પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે હરિયાણામાં રેવાડીમાં રૂ. 9750 કરોડથી વધારે મૂલ્યની વિવિધ વિકાસ પરિયોજનાઓનું ઉદઘાટન, લોકાર્પણ અને શિલાન્યાસ કર્યા હતા. આ પ્રોજેક્ટ શહેરી પરિવહન, સ્વાસ્થ્ય, રેલવે અને પર્યટન સાથે સંબંધિત કેટલાંક મહત્ત્વપૂર્ણ ક્ષેત્રોને પૂર્ણ કરે છે. શ્રી મોદીએ આ પ્રસંગે પ્રદર્શિત થયેલા પ્રદર્શનોમાં પણ ભાગ લીધો હતો.
જનમેદનીને સંબોધતા પ્રધાનમંત્રીએ બહાદૂરોની રેવાડીની ભૂમિને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી અને તેમના માટે આ વિસ્તારનાં લોકોનાં સ્નેહ પર ભાર મૂક્યો હતો. તેમણે રેવાડીમાં 2013માં પ્રધાનમંત્રી પદના ઉમેદવાર તરીકેના તેમના પ્રથમ કાર્યક્રમને યાદ કર્યો અને લોકોની શુભેચ્છાઓને યાદ કરી. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, લોકોનાં આશીર્વાદ તેમનાં માટે બહુ મોટી સંપત્તિ છે. તેમણે લોકોના આશીર્વાદનો શ્રેય વિશ્વમાં નવી ઊંચાઈઓ પર પહોંચેલા ભારતને આપ્યો હતો. યુએઈ અને કતરની તેમની મુલાકાત વિશે વાત કરતા પ્રધાનમંત્રીએ વૈશ્વિક મંચ પર ભારતને જે સન્માન અને સદ્ભાવના મળે છે તેનો શ્રેય ભારતના લોકોને આપ્યો હતો. એ જ રીતે, તેમણે કહ્યું કે જી -20, ચંદ્રયાન અને ભારતીય અર્થવ્યવસ્થાનું 11મા સ્થાનેથી 5મા સ્થાન સુધીનું ઉત્થાન, જનતાના સમર્થનને કારણે મોટી સફળતાઓ છે. તેમણે આગામી વર્ષોમાં ભારતને વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનાવવા માટે લોકોના આશીર્વાદ માંગ્યા હતા.
પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, દેશને વિકસિત ભારત બનાવવા માટે હરિયાણાનો વિકાસ જરૂરી છે. તેમણે ઉલ્લેખ કર્યો હતો કે, આજે હરિયાણાનાં વિકાસ માટે સુસજ્જ હોસ્પિટલોની સાથે રોડવેઝ અને રેલવે નેટવર્કનાં આધુનિકીકરણ માટે આશરે રૂ. 10,000 કરોડનાં મૂલ્યનાં વિવિધ વિકાસલક્ષી પ્રોજેક્ટનું શિલારોપણ દેશને સમર્પિત કરવામાં આવ્યું હતું. વિકાસલક્ષી પરિયોજનાઓની યાદી આપતા પ્રધાનમંત્રીએ એઈમ્સ રેવાડી, ગુરુગ્રામ મેટ્રો, કેટલીક રેલ લાઈનો અને નવી ટ્રેનોનો ઉલ્લેખ કર્યો હતો, જેની સાથે પ્રાયોગિક સંગ્રહાલય – અનુભવ કેન્દ્ર જ્યોતિસરનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. અનુભવ કેન્દ્ર જ્યોતિસર પર પ્રકાશ પાડતા પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, તે દુનિયાને ભગવાન શ્રી કૃષ્ણ દ્વારા ભગવદ ગીતામાં પાઠ શીખવાનો પરિચય કરાવશે તેમજ ભારતીય સંસ્કૃતિમાં હરિયાણાની ગૌરવશાળી ભૂમિનાં પ્રદાનને પ્રદર્શિત કરશે. તેમણે હરિયાણાની જનતાને આજની વિકાસલક્ષી પરિયોજનાઓ માટે અભિનંદન પાઠવ્યાં હતાં.
'મોદીની ગેરંટી' વિશે રાષ્ટ્રીય અને વૈશ્વિક સ્તરે પણ ચર્ચા વિશે વાત કરતા પીએમ મોદીએ કહ્યું કે રેવાડી 'મોદીની ગેરંટી'નો પહેલો સાક્ષી છે. તેમણે એવી બાંહેધરીઓને યાદ કરી હતી કે, તેમણે અહીં દેશની પ્રતિષ્ઠા વિશે અને અયોધ્યા ધામમાં શ્રી રામ મંદિર વિશે ઉલ્લેખ કર્યો હતો, જે હકીકતમાં પરિણમ્યું છે. તેવી જ રીતે પીએમ મોદીએ આપેલી ગેરન્ટી મુજબ કલમ 370ને રદ કરવામાં આવી હતી. તેમણે ઉમેર્યું હતું કે, "અત્યારે જમ્મુ-કાશ્મીરમાં મહિલાઓ, પછાતો, દલિતો, આદિવાસીઓને તેમના અધિકારો મળી રહ્યાં છે."
પ્રધાનમંત્રીએ અહીં રેવાડીમાં ભૂતપૂર્વ સૈનિકોને 'વન રેન્ક વન પેન્શન'ની ગેરન્ટી પૂરી પાડવાની બાબતને યાદ કરી હતી અને અત્યાર સુધીમાં આશરે રૂ. 1 લાખ કરોડ પ્રદાન કરવા વિશે જાણકારી આપી હતી, જેમાં હરિયાણાનાં ઘણાં ભૂતપૂર્વ સૈનિકોને તેનો લાભ મળ્યો છે. રેવાડીમાં પ્રધાનમંત્રીએ જાણકારી આપી હતી કે, ઓઆરઓપીનાં લાભાર્થીઓને અત્યાર સુધીમાં રૂ. 600 કરોડથી વધારે રકમ મળી છે. તેમણે એમ પણ ધ્યાન દોર્યું હતું કે પાછલી સરકારે ઓઆરઓપી માટે રૂ. ૫૦૦ કરોડનું બજેટ રાખ્યું હતું, જે એકલા રેવાડીમાં સૈનિકોના પરિવારોને મળેલી રકમ કરતા ઓછું છે.
રેવાડીમાં એઈમ્સની સ્થાપનાની ખાતરી પણ આજનાં શિલાન્યાસ સાથે પૂર્ણ થઈ હતી. પ્રધાનમંત્રીએ ખાતરી આપી હતી કે, તેઓ રેવાડી એઈમ્સનું ઉદઘાટન પણ કરશે. તેમણે કહ્યું હતું કે, તેનાથી સ્થાનિક નાગરિકો માટે વધુ સારી સારવાર અને ડૉક્ટર બનવાની તક સુનિશ્ચિત થશે. રેવાડી એઈમ્સ 22મી એઈમ્સ છે તેની નોંધ લઈને પીએમ મોદીએ માહિતી આપી હતી કે, છેલ્લા 10 વર્ષમાં 15 નવી એઈમ્સને મંજૂરી આપવામાં આવી છે. છેલ્લા 10 વર્ષમાં 300થી વધુ મેડિકલ કોલેજો અસ્તિત્વમાં આવી છે. હરિયાણામાં પણ દરેક જિલ્લામાં ઓછામાં ઓછી એક મેડિકલ કોલેજ સુનિશ્ચિત કરવાનું કામ ચાલી રહ્યું છે.
પ્રધાનમંત્રીએ વર્તમાન અને ભૂતકાળની સરકારોના સારા અને ખરાબ શાસન વચ્ચે સરખામણી કરી હતી તથા છેલ્લાં 10 વર્ષથી હરિયાણામાં ડબલ એન્જિન ધરાવતી સરકારની હાજરી પર પ્રકાશ પાડ્યો હતો. તેમણે માહિતી આપી હતી કે, જ્યારે કેન્દ્ર સરકાર દ્વારા ગરીબોના કલ્યાણ માટે ઘડવામાં આવેલી નીતિઓનું પાલન કરવાની વાત આવે છે, ત્યારે રાજ્ય ટોચ પર છે. તેમણે કૃષિ ક્ષેત્રે હરિયાણાના વિકાસ અને રાજ્યના ઉદ્યોગોના વિસ્તરણ પર ભાર મૂક્યો. તેમણે દક્ષિણ હરિયાણાનાં ઝડપી વિકાસ પર પણ પ્રકાશ પાડ્યો હતો, જે દાયકાઓ સુધી પછાત રહ્યો છે, પછી તે માર્ગ હોય, રેલવે હોય કે મેટ્રો સેવા હોય. પીએમ મોદીએ જાણકારી આપતા કહ્યું કે, દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વેના દિલ્હી-દૌસા-લાલસોટ સેક્શનના પહેલા ફેઝનું ઉદ્ઘાટન થઈ ચૂક્યું છે, જ્યારે તેમણે કહ્યું કે, ભારતનો સૌથી લાંબો એક્સપ્રેસ વે દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વે હરિયાણાના ગુરુગ્રામ, પલવલ અને નુહ જિલ્લામાંથી પસાર થાય છે.
પ્રધાનમંત્રી મોદીએ માહિતી આપી હતી કે, હરિયાણાનું વાર્ષિક રેલવે બજેટ, જે વર્ષ 2014 અગાઉ સરેરાશ રૂ. 300 કરોડ હતું, તે હવે છેલ્લાં 10 વર્ષમાં વધારીને રૂ. 3,000 કરોડ કરવામાં આવ્યું છે. તેમણે રોહતક-મેહમ-હંસી અને જીંદ-સોનીપત માટે નવી રેલવે લાઇનનો ઉલ્લેખ કર્યો હતો તથા અંબાલા કેન્ટ-દપ્પર જેવી લાઇનને બમણી કરવાનો ઉલ્લેખ કર્યો હતો અને કહ્યું હતું કે, એનાથી જીવનની સરળતામાં વધારો થશે અને સાથે-સાથે વેપાર-વાણિજ્યમાં સરળતા વધશે, જેનાથી લાખો લોકોને લાભ થશે.
પ્રધાનમંત્રીએ રાજ્યમાં પાણી સાથે સંબંધિત સમસ્યાઓનું સમાધાન કરવા માટે રાજ્ય સરકારની કામગીરીની પણ પ્રશંસા કરી હતી, જે અત્યારે સેંકડો બહુરાષ્ટ્રીય કંપનીઓનું ઘર છે, જે યુવાનો માટે રોજગારીનું સર્જન કરે છે.
પીએમ મોદીએ કહ્યું કે જ્યારે ટેક્સટાઇલ અને એપરલ ઉદ્યોગની વાત આવે છે ત્યારે હરિયાણા પોતાનું એક મોટું નામ બનાવી રહ્યું છે, જે 35 ટકાથી વધુ કાર્પેટની નિકાસ કરે છે અને ભારતમાં લગભગ 20 ટકા વસ્ત્રોનું ઉત્પાદન કરે છે. હરિયાણાના ટેક્સટાઇલ ઉદ્યોગને આગળ વધારતા લઘુ ઉદ્યોગોનો ઉલ્લેખ કરીને પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, પાણીપત હાથવણાટનાં ઉત્પાદનો, ફરીદાબાદ ટેક્સટાઇલનાં ઉત્પાદન માટે, ગુરુગ્રામ તૈયાર વસ્ત્રો માટે, સોનીપત ટેકનિકલ ટેક્સટાઇલ માટે અને ભિવાની બિન વણાટ-કાપડ માટે પ્રસિદ્ધ છે. પ્રધાનમંત્રીએ છેલ્લાં 10 વર્ષમાં કેન્દ્ર સરકારે એમએસએમઇ અને લઘુ ઉદ્યોગોને લાખો કરોડ રૂપિયાની સહાય કરી છે તેની જાણકારી આપી હતી, જેના પરિણામે જૂના લઘુ ઉદ્યોગો અને કુટિર ઉદ્યોગો મજબૂત થયા છે, ત્યારે રાજ્યમાં હજારો નવા ઉદ્યોગોની સ્થાપના પણ થઈ છે.
રેવાડીમાં વિશ્વકર્માની પિત્તળની કારીગરી અને હસ્તકળાની કારીગરી પર પ્રકાશ પાડતા પ્રધાનમંત્રીએ 18 વ્યવસાયો સાથે સંબંધિત આ પ્રકારનાં પરંપરાગત કારીગરો માટે પ્રધાનમંત્રી-વિશ્વકર્મા યોજનાનાં શુભારંભ પર પ્રકાશ પાડ્યો હતો. તેમણે માહિતી આપી હતી કે, દેશભરમાં લાખો લાભાર્થીઓ પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજનાનો ભાગ બની રહ્યાં છે અને સરકાર આપણાં પરંપરાગત કારીગરો અને તેમનાં કુટુંબોનાં જીવનમાં પરિવર્તન લાવવા માટે રૂ. 13,000 કરોડનો ખર્ચ કરશે.
પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, "મોદીની ગેરેન્ટી એવા લોકો માટે છે, જેમની પાસે બેંકોને ગેરન્ટી આપવા માટે કંઈ નથી." તેમણે નાના ખેડૂતોને પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ પ્રદાન કરવા, ગરીબો, દલિત, પછાત વર્ગો અને ઓબીસી સમુદાયોને કોલેટરલ-ફ્રી લોન માટે મુદ્રા યોજના અને શેરી વિક્રેતાઓ માટે પ્રધાનમંત્રી સ્વનિધિ યોજનાનો ઉલ્લેખ કર્યો હતો.
રાજ્યમાં મહિલાઓના કલ્યાણનો ઉલ્લેખ કરતા પ્રધાનમંત્રીએ નિઃશુલ્ક ગેસ કનેક્શન અને પાણી પુરવઠાનો ઉલ્લેખ કર્યો હતો તેમજ હરિયાણાની લાખો મહિલાઓ સહિત સ્વસહાય જૂથો સાથે દેશભરની 10 કરોડ મહિલાઓને જોડવાનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે આ સ્વસહાય જૂથો માટે લાખો કરોડ રૂપિયાની આર્થિક સહાયનો પણ ઉલ્લેખ કર્યો હતો. લખપતિ દીદી યોજનાઓ વિશે વાત કરતાં પ્રધાનમંત્રીએ જાણકારી આપી હતી કે, જ્યારે આ વખતનાં બજેટ હેઠળ તેમની સંખ્યા વધારીને 3 કરોડ કરવાની કામગીરી ચાલી રહી છે, ત્યારે અત્યાર સુધીમાં 1 કરોડ મહિલાઓ લખપતિ દીદી બની છે. પ્રધાનમંત્રીએ નમો ડ્રોન દીદી યોજના વિશે પણ વાત કરી હતી, જેમાં મહિલાઓના જૂથોને ખેતીમાં ઉપયોગ માટે કામ કરવા માટે તાલીમ આપવામાં આવી રહી છે, જેથી તેમના માટે વધારાની આવકનું સર્જન થયું છે.
પ્રધાનમંત્રીએ હરિયાણાના પ્રથમ વખતના મતદાતાઓના ઉજ્જવળ ભવિષ્ય પર ભાર મૂકતા કહ્યું હતું કે, "હરિયાણા અદભૂત સંભાવનાઓનું રાજ્ય છે." તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, ડબલ એન્જિન ધરાવતી સરકાર હરિયાણાને વિકસિત રાજ્ય બનાવવા અને ટેકનોલોજી હોય કે ટેક્સટાઇલ, પ્રવાસન કે વેપાર દરેક ક્ષેત્રમાં રોજગારીની નવી તકો ઊભી કરવા આતુર છે. પ્રધાનમંત્રીએ અંતમાં જણાવ્યું હતું કે, "હરિયાણા રોકાણ માટે એક સારા રાજ્ય તરીકે ઉભરી રહ્યું છે અને રોકાણ વધારવાનો અર્થ એ છે કે રોજગારીની નવી તકોમાં વધારો થયો છે."
આ પ્રસંગે હરિયાણાનાં રાજ્યપાલ બંડારુ દત્તાત્રેય અને હરિયાણાનાં મુખ્યમંત્રી શ્રી મનોહરલાલ ખટ્ટર પણ ઉપસ્થિત રહ્યાં હતાં, જેમાં હરિયાણા સરકારનાં અન્ય મંત્રીઓ અને ધારાસભ્યો સામેલ હતાં.
પાર્શ્વ ભાગ
પ્રધાનમંત્રીએ આશરે રૂ. 5450 કરોડનાં ખર્ચે વિકસિત થનાર ગુરુગ્રામ મેટ્રો રેલ પ્રોજેક્ટનો શિલાન્યાસ કર્યો હતો. કુલ 28.5 કિલોમીટરની લંબાઈ ધરાવતો આ પ્રોજેક્ટ મિલેનિયમ સિટી સેન્ટરને ઉદ્યોગ વિહારના ફેઝ-5 સાથે જોડશે અને સાયબર સિટી નજીક મોલસારી એવન્યુ સ્ટેશન પર રેપિડ મેટ્રો રેલ ગુરુગ્રામના હાલના મેટ્રો નેટવર્કમાં ભળી જશે. દ્વારકા એક્સપ્રેસ વે પર પણ તેની સ્પર હશે. આ પ્રોજેક્ટ નાગરિકોને વૈશ્વિક કક્ષાની પર્યાવરણને અનુકૂળ સામૂહિક ઝડપી શહેરી પરિવહન વ્યવસ્થા પ્રદાન કરવાનાં પ્રધાનમંત્રીનાં વિઝનને સાકાર કરવાની દિશામાં મહત્ત્વપૂર્ણ પગલું છે.
સમગ્ર દેશમાં જાહેર આરોગ્ય સાથે સંબંધિત માળખાગત સુવિધાઓને મજબૂત કરવાનાં પ્રધાનમંત્રીનાં વિઝનને અનુરૂપ હરિયાણામાં રેવાડીમાં ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેડિકલ સાયન્સિસ (એઈમ્સ)નો શિલાન્યાસ થઈ રહ્યો છે. આશરે રૂ. 1650 કરોડના ખર્ચે તૈયાર થનારી એઈમ્સ રેવાડીને રેવાડીના માજરા મુસ્તિલ ભાલખી ગામમાં 203 એકર જમીન પર વિકસાવવામાં આવશે. તેમાં 720 પથારીઓ ધરાવતું હોસ્પિટલ સંકુલ, 100 બેઠકો ધરાવતી મેડિકલ કોલેજ, 60 બેઠકો ધરાવતી નર્સિંગ કોલેજ, 30 પથારી ધરાવતો આયુષ બ્લોક, ફેકલ્ટી અને સ્ટાફ માટે રહેણાંક, યુજી અને પીજીના વિદ્યાર્થીઓ માટે હોસ્ટેલમાં રહેવાની સગવડ, નાઇટ શેલ્ટર, ગેસ્ટ હાઉસ, ઓડિટોરિયમ વગેરે સુવિધાઓ હશે. પ્રધાનમંત્રી સ્વાસ્થ્ય સુરક્ષા યોજના (પીએમએસએસવાય) હેઠળ સ્થપાયેલી એઈમ્સ રેવાડી હરિયાણાના લોકોને વિસ્તૃત, ગુણવત્તાયુક્ત અને સંપૂર્ણ તૃતિયક આરોગ્ય સેવાઓ પૂરી પાડશે. આ સુવિધાઓમાં 18 વિશેષતાઓમાં દર્દીની સારસંભાળની સેવાઓ અને કાર્ડિયોલોજી, ગેસ્ટ્રોએન્ટેરોલોજી, નેફ્રોલોજી, યુરોલોજી, ન્યુરોલોજી, ન્યુરોસર્જરી, મેડિકલ ઓન્કોલોજી, સર્જિકલ ઓન્કોલોજી, એન્ડોક્રિનોલોજી, બર્ન્સ અને પ્લાસ્ટિક સર્જરી સહિત 17 સુપર સ્પેશિયાલિટીઝ સામેલ છે. ઇન્સ્ટિટ્યૂટમાં ઇન્ટેન્સિવ કેર યુનિટ, ઇમરજન્સી અને ટ્રોમા યુનિટ, 16 મોડ્યુલર ઓપરેશન થિયેટર્સ, ડાયગ્નોસ્ટિક લેબોરેટરીઝ, બ્લડ બેંક, ફાર્મસી વગેરે સુવિધાઓ પણ ઉપલબ્ધ થશે. હરિયાણામાં એઈમ્સની સ્થાપના એ હરિયાણાના લોકોને વિસ્તૃત, ગુણવત્તાયુક્ત અને સંપૂર્ણ તૃતિયક સંભાળ આરોગ્ય સેવાઓ પ્રદાન કરવામાં એક મહત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ છે.
પ્રધાનમંત્રીએ કુરુક્ષેત્રમાં નવનિર્મિત અનુભવ કેન્દ્ર જ્યોતિસરનું ઉદઘાટન કર્યું હતું. આ પ્રાયોગિક સંગ્રહાલય લગભગ 240 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યું છે. આ મ્યુઝિયમ 17 એકરમાં ફેલાયેલું છે, જેમાં 1,00,000 ચોરસ ફૂટની ઇન્ડોર સ્પેસનો સમાવેશ થાય છે. તે આબેહૂબ રીતે મહાભારતની મહાકાવ્ય કથા અને ગીતાના ઉપદેશોને જીવંત બનાવશે. આ મ્યુઝિયમમાં અત્યાધુનિક ટેકનોલોજીનો પણ લાભ લેવામાં આવ્યો છે, જેમાં ઓગમેન્ટેડ રિયાલિટી (એઆર), 3ડી લેસર અને પ્રોજેક્શન મેપિંગનો સમાવેશ થાય છે, જેથી મુલાકાતીઓના અનુભવને સમૃદ્ધ બનાવી શકાય. જ્યોતિસર, કુરુક્ષેત્ર એ પવિત્ર સ્થળ છે જ્યાં ભગવાન શ્રીકૃષ્ણએ ભગવદ્ ગીતાનું શાશ્વત જ્ઞાન અર્જુનને આપ્યું હતું.
પ્રધાનમંત્રીએ વિવિધ રેલવે પ્રોજેક્ટનો શિલાન્યાસ અને લોકાર્પણ પણ કર્યું હતું. જે પરિયોજનાઓનો શિલાન્યાસ કરવામાં આવશે, તેમાં રેવાડી-કઠુઆ રેલવે લાઇનને બમણી કરવાની યોજના (27.73 કિલોમીટર) સામેલ છે. કઠુઆ-નારનૌલ રેલવે લાઇનનું ડબલિંગ (24.12 કિલોમીટર) ભિવાની-દોભ ભાલી રેલવે લાઇનનું ડબલિંગ (42.30 કિલોમીટર) અને માંહેરુ-બાવાની ખેરા રેલવે લાઇનનું ડબલિંગ (31.50 કિલોમીટર) કરશે. આ રેલ્વે લાઇનોને બમણી કરવાથી આ ક્ષેત્રમાં રેલ્વે માળખાગત સુવિધામાં વધારો થશે અને પેસેન્જર અને નૂર બંને ટ્રેનોને સમયસર ચલાવવામાં મદદ મળશે. પ્રધાનમંત્રીએ રોહતક-મેહમ-હંસી રેલવે લાઇન (68 કિલોમીટર) દેશને સમર્પિત કરી હતી, જે રોહતક અને હિસાર વચ્ચેનાં પ્રવાસનાં સમયમાં ઘટાડો કરશે. તેમણે રોહતક-મેહમ-હંસી સેક્શનમાં ટ્રેન સેવાને પણ લીલી ઝંડી આપી હતી, જેનાથી રોહતક અને હિસાર વિસ્તારમાં રેલવે કનેક્ટિવિટીમાં સુધારો થશે, જેનાથી રેલવે પ્રવાસીઓને લાભ થશે.
विकसित भारत बनाने के लिए हरियाणा का विकसित होना बहुत ज़रूरी है: PM @narendramodi pic.twitter.com/06onISw92h
— PMO India (@PMOIndia) February 16, 2024
आज पूरा विश्व भारत में निवेश के लिए उत्सुक है।
— PMO India (@PMOIndia) February 16, 2024
और निवेश के लिए हरियाणा एक उत्तम राज्य बनकर उभर रहा है: PM @narendramodi pic.twitter.com/U6nrCMt2gx