પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ બિહારનાં રાજગીરમાં નાલંદા વિશ્વવિદ્યાલયનાં નવા પરિસરનું ઉદઘાટન કર્યું. આ યુનિવર્સિટીની કલ્પના ભારત અને ઇસ્ટ એશિયા સમિટ (ઇએએસ) દેશો વચ્ચે જોડાણ તરીકે કરવામાં આવી છે. ઉદ્ઘાટન સમારંભમાં 17 દેશોના મિશનના પ્રમુખો સહિત અનેક પ્રતિષ્ઠિત લોકો ઉપસ્થિત રહ્યા હતા. પ્રધાનમંત્રીએ એક રોપાનું પણ વાવેતર કર્યું હતું.
અહિં ઉપસ્થિત જનમેદનીને સંબોધતા પ્રધાનમંત્રીએ ત્રીજા કાર્યકાળ માટે પ્રધાનમંત્રી તરીકે શપથ લીધાનાં 10 દિવસની અંદર નાલંદાની મુલાકાત લેવા બદલ તેમનાં સદભાગ્ય બદલ આનંદ વ્યક્ત કર્યો હતો અને આભાર માન્યો હતો તથા કહ્યું હતું કે, આ ભારતની વિકાસલક્ષી સફરની દિશામાં સકારાત્મક સંકેત છે. "નાલંદા એ માત્ર એક નામ નથી, તે એક ઓળખ છે, એક આદર છે. નાલંદા મૂળ છે, મંત્ર છે. નાલંદા એ સત્યની ઘોષણા છે કે પુસ્તકો આગમાં બળીને ખાખ થઈ જાય તો પણ જ્ઞાનનો નાશ કરી શકાતો નથી." તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, નવી નાલંદા વિશ્વવિદ્યાલયની સ્થાપનાથી ભારતનો સુવર્ણયુગ શરૂ થશે.
પ્રધાનમંત્રીએ જણાવ્યું કે, નાલંદાને તેના પ્રાચીન ખંડેરો નજીક પુનઃકાર્યરત કરવાથી ભારતની ક્ષમતાઓ દુનિયા સમક્ષ રજૂ થશે, કારણ કે તેનાથી દુનિયાને તે જાણમાં આવશે કે મજબૂત માનવીય મૂલ્યો ધરાવતાં દેશો ઇતિહાસનો કાયાકલ્પ કરીને વધુ એક સારી દુનિયાનું નિર્માણ કરવા સક્ષમ છે.
શ્રી મોદીએ ભારપૂર્વક જણાવ્યું કે, નાલંદામાં વિશ્વ, એશિયા અને ઘણાં દેશોનાં વારસાને જાળવી રખાયો છે તથા તેનું પુનરુત્થાન ભારતીય પાસાંઓને પુનર્જીવિત કરવા સુધી મર્યાદિત નથી. તેમણે વધુમાં કહ્યું કે, આજના ઉદ્ઘાટન સમારંભમાં ઘણાં દેશોની હાજરીથી તે બાબત સ્પષ્ટ થાય છે કે, નાલંદા પ્રોજેક્ટમાં મિત્ર દેશોના યોગદાનનો સ્વીકાર કર્યો. તેમણે નાલંદામાં પ્રતિબિંબિત થતી તેની કીર્તિ પાછી લાવવાના દ્રઢ નિશ્ચય માટે બિહારના લોકોની પ્રશંસા પણ કરી.
એક સમયે નાલંદા ભારતની સંસ્કૃતિ અને પરંપરાઓનું જીવંત કેન્દ્ર ગણાવતા કહ્યું કે, નાલંદાનો અર્થ જ્ઞાન અને શિક્ષણનો નિરંતર પ્રવાહ છે તથા આ જ શિક્ષણ પ્રત્યે ભારતના દ્રષ્ટિકોણ અને વિચારસરણી રહી છે. પ્રધાનમંત્રીએ જણાવ્યું કે, "શિક્ષણ એ સીમાઓની બહાર છે. તે આકાર આપતી વખતે મૂલ્યો અને વિચારોનું સિંચન કરે છે." પ્રધાનમંત્રીએ તે વાત પર પ્રકાશ ફેંક્યો કે પ્રાચીન નાલંદા વિશ્વવિદ્યાલયમાં વિદ્યાર્થીઓને તેમની ઓળખ અને રાષ્ટ્રીયતાને ધ્યાનમાં લીધા વિના પ્રવેશ આપવામાં આવતો હતો. તેમણે આધુનિક રૂપમાં નવનિર્મિત નાલંદા વિશ્વવિદ્યાલય પરિસરમાં તેની પ્રાચીન પરંપરાઓને મજબૂત કરવાની જરૂરિયાત પર પણ ભાર મૂક્યો હતો. પ્રધાનમંત્રીએ નાલંદા વિશ્વવિદ્યાલયમાં 20થી વધારે દેશોના વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે એ બદલ આનંદની લાગણી વ્યક્ત કરી હતી અને કહ્યું હતું કે, આ 'વસુધૈવ કુટુંબકમ'નું શ્રેષ્ઠ ઉદાહરણ છે.
પ્રધાનમંત્રીએ શિક્ષણને માનવ કલ્યાણનાં સાધન તરીકે ગણવાની ભારતીય પરંપરા પર પ્રકાશ પાડ્યો. તેમણે આગામી આંતરરાષ્ટ્રીય યોગ દિવસનો ઉલ્લેખ કરીને જણાવ્યું કે, યોગ દિવસ આંતરરાષ્ટ્રીય ઉત્સવ બની ગયો છે. તેમણે કહ્યું કે યોગના આટલા બધા પ્રવાહો વિકસિત થવા છતાં, ભારતમાં કોઈએ પણ યોગ પર કોઈ એકાધિકાર વ્યક્ત કર્યો નથી. તેમણે કહ્યું કે, એ જ રીતે ભારતે આયુર્વેદને સંપૂર્ણ દુનિયા સાથે વહેંચ્યું છે. પીએમ મોદીએ ભારતની સ્થિરતા પ્રત્યેની નિષ્ઠાને પણ રેખાંકિત કરી હતી અને કહ્યું કે ભારતમાં, આપણે પ્રગતિ અને પર્યાવરણને સાથે લઈને ચાલ્યા છીએ. તેનાથી ભારતને મિશન લાઈફ અને આંતરરાષ્ટ્રીય સૌર ગઠબંધન જેવી પહેલો પ્રદાન કરવાની મંજૂરી મળી છે. તેમણે જણાવ્યું કે, નાલંદા કેમ્પસ તેની અગ્રણી નેટ ઝીરો એનર્જી, નેટ ઝીરો ઉત્સર્જન, નેટ ઝીરો વોટર અને નેટ ઝીરો વેસ્ટ મોડલ સાથે સ્થાયીત્વની ભાવનાને આગળ વધારશે.
પ્રધાનમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું કે, શિક્ષણનાં વિકાસથી અર્થતંત્ર અને સંસ્કૃતિનાં મૂળિયાં ઊંડાં થાય છે. આ વૈશ્વિક અનુભવ અને વિકસિત દેશોના અનુભવ દ્વારા ઉત્પન્ન થાય છે. પ્રધાનમંત્રીએ કહ્યું કે, "ભારત વર્ષ 2047 સુધીમાં વિકસિત રાષ્ટ્ર બનવાનાં પોતાનાં લક્ષ્યાંક પર કામ કરી રહ્યું છે, જે તેની શિક્ષણ વ્યવસ્થામાં પરિવર્તન લાવી રહ્યું છે." તેમણે વધુમાં જણાવ્યું કે, "મારું મિશન એ છે કે ભારત વિશ્વ માટે શિક્ષણ અને જ્ઞાનનું કેન્દ્ર બને. મારું ધ્યેય એ છે કે ભારતને ફરીથી વિશ્વના સૌથી અગ્રણી જ્ઞાન કેન્દ્ર તરીકે ઓળખાવવું જોઈએ." પ્રધાનમંત્રીએ અટલ ટિંકરિંગ લેબ્સ જેવી પહેલોની નોંધ લીધી, જેમાં એક કરોડથી વધારે બાળકોને સેવા પૂરી પાડવામાં આવી, ચંદ્રયાન અને ગગનયાનથી વિજ્ઞાનમાં રુચિ ઊભી થઈ અને સ્ટાર્ટઅપ ઇન્ડિયાએ ભારતમાં 1.30 લાખ સ્ટાર્ટઅપ્સને જન્મ આપ્યો, જે 10 વર્ષ અગાઉ કેટલાંક 100 જ હતા. રેકોર્ડ સંખ્યામાં પેટન્ટ અને રિસર્ચ પેપર સબમિટ કરાયા અને 1 લાખ કરોડ રિસર્ચ ફંડ બનાવવામાં આવ્યું.
પ્રધાનમંત્રીએ વિશ્વમાં સૌથી આધુનિક સંશોધનલક્ષી ઉચ્ચ શિક્ષણ વ્યવસ્થાની સાથે-સાથે સૌથી વધુ વ્યાપક અને સંપૂર્ણ કૌશલ્ય ધરાવતી વ્યવસ્થા ઊભી કરવા માટે સરકારનાં પ્રયાસો પર પ્રકાશ પાડ્યો. તેમણે વૈશ્વિક રેન્કિંગમાં ભારતની યુનિવર્સિટીઓ દ્વારા સુધારેલા પ્રદર્શનનો પણ ઉલ્લેખ કર્યો. છેલ્લાં 10 વર્ષમાં શિક્ષણ અને કૌશલ્ય વિકાસનાં ક્ષેત્રમાં તાજેતરમાં હાંસલ થયેલી સફળતાઓ પર પ્રકાશ ફેંકતા પ્રધાનમંત્રીએ ઉલ્લેખ કર્યો કે, ભારતીય શૈક્ષણિક સંસ્થાઓની સંખ્યા ક્યૂએસ રેન્કિંગમાં 9થી વધીને 46 ટકા અને ટાઇમ્સ હાયર એજ્યુકેશન ઇમ્પેક્ટ રેન્કિંગમાં 13થી 100 થઈ છે. ભારતમાં છેલ્લાં 10 વર્ષની અંદર, પ્રધાનમંત્રીએ જણાવ્યું કે દર અઠવાડિયે એક યુનિવર્સિટીની સ્થાપના થઈ છે, દરરોજ નવી આઈટીઆઈની સ્થાપના થઈ છે, દર ત્રીજા દિવસે એક અટલ ટિંકરિંગ લેબ ખોલવામાં આવી છે અને દરરોજ બે નવી કોલેજોની સ્થાપના કરવામાં આવી છે. તેમણે વધુમાં જણાવ્યું કે, અત્યારે ભારતમાં 23 આઇઆઇટી છે, આઇઆઇએમની સંખ્યા 13થી વધીને 21 થઈ છે અને એઈમ્સની સંખ્યા લગભગ ત્રણ ગણી વધીને 22 થઈ ગઈ છે. તેમણે કહ્યું કે, "10 વર્ષમાં મેડિકલ કોલેજોની સંખ્યા પણ લગભગ બમણી થઈ ગઈ છે." શૈક્ષણિક ક્ષેત્રમાં સુધારાઓનો ઉલ્લેખ કરીને પ્રધાનમંત્રીએ નવી શૈક્ષણિક નીતિનો ઉલ્લેખ કર્યો અને કહ્યું કે, તેનાથી ભારતનાં યુવાનોનાં સ્વપ્નોને નવું પરિમાણ મળ્યું છે. શ્રી મોદીએ ભારતીય અને વિદેશી યુનિવર્સિટીઓના જોડાણનો તથા ડેકિન અને વોલોંગોંગ જેવી આંતરરાષ્ટ્રીય યુનિવર્સિટીઓના નવા કેમ્પસ ખોલવાનો પણ ઉલ્લેખ કર્યો. પ્રધાનમંત્રીએ કહ્યું, "આ તમામ પ્રયાસોથી ભારતીય વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણ માટે ભારતની શ્રેષ્ઠ શૈક્ષણિક સંસ્થાઓ મળી રહી છે. આનાથી આપણા મધ્યમ વર્ગ માટે પણ પૈસાની બચત થઈ રહી છે."
તાજેતરમાં ટોચની ભારતીય સંસ્થાઓનાં વૈશ્વિક પરિસર ખોલવાનો ઉલ્લેખ કરીને પ્રધાનમંત્રીએ નાલંદા માટે પણ આવી જ આશા વ્યક્ત કરી.
પ્રધાનમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું કે, વિશ્વની નજર ભારતનાં યુવાનો પર સ્થિર છે. પ્રધાનમંત્રીએ વધુમાં જણાવ્યું કે, "ભારત ભગવાન બુદ્ધનો દેશ છે અને વિશ્વ લોકશાહીની જનની સાથે ખભેખભો મિલાવીને ચાલવા ઇચ્છે છે." પ્રધાનમંત્રીએ જણાવ્યું કે, "જ્યારે ભારત 'વન અર્થ, વન ફેમિલી અને વન ફ્યુચર' કહે છે, ત્યારે દુનિયા તેની સાથે ઊભી છે. જ્યારે ભારત 'વન સન, વન વર્લ્ડ, વન ગ્રિડ' કહે છે, ત્યારે તેને વિશ્વ માટે ભવિષ્યનો માર્ગ માનવામાં આવે છે. જ્યારે ભારત વન અર્થ વન હેલ્થ કહે છે, ત્યારે વિશ્વ તેના મંતવ્યોનો આદર કરે છે અને તેનો સ્વીકાર કરે છે. "નાલંદાની ભૂમિ વૈશ્વિક બંધુત્વની આ ભાવનાને એક નવું પરિમાણ આપી શકે છે. તેથી, નાલંદાના વિદ્યાર્થીઓની જવાબદારી વધુ મોટી છે, એમ પીએમ મોદીએ જણાવ્યું.
નાલંદાના વિદ્યાર્થીઓ અને વિદ્વાનોને ભારતનું ભવિષ્ય ગણાવતાં પ્રધાનમંત્રીએ અમૃત કાલનાં આગામી 25 વર્ષનાં મહત્ત્વ પર ભાર મૂક્યો તથા તેમને 'નાલંદા માર્ગ' અને નાલંદાનાં મૂલ્યોને પોતાની સાથે લઈ જવા અપીલ કરી. તેમણે તેમને જિજ્ઞાસુ બનવા, સાહસિક બનવા અને તમામથી ઉપર રહેવા, તેમના લોગોને અનુરૂપ માયાળુ બનવા જણાવ્યું અને સમાજમાં સકારાત્મક પરિવર્તન માટે કામ કરવા જણાવ્યું.
પ્રધાનમંત્રીએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે નાલંદાનું જ્ઞાન માનવતાને દિશા આપશે અને આવનારા સમયમાં યુવાનો સમગ્ર વિશ્વનું નેતૃત્વ કરશે. પ્રધાનમંત્રીએ કહ્યું, "હું માનું છું કે નાલંદા વૈશ્વિક હેતુ માટે એક મહત્વપૂર્ણ કેન્દ્ર બનશે."
આ પ્રસંગે બિહારનાં રાજ્યપાલ શ્રી રાજેન્દ્ર આર્લેકર, બિહારનાં મુખ્યમંત્રી શ્રી નીતિશ કુમાર, કેન્દ્રીય વિદેશ મંત્રી શ્રી સુબ્રહ્મણ્યમ જયશંકર, કેન્દ્રીય વિદેશ રાજ્યમંત્રી શ્રી પબિત્ર માર્ગેરેટા, બિહારનાં નાયબ મુખ્યમંત્રીઓ શ્રી શ્રી વિજય કુમાર સિંહા અને સમ્રાટ ચૌધરી, નાલંદા વિશ્વવિદ્યાલયનાં કુલપતિ પ્રોફેસર અરવિંદ પનગઢિયા અને નાલંદા વિશ્વવિદ્યાલયનાં વાઇસ ચાન્સેલર પ્રો.અભય કુમાર સિંહ સહિત અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
પાશ્વભાગ
નાલંદા યુનિવર્સિટી કેમ્પસમાં બે એકેડેમિક બ્લોક્સ છે જેમાં 40 વર્ગખંડો છે, જેમાં કુલ બેઠક ક્ષમતા લગભગ 1900 જેટલી છે. અહીં બે ઓડિટોરિયમ છે, જેમાં પ્રત્યેકમાં 300 બેઠકોની ક્ષમતા છે, લગભગ 550 વિદ્યાર્થીઓની ક્ષમતા ધરાવતી વિદ્યાર્થી છાત્રાલય અને અન્ય વિવિધ સુવિધાઓ છે, જેમાં એક આંતરરાષ્ટ્રીય કેન્દ્ર, એક એમ્ફિથિયેટર છે જેમાં 2000 વ્યક્તિઓને સમાવી શકાય છે, એક ફેકલ્ટી ક્લબ અને એક સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનો સમાવેશ થાય છે.
આ પરિસર એક 'નેટ ઝીરો' ગ્રીન કેમ્પસ છે. તે સોલાર પ્લાન્ટ, ડોમેસ્ટિક અને ડ્રિન્કિંગ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ, ગંદા પાણીના પુનઃઉપયોગ માટે વોટર રિસાયક્લિંગ પ્લાન્ટ, 100 એકર જળાશયો અને અન્ય ઘણી પર્યાવરણને અનુકૂળ સુવિધાઓ સાથે સ્વનિર્ભર છે.
વિશ્વવિદ્યાલયનો ઇતિહાસ સાથે ઊંડો સંબંધ છે. મૂળ નાલંદા વિશ્વવિદ્યાલયની સ્થાપના લગભગ 1600 વર્ષ પહેલા કરવામાં આવી હતી, જેને વિશ્વની પ્રથમ નિવાસી યુનિવર્સિટીઓમાંથી એક ગણવામાં આવે છે. નાલંદાના અવશેષોને 2016માં યુએન હેરિટેજ સાઇટ તરીકે જાહેર કરવામાં આવ્યા હતા.
Click here to read full text speech
नालंदा उद्घोष है इस सत्य का... कि आग की लपटों में पुस्तकें भलें जल जाएं... लेकिन आग की लपटें ज्ञान को नहीं मिटा सकतीं: PM @narendramodi pic.twitter.com/Hp4two7yNv
— PMO India (@PMOIndia) June 19, 2024
अपने प्राचीन अवशेषों के समीप नालंदा का नवजागरण...
— PMO India (@PMOIndia) June 19, 2024
ये नया कैंपस... विश्व को भारत के सामर्थ्य का परिचय देगा: PM @narendramodi pic.twitter.com/qivg3QJz5k
नालंदा केवल भारत के ही अतीत का पुनर्जागरण नहीं है।
— PMO India (@PMOIndia) June 19, 2024
इसमें विश्व के, एशिया के कितने ही देशों की विरासत जुड़ी हुई है: PM @narendramodi pic.twitter.com/s5X8LBbtv6
आने वाले समय में नालंदा यूनिवर्सिटी, फिर एक बार हमारे cultural exchange का प्रमुख centre बनेगी: PM @narendramodi pic.twitter.com/doJJV84Q4u
— PMO India (@PMOIndia) June 19, 2024
आज पूरा विश्व योग को अपना रहा है, योग दिवस एक वैश्विक उत्सव बन गया है: PM @narendramodi pic.twitter.com/eMhmzhsfjS
— PMO India (@PMOIndia) June 19, 2024
भारत ने सदियों तक sustainability को एक model के रूप में जीकर दिखाया है।
— PMO India (@PMOIndia) June 19, 2024
हम प्रगति और पर्यावरण को एक साथ लेकर चले हैं: PM @narendramodi pic.twitter.com/jSPHHO9t4J
मेरा मिशन है...
— PMO India (@PMOIndia) June 19, 2024
- भारत दुनिया के लिए शिक्षा और ज्ञान का केंद्र बने।
- भारत की पहचान फिर से दुनिया के सबसे prominent knowledge centre के रूप में हो: PM @narendramodi pic.twitter.com/EAUMZjL8wx
हमारा प्रयास है...
— PMO India (@PMOIndia) June 19, 2024
भारत में दुनिया का सबसे Comprehensive और Complete Skilling System हो।
भारत में दुनिया का सबसे Advanced research oriented higher education system हो: PM @narendramodi pic.twitter.com/wFv0H1VKpH
आज पूरी दुनिया की दृष्टि भारत पर है... भारत के युवाओं पर है: PM @narendramodi pic.twitter.com/MUtQk8ygqK
— PMO India (@PMOIndia) June 19, 2024
मुझे विश्वास है... हमारे युवा आने वाले समय में पूरे विश्व को नेतृत्व देंगे।
— PMO India (@PMOIndia) June 19, 2024
मुझे विश्वास है... नालंदा global cause का एक महत्वपूर्ण सेंटर बनेगा: PM @narendramodi pic.twitter.com/sErkUkV7nS