણે એલર્ટ રહેવું પડશે કે કૃષિમાં અપનાવવામાં આવતી ટેક્નોલોજીથી કઈ પ્રકારનો બદલાવ આવી રહ્યો છે. એક ઉદાહરણ છે મધમાખી. ત્રણ વર્ષ પહેલા હની બી (મધમાખી) ટાઈમ મેગેઝિનના કવર પેજ પર હતી. એવું જણાવાયું કે પાકને જંતુઓથી બચાવવા માટે જે પેસ્ટિસાઈડનો ઉપયોગ કરાઈ રહ્યો છે એનાથી મધમાખી પર અસ્તિત્વનું જોખમ ખડું કરી દીધું છે. પોલિનેશનમાં મધમાખીની ભૂમિકા આપણે બધા પણ જાણીએ છીએ. એનું પરિણામ એ આવ્યું કે પાકનું ઉત્પાદન પણ ઘટવા લાગ્યું.
એગ્રિક્લચર ઈકોસિસ્ટમમાં પેસ્ટિસાઈડ મોટી ચિંતાનો વિષય છે. આના ઉપયોગથી પાકને નુકશાન પહોંચાડનારા જંતુઓની સાથે જ એ સૂક્ષ્મ જંતુઓ પણ મરી જાય છે કે જે સમગ્ર ઈકોસિસ્ટમ માટે જરુરી છે. તેથી ઓડિટ ઓફ ડેવલપમેન્ટ ઓફ સાયન્સ (વિજ્ઞાનના વિકાસની તપાસ) પણ જરુરી છે. તપાસ ન થવાથી વિશ્વ હાલમાં અનેક પડકારો સામે ઝઝૂમી રહ્યું છે.
આપણા દેશમાં બાયોડાઈવર્સિટીની ભિન્નતાને એક શક્તિની જેમ લેવી જોઈએ. પરંતુ એ ત્યારે શક્ય બનશે કે જ્યારે આ તાકાતનું વેલ્યુ એડિશન કરવામાં આવે, તેના પર સંશોધન થાય. જેમ કે ગુજરાતમાં એક ઘાસ હોય છે, બન્ની ઘાસ. એ ઘાસમાં હાઈ ન્યૂટ્રિશન હોય છે. જેના લીધે ત્યાંની ભેંસ વધુ દૂધ આપે છે. હવે આ ઘાસની વિશેષતાઓને વેલ્યુ એડ કરીને સમગ્ર દેશમાં તેનો પ્રસાર કરી શકાય એમ છે. આના માટે સંસોધનનો વ્યાપ વધારવો પડશે.
દેશની ધરતીનો લગભગ 70 ટકા વિસ્તાર મહાસાગરથી ઘેરાયેલો છે. વિશ્વભરમાં માછલીની જુદી-જુદી સેપેસીઝમાંથી 10 ટકા ભારતમાં જ મળી આવે છે. સમુદ્રની આ તાકાતને આપણે માત્ર માછલી ઉછેર પુરતી જ કેન્દ્રીત ન રાખી શકીએ. વૈજ્ઞાનિકોએ સમુદ્રી વસ્પતિ, સી વિડની ખેતી અંગે પણ પોતાના પ્રયાસ વધારવા પડશે. સી વિડનો ઉપયોગ બાયો ફર્ટિલાઈઝર બનાવવામાં થઈ શકે છે. ગ્રીન અને વ્હાઈટ રિવોલ્યુશન (હરિત અને શ્વેત ક્રાંતિ) બાદ આપણે હવે બ્લૂ રિવોલ્યુશનને પણ સમગ્રતઃ જોવાની જરુર છે.
આપને એક ઉદાહરણ આપું છું. હિમાચલ પ્રદેશમાં મશરૂમની એક વેરાઈટી થાય છે-ગુચ્ચી. એની મેડિકલ વેલ્યુ પણ છે. બજારમાં ગુચ્ચી મશરુમ 15 હજાર રુપિયે કિલો સુધી વેચાય છે. શું ગુચ્ચીનો પાક વધારવા માટે કંઈ થઈ શકે એમ છે. એ જ રીતે કેસ્ટોર અથવા મિલ્લેટ અથવા બાજરો હોય. એમાં પણ વર્તમાન જરુરિયાતોના હિસાબે વેલ્યુ એડિશન કરવાની આવશ્યકતા છે.
પરંતુ અહીં એક બારિક રેખા પણ છે. વેલ્યુ એડિશનનો મતલબ પ્રજાતિઓ સાથે છેડછાડ નથી.
પ્રકૃતિની સામાન્ય પ્રક્રિયામાં દખલ કરીને જ માનવીએ ક્લાઈમેટ ચેન્જ જેવી સમસ્યા ઊભી કરી લીધી છે. તાપમાનમાં વૃધ્ધિને લીધે ઝાડ અને જીવ-જંતુઓના જીવન-ચક્રમાં બદલાવ આવી રહ્યો છે. એક અનુમાન મુજબ ક્લાઈમેટ ચેન્જને લીધે 2050 સુધી કુલ વન્ય પ્રજાતિઓના 16 ટકા સુધી વિલુપ્ત થઈ શકે છે. આ સ્થિતિ ચિંતા પેદા કરે છે.
ગ્લોબલ વોર્મિગના આ ખતરાને સમજતા ભારતે છેલ્લા 12 મહિના 2 ઓક્ટોબર, મહાત્મા ગાંધીની જન્મ જયંતી પર, પેરિસ સમજૂતીને મંજૂરી આપી દીધી છે. આ સમજૂતીને સમગ્ર વિશ્વમાં લાગુ કરવામાં ભારત અહમ ભૂમિકા નિભાવી રહ્યું છે. આ પ્રકૃતિ પ્રત્યે આપણી જવાબદારી અને ઉત્તરદાયિત્વને લીધે છે.
કૃષિ જૈવ-વિવિધતાનું યોગ્ય સંચાલન સમગ્ર વિશ્વ માટે પ્રાથમિકતા છે. સતત વધી રહેલી જનસંખ્યાનું દબણ અને વિકાસની અંધાધૂંધ દોડ પ્રાકૃતિક સંતુલનને મોટા પાયે બગાડી રહ્યા છે. એનું કારણ એ પણ છે કે મોર્ડન એગ્રિક્લચરમાં ખૂબજ ગણતરીના પાક અને પશુઓ પર ધ્યાન આપવામાં આવી રહ્યું છે. જ્યારે આપણી ખાદ્ય સુરક્ષા, પર્યાવરણિય સુરક્ષાની સાથે-સાથે કૃષિ વિકાસ માટે પણ આ આવશ્યક હતું.
જૈવ-વિવિધતાના સંરક્ષણનો મહત્વનો મુદ્દો છે આસપાસના પર્યાવરણને પડકારો માટે તૈયાર કરવો. એના માટે જીનબેન્ક્સ (આનુવંસિકતા સાથે સંબંધ ધરાવતો શુક્રાણુનો અંશ)માં કોઈ વિશેષ જીનના સંરક્ષણની સાથે જ ખેડૂતોને ઉપયોગ માટે ઉપલબ્ધ પણ કરાવવા પડશે. જેથી જ્યારે એ જીન ખેતરમાં રહેશે, જળવાયુનું દબાણ રહેશે, આસપાસના માહોલને અનુકૂળ બનશે ત્યારે તેમાં પ્રતિરોધક ક્ષમતા વિકસિત થઈ શકશે.
આપણે એવું મિકેનિઝમ તૈયાર કરવું પડશે કે જેથી આપણા ખેડૂતો ઈચ્છિત જીનનું મુલ્યાંકન પોતાના ખેતરમાં કરે અને એના માટે ખેડૂતને યોગ્ય કિંમત પણ ચૂકવવામાં આવે. એવા ખેડૂતોને આપણે સંશોધનનો હિસ્સો બનાવવા જોઈએ.
જૈવ-વિવિધતાના સંરક્ષણ માટે આંતરરાષ્ટ્રીય, રાષ્ટ્રીય અને ખાનગી સંગઠનો વધુ નિષ્ણાતો, ટેક્નોલોજી અને સંસાધનોનો સમૂહ બનાવીને કાર્ય કરે તો સફળતા મળવાની શક્યતા નિશ્ચિત રુપે વધશે. આ પ્રયાસમાં આપણે એક વ્યાપક દ્ષ્ટિકોણ બનાવવા અને અપનાવવાની દીશામાં આગળ વધવું પડશે.
આપણે એ પણ જોવું પડશે કે કૃષિ જૈવ-વિવિધતાના સંરક્ષણ સાથે સંકળાયેલા જુદા-જુદા નિયમોનો કઈ રીતે સુમેળ કરવો કે જેનાથી એ કાયદો વિકાશશીલ દેશોમાં કૃષિ અને ખેડૂતોની પ્રગતિમાં બાધક ન બને.
આપ બધા પોત પોતાના ક્ષેત્રમાં નિષ્ણાત છો. આપના દ્વારા આ સંમેલનમાં આગામી ત્રણ દિવસોમાં કૃષિ જૈવ-વિવિધતાના વિવિધ મુદ્દા પર ગહન ચર્ચા કરવામાં આવશે.
આજે વિશ્વના કરોડો ગરીબ હંગર, માલન્યૂટ્રિશન અને પોવર્ટી જેવા પડકારોનો સમનો કરી રહ્યા છે આ પડકારોના સામના માટે સાયન્સ અને ટેક્નોલોજીની ભૂમિકા ખૂબજ અહમ છે. આ વાત પર મંથન આવશ્યક છે કે આ સમસ્યાઓનો ઉકેલ લાવતી વખતે જળવાઈ રહે એવો વિકાસ અને જૈવ-વિવિધતાના સંરક્ષણ જેવા મહત્વપૂર્ણ મુદ્દાઓની ઉપેક્ષા ન કરવામાં આવે.
સાથીઓ, આપણી કૃષિ જૈવ-વિવિધતા આગામી પેઢીઓની ધરોહર છે અને આપણે માત્ર તેના સંરક્ષક છીએ તેથી આપણે બધાએ મળીને સામૂહિક પ્રયાસથી એ સુનિશ્ચિત કરીએ કે કુદરતી સંપદા આપણે આપણી ભાવિ પેઢિઓ માટે પણ એ રુપે જ તેમને સોંપીને જઈએ કે જે રુપે આપણા પૂર્વજોએ આપણને સોંપી હતી. આ સાથે ફરી એક વખત આપ સૌનું હ્દયથી સ્વાગત કરું છું, ખૂબ ખૂબ આભાર.