PM Modi attends Pravasi Bharatiya Divas 2017
Indians abroad are valued not just for their strength in numbers. They are respected for the contributions they make: PM
The Indian diaspora represents the best of Indian culture, ethos and values: PM
Engagement with the overseas Indian community has been a key area of priority: PM
The security of Indian nationals abroad is of utmost importance to us: PM

મહામહિમ અને મિત્રો,

પોર્ટુગલના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ, મહાન નેતા અને રાજનીતિજ્ઞ શ્રી મારિયો સોરસનું અવસાન થયું છે. હું શરૂઆતમાં પોર્ટુગલના લોકો અને સરકારને ભારતીયો તરફથી દિલસોજી વ્યક્ત કરવા ઇચ્છું છું. તેઓ ભારત અને પોર્ટુગલ વચ્ચે રાજદ્વારી સંબંધોના પુનઃસ્થાપનાના નિર્માતા હતા. અમે અત્યારે શોકના સમયે પોર્ટુગલની સાથે છીએ.

મહામહિમ, સુરિનામના ઉપરાષ્ટ્રપતિ શ્રી માઇકલ અશ્વિન આધિન,

પોર્ટુગલના પ્રધાનમંત્રી મહામહિમ ડો. એન્ટોનિઓ કોસ્ટા,

કર્ણાટકના રાજ્યપાલ શ્રી વજુભાઈ વાળા,

કર્ણાટકના મુખ્યમંત્રી શ્રી સિદ્ધારમૈયા,

આદરણીય મંત્રીઓ,

ભારત અને વિદેશના પ્રતિષ્ઠિત પ્રતિનિધિઓ,

અને સૌથી વધુ મહત્વપૂર્ણ, વિદેશી ભારતીયોનો સંપૂર્ણ પરિવાર,

આજે 14મા પ્રવાસી ભારતીય દિવસ પર તમને બધાને આવકારતા મને ખૂબ આનંદ થાય છે. આજે અહીં અમારી સાથે જોડાવા હજારો લોકો દૂરદૂરના ટાપુઓ પરથી પ્રવાસ ખેડીને આવ્યા છો. ડિજિટલ પ્લેટફોર્મ પર અન્ય લાખો લોકો જોડાયા છે.

આ દિવસ ભારતના મહાન પ્રવાસીઓ પૈકીના એક મહાત્મા ગાંધીના સ્વદેશાગમનના પ્રતીક સ્વરૂપે ઉજવવામાં આવે છે.

આ એક એવું પર્વ છે, જેમાં એક રીતે તમે host (યજમાન) પણ છો તથા guest (અતિથિ) પણ છો. આ પર્વ રાષ્ટ્રનું વિદેશમાં રહેતા પોતાના સંતાનને મળવાનું પર્વ પણ છે. આ eventની સાચી ઓળખ અને શાન તમે છો. આ પર્વમાં તમારું સામેલ થવું અમારા માટે ગર્વની વાત છે. તમારાં બધાનું સહૃદય સ્વાગત છે.

આપણે આ કાર્યક્રમ બેંગાલુરુના સુંદર શહેરમાં આયોજિત કર્યો છે. હું મુખ્યમંત્રી સિદ્ધારમૈયા અને તેમની સંપૂર્ણ સરકારનો આ કાર્યક્રમ યોજવામાં સાથસહકાર આપવા બદલ અને મોટી સફળતા અપાવવા બદલ આભાર માનું છું.

મને આ કાર્યક્રમમાં પોર્ટુગલના મહામહિમ પ્રધાનમંત્રી, સુરિનામના ઉપરાષ્ટ્રપતિ, મલેશિયા અને મોરેશિયસના આદરણીય મંત્રીઓને આવકારવાનો વિશેષ આનંદ છે.

તેમની સિદ્ધિઓ, તેમણે તેમના પોતાના સમાજ અને વિશ્વમાં મેળવેલી પ્રતિષ્ઠા અમારા બધા માટે પ્રેરણાદીપ છે.

તે સમગ્ર દુનિયામાં ભારતીય ડાયસ્પોરાની સફળતા, પ્રતિષ્ઠા અને સાહસનું પણ પ્રતિબિંબ છે.

વિશ્વના વિવિધ દેશોમાં 30 મિલિયનથી વધારે વિદેશી ભારતીયો વસે છે. સમગ્ર વિશ્વમાં ભારતીયો વસી રહ્યા છે. પણ વિદેશમાં વસતા ભારતીયોનું મૂલ્યાંકન અને તેમની તાકાતનો અંદાજ ફક્ત સંખ્યાની દ્રષ્ટિ ન કરાય. તેઓ જે દેશમાં અને સમાજમાં સ્થાયી થયા છે, તે દેશ અને સમાજમાં તેમણે કરેલા પ્રદાન બદલ તેમનું સન્માન કરવામાં આવે છે. તેમણે ભારતમાં અને વિદેશમાં જે ભૂમી પર વસે છે, તે દેશ અને સમાજ માટે તેઓ કિંમતી પ્રદાન કરે છે. ભારતીય ડાયસ્પોરા ભારતની શ્રેષ્ઠ સંસ્કૃતિ, મૂલ્યો અને રીતરિવાજોનું પ્રતિનિધિત્વ પણ કરે છે. તેમની સખત મહેનત, શિસ્ત, કાયદાનું પાલન કરવાની વૃત્તિ અને શાંતિપ્રિય સ્વભાવ અન્ય પ્રવાસી સમુદાયો માટે પણ આદર્શરૂપ છે.

તમે અનેક બાબતોમાં પ્રેરણા મેળવો છો, તમારા ઉદ્દેશ વિવિધ છે, તમે અપનાવેલા માર્ગો જુદા જુદા છે, તમારા લક્ષ્યાંકો જુદા જુદા છે, પણ તમારો ભાવ અને તમારા મૂળિયા એક છે – ભારતીયતા. જ્યાં પ્રવાસી ભારતીયો વસે છે, તેને કર્મભૂમિ માને છે અને જ્યાંથી તેઓ આવ્યા છે, તેને મર્મભૂમિ માને છે. જ્યા જ્યા પ્રવાસી ભારતીયો વસ્યા છે, ત્યાં ત્યાં તેમણે વિકાસ કર્યો છે અને જે તે દેશમાં પણ અસીમ પ્રદાન કર્યું છે.

મિત્રો,

મારી સરકાર અને મારા માટે વ્યક્તિગત રીતે વિદેશમાં વસતા ભારતીય સમુદાયો સાથે જોડાણ અગ્રતાક્રમે છે. મેં વિદેશમાં અમેરિકા, બ્રિટન, ઓસ્ટ્રેલિયા, દક્ષિણ આફ્રિકા, યુએઇ, કતાર, સિંગાપોર, ફિજી, ચીન, જાપાન, દક્ષિણ કોરિયા, કેન્યા, મોરિશિયસ, સેશીલ્સ, મલેશિયા અને અન્ય દેશોમાં મારા પ્રવાસ દરમિયાન હજારો આપણા ભારતીયો અને બહેનોને મળ્યો છે અને તેમની સાથે વાત કરી છે.

અમે વિદેશી ભારતીયો સુધી પહોંચવાના સતત અને વ્યવસ્થિત પ્રયાસો કર્યા છે, જેના પરિણામે ભારતીય ડાયસ્પોરામાં ભારતના સામાજિક અને આર્થિક પરિવર્તન સાથે વધુ વિસ્તૃતપણે જોડાવાની નવી ઊર્જા પેદા થઈ છે, આતુરતા પેદા થઈ છે અને સારી એવી ઝુંબેશ શરૂ થઈ છે.

વિદેશમાં વસતા ભારતીયોનું રેમિટન્સ વર્ષેદહાડે 69 અબજ ડોલરનું છે, જે ભારતીય અર્થતંત્રમાં કિંમતી પ્રદાન કરે છે.

પ્રવાસી ભારતીયોમાં દેશના વિકાસ માટે અદમ્ય ઇચ્છાશક્તિ છે. તેઓ દેશની પ્રગતિનું અભિન્ન અંગ છે. અમારી વિકાસયાત્રામાં તમે અમારાVALUABLE PARTNER (કિંમતી ભાગીદાર) છો. ભારતના BRAIN DRAINને BRAIN GAINમાં બદલવાના અમારા પ્રયાસોમાં તમે સહભાગી છો.

બિનનિવાસી ભારતીયો (એનઆરઆઈ) અને પીઆઇઓ (ભારતીય મૂળની વ્યક્તિઓ)એ તેમના પસંદગીની ક્ષેત્રોમાં ઉત્કૃષ્ટ પ્રદાન કર્યું છે.

તેમની વચ્ચે પ્રતિષ્ઠિત રાજકારણીઓ, પ્રસિદ્ધ વૈજ્ઞાનિકો, ઉત્કૃષ્ટ ડૉક્ટર્સ, શ્રેષ્ઠ શિક્ષાવિદો, અર્થશાસ્ત્રીઓ, સંગીતકારો, જાણીતા દાનવીરો, બેંકર્સ, એન્જિનીયર્સ અને વકીલો સામેલ છે. અને સોરી, હું આપણા ઇન્ફોર્મેશન ટેકનોલોજીના કુશળ પ્રોફેશનલનો ઉલ્લેખ કરવાનું ભૂલી ગયો?આવતીકાલે 30 વિદેશી ભારતીયોને રાષ્ટ્રપતિના હસ્તે પ્રતિષ્ઠિત પ્રવાસી ભારતીય સન્માન એવોર્ડ એનાયત થશે, જેમાં ભારત અને વિદેશમાં વિવિધ ક્ષેત્રોમાં તેમના પ્રદાનને બિરદાવવામાં આવશે.

મિત્રો, વિદેશમાં વસતા તમામ ભારતીયો, પછી ભલે તેઓ કોઈ પણ ધર્મ, જાતિ, પંથ અને વ્યવસાયમાં સંકળાયેલા હોય, પણ તેમનું કલ્યાણ અને તેમની સુરક્ષા અમારી સર્વોચ્ચ પ્રાથમિકતા છે. આ માટે અમે અમારી વહીવટી વ્યવસ્થાની સંપૂર્ણ ઇકો-સિસ્ટમ મજબૂત કરી છે. વિદેશમાં વસતા ભારતીયોની પાસપોર્ટ ગુમાવવાની સમસ્યા હોય, તેમને કાયદાકીય સલાહની જરૂર હોય, તબીબી સહાયની જરૂર હોય, આશ્રયની જરૂર હોય કે ભારતમાં મૃતદેહને લાવવાની જરૂર હોય, મેં ભારતની તમામ એમ્બેસીને વિદેશમાં વસતા ભારતીયોની બધી સમસ્યાઓનું સક્રિયપણે સમાધાન કરવાની સૂચના આપી છે.

ભારતીય રાષ્ટ્રોની જરૂરિયાતો પૂર્ણ કરવાની અમારી કામગીરી સુલભતા, સંવેદનશીલતા, ઝડપ અને તત્પરતા દ્વારા વ્યાખ્યાયિત થાય છે. ભારતીય એમ્બસીઓ દ્વારા અઠવાડિયાના સાત દિવસ સતત હેલ્પલાઇન ચાલુ છે, ભારતીય નાગરિકો સાથે ‘ઓપન હાઉસ’ બેઠકો યોજવામાં આવે છે, કોન્સ્યુલર કેમ્પનું આયોજન થાય છે, પાસપોર્ટ સર્વિસ માટે ટ્વિટર સેવા શરૂ કરવામાં આવી છે અને તાત્કાલિક સુલભતા માટે સોશિયલ મીડિયા પ્લેટફોર્મનો ઉપયોગ કરવામાં આવે છે – વગેરે કેટલાક પગલા લેવામાં આવ્યા છે. તેનો ઉદ્દેશ સ્પષ્ટ સંદેશ આપવાનો છે કે જ્યારે તમારે અમારી જરૂર હોય, ત્યારે અમે તમારા માટે ખડપગે હાજર છીએ.

અમારા માટે વિદેશમાં વસતા ભારતીયો નાગરિકોની સુરક્ષા સૌથી વધુ મહત્વપૂર્ણ છે. ભારતીય નાગરિકોની મુશ્કેલીના સમયે અમે તેમની સલામતી, તેમનો બચાવ અને તેમનું સ્વદેશાગમન સુનિશ્ચિત કરવા તેમના સુધી પહોંચ્યા છીએ. આપણા વિદેશ મંત્રી શ્રીમતી સુષ્મા સ્વરાજજી અતિ સક્રિય છે. તેમણે સોશિયલ મીડિયાનો ઉપયોગ કરીને વિદેશમાં મુશ્કેલીમાં મૂકાયેલા ભારતીયો સુધી ઝડપથી પહોંચીને સેવા સુલભ કરી છે.

અમે જુલાઈ, 2016માં ઓપરેશન સંકટમોચન અંતર્ગત દક્ષિણ સુદાનમાંથી 48 કલાકની અંદર 150થી વધારે ભારતીય નાગરિકોને સલામત સ્થળે ખસેડ્યા હતા. એ અગાઉ અમે યેમેનમાં સંઘર્ષની સ્થિતિમાં મુશ્કેલીમાં મૂકાયેલા હજારો ભારતીયોને બચાવ્યા હતા, જે માટે સુસંકલિત, સરળ અને ઝડપી કામગીરી જવાબદાર હતી. છેલ્લા બે વર્ષમાં 2014થી 2016માં અમે આશરે 54 દેશોમાંથી આશરે 90,00 ભારતીય નાગરિકોનું સ્વદેશાગમન સુલભ કર્યું હતું. ઇન્ડિયન કમ્યુનિટી વેલ્ફર ફંડ મારફતે અમે વિદેશમાં 80,000થી વધારે ભારતીય નાગરિકોને કટોકટીની સ્થિતિમાં સહાય કરી છે.

અમારો ઉદ્દેશ વિદેશમાં વસતો દરેક ભારતીય તેમના મૂળિયા સાથે જોડાયેલો રહે એ સુનિશ્ચિત કરવાનો છે. વિદેશમાં આર્થિક તકો મેળવતા કાર્યકર્તાઓ માટે અમારો પ્રયાસ મહત્તમ સુવિધા પ્રદાન કરવાનો અને ઓછામાં ઓછી પ્રતિકૂળતા સુનિશ્ચિત કરવાનો છે. અમારો સિદ્ધાંત છેઃ”सुरक्षित जाएँ, प्रशिक्षित जाएँ”. આ માટે અમે અમારી સિસ્ટમ વ્યવસ્થિત કરી છે અને ભારતીય કામદારોનું વિદેશમાં સ્થળાંતર સુરક્ષિત કરવા અમે વિવિધ પગલા લીધા છે. આશરે છ લાખ પ્રવાસી ભારતીયોને વિદેશોમાં રોજગારી માટે રજિસ્ટર્ડ રિક્રૂટમેન્ટ એજન્ટો મારફતે ઓનલાઇન ઈમિગ્રેશન ક્લીઅરન્સ મંજૂર કર્યા છે. ઇ-માઇગ્રેટ પોર્ટલ પર વિદેશી કંપનીઓની ઓનલાઇન નોંધણી ફરજિયાત કરવામાં આવી છે.

વળી ઇ-માઇગ્રેટ અને મદદ પ્લેટફોર્મ મારફતે ભારતીય પ્રવાસી કામદારોની ફરિયાદો, સમસ્યાઓનું નિવારણ અને અરજીઓ પર ઓનલાઇન પ્રક્રિયા કરવામાં આવે છે. અમે ભારતમાં ગેરકાયદેસર રિક્રૂટમેન્ટ એજન્ટો સામે કડક પગલા પણ લીધા છે. સીબીઆઈ કે રાજ્યની પોલીસ દ્વારા ગેરકાયદેસર એજન્ટો સામે કાયદેસર કામગીરી શરૂ કરવાની મંજૂરી આપવામાં આવી છે અને રિક્રૂટિંગ એજન્ટો માટેની બેંક ગેરેન્ટી ડિપોઝિટ રૂ. 20 લાખથી વધારીને રૂ. 50 લાખ કરવામાં આવી છે – વગેરે વિવિધ પગલા આ દિશામાં લેવામાં આવ્યા છે. વિદેશમાં ભારતીય કામદારોને વધારે સારી આર્થિક તકો મળે એ સુનિશ્ચિત કરવા અમે કૌશલ્ય વિકાસ કાર્યક્રમ ટૂંક સમયમાં શરૂ કરીશું – પ્રવાસી કૌશલ્ય વિકાસ યોજનાનો લક્ષ્યાંક ભારતીય યુવાનો છે, જેઓ વિદેશમાં રોજગારી મેળવવા ઇચ્છે છે.

મિત્રો,

અમે ભારતીય ડાયસ્પોરા સાથે વિશેષ જોડાણ ધરાવીએ છીએ, જેઓ ગિરમીટયા દેશોમાં રહે છે અને તેમના વતન સાથે લાગણીભીનો સંબંધ ધરાવે છે. જો તેમના પૂર્વજો ચાર કે પાંચ પેઢીઓ અગાઉ વિદેશમાં સ્થળાંતરિત થયા હોય, તો તેમને આ દેશોમાં ઓસીઆઈ કાર્ડ મેળવવામાં કે પીઆઇઓ (ભારતીય મૂળની વ્યક્તિ) કાર્ડ મેળવવામાં કેટલી મુશ્કેલી પડે છે, તેનાથી અમે વાકેફ છીએ. અમે તેમની ચિંતાઓ સમજીએ છીએ અને આ સમસ્યાઓનું સમાધાન કરવા પ્રયાસ કર્યા છે.

મને એ જાહેર કરતા આનંદ થાય છે કે મોરિશિયસશી શરૂ કરીને અમે પ્રક્રિયાઓ અને જરૂરી દસ્તાવેજો માટે કામ કરી રહ્યા છીએ, જેથી આ દેશોમાંથી ગિરમીટયાઓના વંશજો ઓસીઆઈ કાર્ડ મેળવવાને પાત્ર બની શકે. અમે ફિજી, રિયુનિયન આઇલેન્ડ, સુરિનામ, ગુયાના અને અન્ય કેરેબિયન ટાપુઓમાં વસતા પીઆઇઓની આવી જ સમસ્યાઓનું સમાધાન કરવા પ્રતિબદ્ધ છીએ.

ગયા પ્રવાસી ભારતીય દિવસમાં મેં કરેલી વિનંતીનું પુનરાવર્તન કરું છું. હું તમામ પીઆઇઓ કાર્ડધારકોને તેમના પીઆઇઓ કાર્ડને ઓસીઆઈ કાર્ડમાં બદલવા પ્રોત્સાહિત કરું છું. મને ખબર છે કે, તમે બહુ વ્યસ્ત રહો છો. તેને ધ્યાનમાં રાખીને મને એ જાહેરાત કરતા આનંદ થાય છે કે અમે આ પ્રકારના ફેરફાર માટેની સમયમર્યાદા 31 ડિસેમ્બર, 2016થી લંબાવીને 30 જૂન, 2017 કરી છે. તેમાં કોઈ દંડ નહીં લાગે. ચાલુ વર્ષે પહેલી જાન્યુઆરીથી દિલ્હી અને બેંગાલુરુ એરપોર્ટ પર અમે ઓસીઆઈ કાર્ડધારકો માટે ઇમિગ્રેશન પોઇન્ટ પર સ્પેશિયલ કાઉન્ટર સ્થાપિત કર્યા છે. આગળ જતા અન્ય એરપોર્ટ પર આવા કાઉન્ટર ઊભા કરવામાં આવશે.

મિત્રો,

અત્યારે આશરે 7 લાખ ભારતીય વિદ્યાર્થીઓ વિદેશમાં વિવિધ શૈક્ષણિક સંસ્થાઓમાં શિક્ષણ મેળવી રહ્યા છે. હું જાણું છું કે વિદેશમાં રહેતો દરેક ભારતીય ભારતની આર્થિક પ્રગતિ સાથે જોડાવા આતુર છે. તેમના વિજ્ઞાન અને ભારતના જ્ઞાનનો સુભગ સમન્વય ભારતની આર્થિક પ્રગતિને અસીમ ઊંચાઈઓ પર લઈ જશે. હું હંમેશા સક્ષમ અને સફળ પ્રવાસીઓને ભારતની વિકાસગાથામાં સહભાગી થવાની તક આપવા પ્રયાસ કરું છું. ખાસ કરીને વિજ્ઞાન અને ટેકનિકલ ક્ષેત્રોમાં.

આ માટે અમે ઘણા પગલા ઉઠાવ્યા છે. તેમાનું એક કદમ એ છે કે વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગે વજરા સ્કીમ કે વિઝિટિંગ એડજન્ક્ટ જોઇન્ટ રિસર્ચ ફેકલ્ટી સ્કીમ શરૂ કરી છે, જે એનઆરઆઈ (બિનનિવાસી ભારતીયો) અને વિદેશમાં વસતા વૈજ્ઞાનિક સમુદાયને ભારતમાં સંશોધન અને વિકાસમાં પ્રદાન કરવાની તક પૂરી પાડે છે. આ સ્કીમ હેઠળ ભારતીયો ભારતમાં એકથી ત્રણ મહિના માટે કોઈ સંસ્થામાં કામ કરી શકે છે અને તે પણ સારી શરતે. પરંતુ સૌથી મહત્વપૂર્ણ વાત એ છે કે પ્રવાસી ભારતીયો આ રીતે દેશની પ્રગતિનો મહત્વપૂર્ણ હિસ્સો બની શકશે.

મિત્રો,

હું દ્રઢપણે માનું છું કે ભારત અને વિદેશી ભારતીયો વચ્ચેનું જોડાણ કાયમી અને બંને માટે લાભદાયક હોવું જોઈએ. આ લક્ષ્યાંક પાર પાડવા ગયા વર્ષે ઓક્ટોબરમાં મહાત્મા ગાંધીના જન્મદિવસ પર મને નવી દિલ્હીમાં પ્રવાસી ભારતીય કેન્દ્રનું ઉદ્ઘાટન કરવાનું સન્માન મળ્યું હતું. આ કેન્દ્ર વિદેશી ભારતીય સમુદાય પ્રત્યે પ્રતિબદ્ધ છે. અમે તેને આંતરરાષ્ટ્રીય સ્થળાંતર, અનુભવો, સંઘર્ષ, સિદ્ધિઓ અને ભારતીય ડાયસ્પોરાની આકાંક્ષાઓનું પ્રતીક બનાવવા ઇચ્છીએ છીએ. મને ખાતરી છે કે આ કેન્દ્ર વિદેશી ભારતીય સમુદાય સાથે સરકારના જોડાણને નવેસરથી વ્યાખ્યાયિત કરવાના પ્રયાસોને વેગ આપવા માટે વધુ એક મંચ બનશે.

મિત્રો,

અમારા પ્રવાસી ભારતીયો ઘણી પેઢીઓથી વિદેશોમાં વસે છે. દરેક પેઢીના અનુભવે ભારતને સક્ષમ બનાવ્યું છે. જે રીતે નવા છોડ માટે આપણને અલગ લાગણી જન્મે છે, તે જ રીતે વિદેશમાં રહેતા યુવાન પ્રવાસી ભારતીય પ્રત્યે અમારા માટે વિશેષ લગાવ છે. અમે પ્રવાસી ભારતીયોની યુવા પેઢીઓને, young Pravasis (યુવાન પ્રવાસીઓ) સાથે ગાઢ અને મજબૂત સંપર્ક રાખવા ઇચ્છીએ છીએ. ભારતીય મૂળના યુવાનને તેની માતૃભૂમિની મુલાકાત લેવા, માતૃભૂમિના દર્શન કરવાની તક પ્રદાન કરવા અને તેમના ભારતીય મૂળિયા, સંસ્કૃતિ અને વારસા સાથે પુનઃજોડાણ સ્થાપિત કરવા અમે સરકારના નો ઇન્ડિયા પ્રોગ્રામ (ભારતને જાણો કાર્યક્રમ)નું વિસ્તરણ કર્યું છે, જે અંતર્ગત પહેલી વખત યુવાન વિદેશી ભારતીયોના છ જૂથ દર વર્ષે ભારતની મુલાકાત લે છે.

મને જણાવતા અતિ આનંદ થાય છે કે આજે એ 160 યુવાન વિદેશી ભારતીયો પ્રવાસી ભારતીય દિવસમાં સહભાગી થયા છે. યુવાન પ્રવાસીઓનું વિશેષ સ્વાગત છે. મને આશા છે કે તમે તમારા દેશોમાં પરત ફરીને અમારી સાથે જોડાયેલા રહેશો અને ભારતની ફરી મુલાકાત લેશો. ગયા વર્ષે વિદેશમાં વસતા યુવાન ભારતીયો માટે “ભારત કો જાનો” નામની ઓનલાઇન ક્વિઝની પ્રથમ એડિશન લોન્ચ કરી હતી, જેમાં 5000 યુવાન એનઆરઆઇ અને પીઆઇઓએ ભાગ લીધો હતો. ચાલુ વર્ષે બીજી એડિશનમાં વિદેશમાં વસતાં ઓછામાં ઓછા 50,000 ભારતીયો સહભાગી થશે તેવી મને આશા છે.

મિત્રો,

અત્યારે ભારત પ્રગતિની નવી દિશા તરફ અગ્રેસર છે. આ પ્રગતિ ફક્ત આર્થિક નથી, પણ સામાજિક, રાજકીય અને શાસન સાથે સંબંધિત છે. આર્થિક ક્ષેત્રમાં PIOs અને NRIs માટે FDI norms સંપૂર્ણપણે liberalized છે. નોન-રિપાટ્રિએશનના આધારે પીઆઇઓ, તેમની કંપનીઓ, ટ્રસ્ટ દ્વારા તથા તેમની માલિકીની ભાગીદારીઓ દ્વારા થતું રોકાણ રહેવાસી ભારતીયો દ્વારા થતા રોકાણને સમકક્ષ છે. અમારા સ્વચ્છ ભારત મિશન, ડિજિટલ ઇન્ડિયા, મેક ઇન ઇન્ડિયા અને સ્ટાર્ટ-અપ ઇન્ડિયા જેવા કાર્યક્રમો સાથે ભારતની સામાન્ય વ્યક્તિની પ્રગતિ સંકળાયેલી છે, જેની સાથે પ્રવાસી ભારતીય જોડાઈ શકે છે. તમારામાંથી કેટલાક વ્યવસાય અને રોકાણમાં પ્રદાન કરવા ઇચ્છે છે. અન્ય લોકો સ્વચ્છ ભારત, નમામી ગંગે અને અન્ય કાર્યક્રમોમાં પ્રદાન કરવાનું વધારે ઉચિત માને છે.

અન્ય કેટલાક લોકો તેમનો કિંમતી સમય અને પ્રયાસ ભારતમાં સ્વૈચ્છિક રીતે ફાળવવા માટે પ્રોત્સાહનની લાગણી અનુભવી શકે છે, જેથી વંચિતોની મદદ કરી શકાય કે વિવિધ ક્ષેત્રોમાં ક્ષમતાનું નિર્માણ કરવાના કાર્યક્રમોમાં પ્રદાન કરી શકાય.

અમે તમારા તમામ પ્રયાસોને આવકારીએ છીએ, જે વિદેશમાં વસતા ભારતીય સમુદાય સાથે ભારતની ભાગીદારીને મજબૂત કરવા ઇચ્છે છે. હું તમને પીબીડી (પ્રવાસી ભારતીય દિવસ) સંમેલનમાં પ્રદર્શનની મુલાકાત લેવા પણ આમંત્રણ આપું છું, જે તમને અમારા કેટલાંક મુખ્ય કાર્યક્રમોની ઝાંખી કરાવે છે, જેનો અમે અમલ કરી રહ્યાં છીએ. તમે તેમાં કેવી રીતે ભાગીદારી બની શકો છો એ વિચારી શકો છો.

મિત્રો,

અમે કાળા નાણાં વિરૂદ્ધ બીડું ઝડપ્યું છે. આપણા રાજકારણ, દેશ અને સમાજ તથા શાસનમાં કાળું નાણું ઉધઈની જેમ પેસી ગયું છે. કાળા નાણાના કેટલાક રાજકીય સમર્થકો અમારા પ્રયાસોને જનવિરોધી ગણાવે છે. કાળા નાણાના વિષચક્રનો અંત લાવવા ભારત સરકારની નીતિઓનું જે સમર્થન પ્રવાસી ભારતીયોએ કર્યું છે, એ બદલ હું તેમને અભિનંદન આપું છું.

મિત્રો,

છેલ્લે, હું કહેવા ઇચ્છું છું કે ભારતીયો તરીકે આપણે વસુધૈવ કુટુંમ્બકનો વારસો ધરાવીએ છીએ. સમગ્ર વિશ્વમાં આપણે ક્યાં રહીએ છીએ તેને ધ્યાનમાં લેતા આપણે ભારતીયો આપણી સંસ્કૃતિ અને મૂલ્યો દ્વારા મજબૂતપણે જોડાયેલા છીએ.

ધન્યવાદ, જયહિંદ.

Explore More
78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ
'You Are A Champion Among Leaders': Guyana's President Praises PM Modi

Media Coverage

'You Are A Champion Among Leaders': Guyana's President Praises PM Modi
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
PM Modi congratulates hockey team for winning Women's Asian Champions Trophy
November 21, 2024

The Prime Minister Shri Narendra Modi today congratulated the Indian Hockey team on winning the Women's Asian Champions Trophy.

Shri Modi said that their win will motivate upcoming athletes.

The Prime Minister posted on X:

"A phenomenal accomplishment!

Congratulations to our hockey team on winning the Women's Asian Champions Trophy. They played exceptionally well through the tournament. Their success will motivate many upcoming athletes."