Quote“ગયા વર્ષે, ભારતમાં મોબાઇલ ચુકવણીઓની સંખ્યા પહેલી વખત ATM રોકડ ઉપાડ કરતાં વધી ગઇ હતી”
Quote“ડિજિટલ ઇન્ડિયા હેઠળ પરિવર્તનકારી પહેલોના કારણે સુશાસનમાં લાગુ કરવા માટેના આવિષ્કારી ફિનટેક ઉકેલો માટેનાં દ્વાર ખુલ્યાં છે”
Quote“હવે આ ફિનટેક પહેલોને ફિનટેક ક્રાંતિમાં પરિવર્તિત કરવાનો સમય આવી ગયો છે. એવી ક્રાંતિ કે જે દેશની પ્રત્યેક વ્યક્તિને નાણાંકીય સશક્તિકરણ પ્રાપ્ત કરવામાં મદદરૂપ થાય”
Quote“ભરોસો મતલબ કે તમારે ખાતરી કરવી જરૂરી છે કે લોકોના હિતો સુરક્ષિત છે. ફિનટેક સુરક્ષા આવિષ્કારો વગર ફિનટેક આવિષ્કાર અધુરા છે”
Quote“આપણા ડિજિટલ જાહેર માળખાકીય સુવિધા ઉકેલો દુનિયાભરમાં લોકોના જીવનમાં સુધારો લાવી શકે છે”
Quote“ગિફ્ટ સિટી માત્ર એક પરિસર નથી પરંતુ, તે ભારતને પ્રસ્તુત કરે છે. તે ભારતના લોકશાહી મૂલ્યો, માગ, વસતી વિષયક અને વિવિધતા પ્રસ્તુત કરે છે. તે વિચારો, આવિષ્કાર અને રોકાણ બાબતે ભારતની મુક્તતા પ્રસ્તુત કરે છે”
Quote“નાણાં એ અર્થતંત્રનું જીવન રક્ત છે અને ટેકનોલોજી તેની વાહક છે. અંત્યોદય પ્રાપ્ત કરવા માટે બંને સમાન રીતે મહત્વપૂર્ણ છે”

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ વીડિયો કોન્ફરન્સના માધ્યમથી વિચારશીલ નેતૃત્વ મંચ ‘ઇન્ફિનિટી ફોરમ’નું ઉદ્ધાટન કર્યું હતું.

આ પ્રસંગે ઉપસ્થિતોને સંબોધન કરતા પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, ચલણનો ઇતિહાસ પ્રચંડ ઉત્ક્રાંતિ બતાવે છે. પ્રધાનમંત્રીએ માહિતી આપી હતી કે, ગયા વર્ષે ભારતમાં પહેલી વખત મોબાઇલ દ્વારા ચુકવણીઓનો આંકડો ATM દ્વારા રોકડ રકમના ઉપાડ કરતાં વધારે નોંધાયો હતો. સંપૂર્ણ ડિજિટલ બેંકો, કોઇપણ ભૌતિક શાખા કચેરીઓ વગર પહેલાંથી જ ખરેખરમાં અમલમાં આવી ગઇ છે અને એક દાયકા કરતાં ઓછા સમયમાં એક સામાન્ય સ્થળ બની શકે છે તેમણે ઉમેર્યું હતું કે, “જેમ જેમ માનવજાતની ઉત્ક્રાંતિ થઇ તેમ, લેવડદેવડના સ્વરૂપોમાં પણ પરિવર્તન આવ્યું છે. સાટા પદ્ધતિથી લઇને ધાતુ અને સિક્કાથી લઇને ચલણી નોટ, ચેકથી લઇને કાર્ડ સુધી આપણે આજે પહોંચી ગયા છીએ.”

પ્રધાનમંત્રીએ નોંધ્યું હતું કે, ભારતે દુનિયા સમક્ષ પુરવાર કરી બતાવ્યું છે કે, જ્યારે ટેકનોલોજીને અપનાવવાની અથવા તેને લગતા આવિષ્કાર કરવાની વાત આવે ત્યારે ભારત બીજા કોઇનાથી પાછું પડે તેમ નથી. ડિજિટલ ઇન્ડિયા અંતર્ગત હાથ ધરવામાં આવેલી પરિવર્તનકારી પહેલોના કારણે સુશાસનમાં અમલ કરવા માટેના આવિષ્કારી ફિનટેક ઉકેલો માટેના દ્વાર ખુલ્લા થયા છે. પ્રધાનમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, હવે આ ફિનટેક પહેલોને ફિનટેક ક્રાંતિમાં પરિવર્તિત કરવાનો સમય આવી ગયો છે. તેમણે વધુમાં કહ્યું હતું કે, “એક એવી ક્રાંતિ કે જે દેશના પ્રત્યેક નાગરિકને નાણાકીય સશક્તિકરણ પ્રાપ્ત કરવામાં મદદરૂપ થઇ શકે તેનો સમય આવી ગયો છે.”

કેવી રીતે ટેકનોલોજી નાણાકીય સમાવેશીતા માટે ઉત્પ્રેરક બની તે સમજાવતા શ્રી મોદીએ ટાંક્યું હતું કે, 2014માં 50% કરતાં ઓછા ભારતીયો પાસે બેંકમાં ખાતા હતા જ્યારે છેલ્લા 7 વર્ષમાં જન ધન યોજના અંતર્ગત 430 મિલિયન જન ધન ખાતા સાથે લગભગ આ યોજના સાર્વત્રિક રીતે પ્રસરી ગઇ છે. તેમણે છેલ્લા વર્ષમાં 690 મિલિયન રૂપે કાર્ડ્સ દ્વારા થયેલા 1.3 અબજ વ્યવહારો; ફક્ત એક જ મહિનામાં અંદાજે 4.2 અબજ વ્યવહારો માટે UPI પ્રોસેસિંગ; દર મહિને GST પોર્ટલ પર લગભગ 300 મિલિયન ઇનવોઇસ અપલોડ થઇ રહ્યા હોવાની કામગીરી; મહામારી હોવા છતાં પણ, અંદાજે 1.5 મિલિયન રેલવે ટિકિટોનું દરરોજ ઑનલાઇન બુકિંગ; ગયા વર્ષે ફાસ્ટેગ દ્વારા 1.3 અબજ અવરોધરહિત વ્યવહારોની પ્રક્રિયા; PM સ્વનિધિ દ્વારા દેશમાં નાના ફેરિયાઓ સુધી ધીરાણની પહોંચની શરૂઆત; e-RUPIના કારણે કોઇપણ પ્રકારની ઉણપ વગર ચોક્કસ સેવાની લક્ષિત લોકો સુધી ડિલિવરી જેવી વિવિધ પહેલો ગણાવી હતી.

પ્રધાનમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, નાણાકીય સમાવેશીતા એ ફિનટેક ક્રાંતિનું ચાલકબળ છે. આ અંગે વધારે સ્પષ્ટતા કરતા પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, ફિનટેક 4 આધારસ્તંભ પર આધારિત છે, જે: આવક, રોકાણ, વીમો અને સંસ્થાગત ધીરાણ છે. પ્રધાનમંત્રીએ આ બાબત સમજાવતા કહ્યું હતું કે, “જ્યારે આવકમાં વધારો થાય છે, ત્યારે રોકાણ શક્ય બને છે. વીમા કવરેજ રોકાણોમાં વધારે જોખમ લેવાનું સામર્થ્ય પ્રદાન કરે છે. સંસ્થાગત ધીરાણ વિસ્તરણ માટે નવી પાંખો આપે છે. અને અમે આ દરેક આધારસ્તંભ પર કામ કર્યું છે. જ્યારે આ તમામ પરિબળો એકસાથે આવી જાય, ત્યારે તમને અચાનક નાણાકીય ક્ષેત્રમાં ઘણા વધુ લોકો ભાગ લેતા જોવા મળે છે.”

પ્રધાનમંત્રીએ ખાસ ભારપૂર્વક જણાવ્યું હતું કે, વ્યાપક જનસમુદાયમાં આ આવિષ્કારોની વ્યાપક સ્વીકૃતિને ધ્યાનમાં રાખીને તેમને ફિનટેકમાં ભરોસો બેસે તે ખૂબ જ મહત્વપૂર્ણ છે. સામાન્ય ભારતીય લોકોએ ડિજિટલ ચુકવણીઓ અને આવી ટેકનોલોજીઓને અપનાવીને આપણી ફિનટેક ઇકોસિસ્ટમમાં અપાર વિશ્વાસ બતાવ્યો છે. તેમણે કહ્યું હતું કે, “આ ભરોસો એક જવાબદારી છે. ભરોસાનો મતલબ એવો છે કે, તમારે ખાતરી કરવી જરૂરી છે કે લોકોના હિતો સુરક્ષિત છે. ફિનટેક સુરક્ષા આવિષ્કારો વગર ફિનટેક આવિષ્કાર અધુરા રહેશે.”

પ્રધાનમંત્રીએ ફિનટેક ક્ષેત્રમાં ભારતના અનુભવની વ્યાપક સ્વીકૃતિ અંગે ટિપ્પણી કરી હતી. તેમણે ભારતની પોતાના અનુભવો અને તજજ્ઞતાનું દુનિયા સાથે આદાનપ્રદાન કરવાની વૃત્તિ અને અન્ય લોકો પાસેથી શીખવાની ઝંખના પર વિશેષ ભાર મૂક્યો હતો. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, “આપણા ડિજિટલ જાહેર માળખાકીય સુવિધા ઉકેલો સમગ્ર દુનિયામાં લોકોના જીવનમાં સુધારો લાવી શકે છે.”

પ્રધાનમંત્રીએ ટિપ્પણી કરી હતી કે, ગિફ્ટ સિટી માત્ર એક પરિસર નથી પરંતુ, તે ભારતને પ્રસ્તુત કરે છે. તે ભારતના લોકશાહી મૂલ્યો, માગ, વસતી વિષયક અને વિવિધતા પ્રસ્તુત કરે છે. તે વિચારો, આવિષ્કાર અને રોકાણ બાબતે ભારતની મુક્તતા પ્રસ્તુત કરે છે. ગિફ્ટ સિટી વૈશ્વિક ફિનટેક વિશ્વનું પ્રવેશદ્વાર છે.

પ્રધાનમંત્રીએ પોતાના સંબોધનના સમાપનમાં કહ્યું હતું કે, “નાણાં એ અર્થતંત્રનું જીવન રક્ત છે અને ટેકનોલોજી તેની વાહક છે. “અંત્યોદય અને સર્વોદય” પ્રાપ્ત કરવા માટે બંને સમાન રીતે મહત્વપૂર્ણ છે.”

આ કાર્યક્રમ ભારત સરકારના નેજા હેઠળ આંતરરાષ્ટ્રીય નાણાકીય સેવા કેન્દ્ર સત્તામંડળ (IFSCA) દ્વારા ગિફ્ટ સિટી અને બ્લૂમ્બર્ગના સહયોગથી 3 અને 4 ડિસેમ્બર 2021ના રોજ યોજવામાં આવ્યો છે. આ મંચના પ્રથમ સંસ્કરણમાં અન્ય ભાગીદાર દેશોમાં ઇન્ડોનેશિયા, દક્ષિણ આફ્રિકા અને U.K. છે.

ઇન્ફિનિટી મંચ નીતિ, વેપાર અને ટેકનોલોજી ક્ષેત્ર સાથે સંકળાયેલા દુનિયાના અગ્રણી બૌદ્ધિકોને એકસાથે લાવશે અને વ્યાપકપણે માનવજાતની સેવા કરવા માટે ફિનટેક ઉદ્યોગ દ્વારા કેવી રીતે ટેકનોલોજી અને આવિષ્કારોનો લાભ ઉઠાવી શકાય તે અંગે વિગતવાર ચર્ચા કરવા તેમજ તે દિશામાં કાર્યવાહી કરવા માટે યોગ્ય સમજ પ્રદાન કરશે.

આ મંચના મૂળ એજન્ડામાં 'બિયોન્ડ' થીમ પર ધ્યાન કેન્દ્રીત કરવામાં આવ્યું છે; નાણાકીય સમાવેશીતાને પ્રોત્સાહન આપવા માટે વૈશ્વિક હિસ્સાના વિકાસમાં ભૌગોલિક સરહદોથી આગળ વધીને સરકારો અને વ્યવસાયો દ્વારા આપવામાં આવતા ધ્યાનની મદદથી ‘ફિનટેક બિયોન્ડ બાઉન્ડ્રીઝ’ (સરહદોથી આગળ ફિનટેક); દીર્ઘકાલિન વિકાસને આગળ લઇ જવા માટે સ્પેસ ટેક, ગ્રીન ટેક અને એગ્રીટેક જેવા ઉભરતા ક્ષેત્રો સાથે એકકેન્દ્રીતા રાખીને ‘ફિનટેક બિયોન્ડ ફાઇનાન્સ’ (ફાઇનાન્સથી આગળ ફિનટેક); અને કેવી રીતે ક્વૉન્ટમ કમ્પ્યૂટિંગ ભવિષ્યમાં ફિનટેક ઉદ્યોગ પર પ્રભાવ પાડી શકે છે અને નવી તકોને પ્રોત્સાહન આપી શકે છે તે સાથે ‘ફિનટેક બિયોન્ડ નેક્સ્ટ’ (ભવિષ્યથી આગળ ફિનટેક) જેવી વિવિધ પેટા થીમ્સ સામેલ કરવામાં આવી છે.

આ મંચમાં 70 દેશોમાંથી પ્રતિનિધિઓ ભાગ લઇ રહ્યા છે.

સંપૂર્ણ ટેક્સ્ટ સ્પીચ વાંચવા માટે અહીં ક્લિક કરો

  • krishangopal sharma Bjp January 17, 2025

    नमो नमो 🙏 जय भाजपा 🙏🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹
  • krishangopal sharma Bjp January 17, 2025

    नमो नमो 🙏 जय भाजपा 🙏🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷
  • krishangopal sharma Bjp January 17, 2025

    नमो नमो 🙏 जय भाजपा 🙏🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌷
  • Reena chaurasia September 07, 2024

    bjp
  • Rakesh meena February 06, 2024

    तभी तो लोग मोदी को चुनते हैं
  • Mahendra singh Solanki Loksabha Sansad Dewas Shajapur mp December 09, 2023

    नमो नमो नमो नमो नमो नमो नमो नमो नमो नमो नमो नमो नमो नमो
  • Rajneesh Mishra October 12, 2022

    जय श्री राम
  • n.d.mori August 07, 2022

    Namo Namo Namo Namo Namo Namo Namo 🌹
  • G.shankar Srivastav August 02, 2022

    नमस्ते
  • Jayanta Kumar Bhadra June 30, 2022

    Jay Sri Krishna
Explore More
78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ
India's first microbiological nanosat, developed by students, to find ways to keep astronauts healthy

Media Coverage

India's first microbiological nanosat, developed by students, to find ways to keep astronauts healthy
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
Prime Minister Narendra Modi greets the people of Arunachal Pradesh on their Statehood Day
February 20, 2025

The Prime Minister, Shri Narendra Modi has extended his greetings to the people of Arunachal Pradesh on their Statehood Day. Shri Modi also said that Arunachal Pradesh is known for its rich traditions and deep connection to nature. Shri Modi also wished that Arunachal Pradesh may continue to flourish, and may its journey of progress and harmony continue to soar in the years to come.

The Prime Minister posted on X;

“Greetings to the people of Arunachal Pradesh on their Statehood Day! This state is known for its rich traditions and deep connection to nature. The hardworking and dynamic people of Arunachal Pradesh continue to contribute immensely to India’s growth, while their vibrant tribal heritage and breathtaking biodiversity make the state truly special. May Arunachal Pradesh continue to flourish, and may its journey of progress and harmony continue to soar in the years to come.”