પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ઉત્તર પ્રદેશના સિદ્ધાર્થ નગરમાં 9 મેડિકલ કોલેજનું ઉદઘાટન કર્યું. આ નવ મેડિકલ કોલેજ સિદ્ધાર્થનગર, ઇટાહ, હરદોઇ, પ્રતાપગઢ, ફતેહપુર, દેવરિયા, ગાઝીપુર, મિર્ઝાપુર અને જૌનપુર જિલ્લામાં છે. આ પ્રસંગે ઉત્તર પ્રદેશના રાજ્યપાલ અને મુખ્યમંત્રી તથા કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી શ્રી પણ ઉપસ્થિત રહ્યા હતા.
આ અવસરે પોતાના સંબોધનમાં પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે કેન્દ્ર સરકાર અને ઉત્તર પ્રદેશ સરકાર એ ઘણાં કર્મયોગીઓની દાયકાઓની આકરી મહેનતનું પરિણામ છે. પ્રધાનમંત્રીએ કહ્યું કે સિદ્ધાર્થનગરે દેશને સ્વર્ગીય માધવ પ્રસાદ ત્રિપાઠીજીના રૂપમાં એક સમર્પિત લોક પ્રતિનિધિ આપ્યો છે, જેનો અથાગ પરિશ્રમ દેશને આજે મદદરૂપ થઈ રહ્યો છે. પ્રધાનમંત્રીએ ઉમેર્યું કે સિદ્ધાર્થનગરની નવી મેડિકલ કોલેજનું નામ માધવબાબુના નામ ઉપરથી રાખવું એ જ તેમની સેવાઓને સાચી શ્રદ્ધાંજલિ છે. આ કોલેજમાં તૈયાર થઇ બહાર નીકળનારા યુવા ડોક્ટર્સને માધવબાબુનું નામ લોક સેવા માટે સતત પ્રેરિત કરતું રહેશે, એમ પ્રધાનમંત્રીએ કહ્યું હતું.
પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે 9 નવી મેડિકલ કોલેજની રચના સાથે આશરે અઢી હજાર નવા બૅડનું સર્જન થયું છે, 5 હજાર કરતા વધુ તબીબો અને પેરામેડિક્સ માટે રોજગારના નવા અવસરોનું સર્જન થવા પામ્યું છે. પ્રધાનમંત્રીએ કહ્યું કે, “આ સાથે દર વર્ષે હજારો યુવાઓ માટે તબીબી શિક્ષણનો એક નવો પથ ખુલી ગયો છે.”
પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે અગાઉની સરકારોમાં મેનિન્જાઇટિસના કારણે પૂર્વાંચલની છબી ખરડાઈ હતી. એ જ પૂર્વાંચલ, એ જ ઉત્તર પ્રદેશ હવે પૂર્વીય ભારતને આરોગ્યનો એક નવો પ્રકાશ પ્રદાન કરવા જઇ રહ્યું છે, તેવું પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું.
પ્રધાનમંત્રીએ સંસદનો એ બનાવ યાદ કર્યો હતો કે જેમાં ઉત્તર પ્રદેશના વર્તમાન મુખ્યમંત્રી યોગી આદિત્યનાથજીએ એક સાંસદ તરીકે રાજ્યની નબળી તબીબી વ્યવસ્થાની વેદનાનું સંસદમાં વર્ણન કર્યું હતું. પ્રધાનમંત્રીએ કહ્યું કે આજે ઉત્તર પ્રદેશની જનતા એ જોઇ રહી છે કે યોગીજીને લોકોએ સેવાની તક પ્રદાન કરી તો તેમણે એન્કેફ્લાઇટિસને આગળ વધતો રોકી દીધો તથા આ વિસ્તારના હજારો બાળકોના જીવ બચાવી લીધા. “સરકાર સંવેદનશીલ હોય તો જ તેનામાં ગરીબોની પીડા સમજવા માટે દયાનો ભાવ હોય છે અને ત્યારે જ આવી સિદ્ધિઓ સર્જાય છે.” એમ પ્રધાનમંત્રીએ કહ્યું હતું.
પ્રધાનમંત્રીએ કહ્યું કે આ રાજ્યમાં આટલી બધી મેડિકલ કોલેજ સમર્પિત થવી એ અભૂતપૂર્વ બાબત છે. પ્રધાનમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું કે “અગાઉ આવું થયું નહોતું અને હવે તે થઈ રહ્યું છે જેનું માત્ર એક જ કારણ છે – રાજકીય ઇચ્છાશક્તિ અને રાજકીય પ્રાથમિકતા.” પ્રધાનમંત્રીએ સ્પષ્ટ જણાવ્યું કે દિલ્હીમાં 7 વર્ષ પૂર્વેની પાછલી સરકારો અને ઉત્તર પ્રદેશમાં 4 વર્ષ પૂર્વેની પાછલી સરકાર મત માટે કામ કરતી હતી અને મતની ગણતરી મુજબ માત્ર થોડીક ડિસ્પેન્સરી અથવા થોડીક નાની હોસ્પિટલની માત્ર જાહેરાત કરીને સંતોષ માની લેતી હતી. પ્રધાનમંત્રીએ કહ્યું કે લાંબા સમય સુધી અથવા તો ઇમારત બનતી નહોતી, અને જો ઇમારત હોય તો મશીન ન હોય, અને જો બંને હોય તો ડોક્ટર્સ કે બીજો સ્ટાફ ન હોય. લોકો પાસેથી હજારો કરોડો રૂપિયા લૂંટી લેનારું ભ્રષ્ટાચારનું ચક્ર સતત ફરતું રહેતું હતું.
પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે વર્ષ 2014 પહેલાં આપણા દેશમાં મેડિકલ સીટની સંખ્યા 90,000 કરતા ઓછી હતી. છેલ્લાં 7 વર્ષ દરમિયાન સમગ્ર દેશમાં 60,000 નવી મેડિકલ સીટ્સ ઉમેરાઈ છે. અહીં ઉત્તર પ્રદેશમાં પણ વર્ષ 2017 સુધી સરકારી મેડિકલ કોલેજમાં માત્ર 1900 મેડિકલ બેઠક હતી. જ્યારે ડબલ એન્જિનની સરકારના કાર્યકાળમાં છેલ્લાં માત્ર 4 વર્ષમાં જ 1900 કરતા વધુ સીટની વૃદ્ધિ થઈ છે.
सिद्धार्थनगर के नए मेडिकल कॉलेज का नाम माधव बाबू के नाम पर रखना उनके सेवाभाव के प्रति सच्ची कार्यांजलि है।
— PMO India (@PMOIndia) October 25, 2021
माधव बाबू का नाम यहां से पढ़कर निकलने वाले युवा डॉक्टरों को जनसेवा की निरंतर प्रेरणा भी देगा: PM @narendramodi
आज केंद्र में जो सरकार है, यहां यूपी में जो सरकार है, वो अनेकों कर्मयोगियों की दशकों की तपस्या का फल है।
— PMO India (@PMOIndia) October 25, 2021
सिद्धार्थनगर ने भी स्वर्गीय माधव प्रसाद त्रिपाठी जी के रूप में एक ऐसा समर्पित जनप्रतिनिधि देश को दिया, जिनका अथाह परिश्रम आज राष्ट्र के काम आ रहा है: PM @narendramodi
9 नए मेडिकल कॉलेजों के निर्माण से, करीब ढाई हज़ार नए बेड्स तैयार हुए हैं, 5 हज़ार से अधिक डॉक्टर और पैरामेडिक्स के लिए रोज़गार के नए अवसर बने हैं।
— PMO India (@PMOIndia) October 25, 2021
इसके साथ ही हर वर्ष सैकड़ों युवाओं के लिए मेडिकल की पढ़ाई का नया रास्ता खुला है: PM @narendramodi
जिस पूर्वांचल की छवि पिछली सरकारों ने खराब कर दी थी,
— PMO India (@PMOIndia) October 25, 2021
जिस पूर्वांचल को दिमागी बुखार से हुई दुखद मौतों की वजह से बदनाम कर दिया गया था,
वही पूर्वांचल, वही उत्तर प्रदेश, पूर्वी भारत को सेहत का नया उजाला देने वाला है: PM @narendramodi
आज यूपी के लोग ये भी देख रहे है कि जब योगी जी को जनता-जनार्दन ने सेवा का मौका दिया तो कैसे उन्होंने दिमागी बुखार को बढ़ने से रोक दिया, इस क्षेत्र के हजारों बच्चों का जीवन बचा लिया।
— PMO India (@PMOIndia) October 25, 2021
सरकार जब संवेदनशील हो, गरीब का दर्द समझने के लिए मन में करुणा का भाव हो तो इसी तरह काम होता है: PM
यूपी के भाई-बहन भूल नहीं सकते कि कैसे योगी जी ने संसद में यूपी की बदहाल मेडिकल व्यवस्था की व्यथा सुनाई थी।
— PMO India (@PMOIndia) October 25, 2021
योगी जी तब मुख्यमंत्री नहीं थे, सांसद थे: PM @narendramodi
क्या कभी किसी को याद पढ़ता है कि उत्तर प्रदेश के इतिहास में कभी एक साथ इतने मेडिकल कॉलेज का लोकार्पण हुआ हो?
— PMO India (@PMOIndia) October 25, 2021
बताइए, क्या कभी ऐसा हुआ है?
पहले ऐसा क्यों नहीं होता था और अब ऐसा क्यों हो रहा है, इसका एक ही कारण है- राजनीतिक इच्छाशक्ति और राजनीतिक प्राथमिकता: PM @narendramodi
सालों-साल तक या तो बिल्डिंग ही नहीं बनती थी, बिल्डिंग होती थी तो मशीनें नहीं होती थीं, दोनों हो गईं तो डॉक्टर और दूसरा स्टाफ नहीं होता था।
— PMO India (@PMOIndia) October 25, 2021
ऊपर से गरीबों के हजारों करोड़ रुपए लूटने वाली भ्रष्टाचार की सायकिल चौबीसों घंटे अलग से चलती रहती थी: PM @narendramodi
7 साल पहले जो दिल्ली में सरकार थी और 4 साल पहले जो यहां यूपी में सरकार थी, वो पूर्वांचल में क्या करते थे?
— PMO India (@PMOIndia) October 25, 2021
जो पहले सरकार में थे, वो वोट के लिए कहीं डिस्पेंसरी की, कहीं छोटे-मोटे अस्पताल की घोषणा करके बैठ जाते थे: PM @narendramodi
यहां उत्तर प्रदेश में भी 2017 तक सरकारी मेडिकल कॉलेजों में मेडिकल की सिर्फ 1900 सीटें थीं।
— PMO India (@PMOIndia) October 25, 2021
जबकि डबल इंजन की सरकार में पिछले चार साल में ही 1900 सीटों से ज्यादा मेडिकल सीटों की बढ़ोतरी की गयी है: PM @narendramodi
2014 से पहले हमारे देश में मेडिकल की सीटें 90 हज़ार से भी कम थीं।
— PMO India (@PMOIndia) October 25, 2021
बीते 7 वर्षों में देश में मेडिकल की 60 हज़ार नई सीटें जोड़ी गई हैं: PM @narendramodi