Quoteનાગરનાર ખાતે એનએમડીસી સ્ટીલ લિમિટેડનો સ્ટીલ પ્લાન્ટ અર્પણ કર્યો
Quoteજગદલપુર રેલવે સ્ટેશનના અપગ્રેડેશન માટે શિલારોપણ કર્યું
Quoteછત્તિસગઢમાં અનેક રેલ અને માર્ગ ક્ષેત્રના પ્રોજેક્ટનો શિલાન્યાસ અને લોકાર્પણ કર્યું
Quoteતરોકી- રાયપુર ડેમુ ટ્રેન સેવાને લીલી ઝંડી આપી
Quoteપ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, "વિકસિત ભારતનું સપનું ત્યારે જ સાકાર થશે જ્યારે દેશનાં દરેક રાજ્ય, દરેક જિલ્લો અને દરેક ગામનો વિકાસ થશે."
Quote"વિકસિત ભારત ભૌતિક માટે, સામાજિક અને ડિજિટલ માળખું ભવિષ્યની જરૂરિયાતો અનુસાર હોવું જોઈએ"
Quote"છત્તીસગઢને સ્ટીલનું ઉત્પાદન કરતું મોટું રાજ્ય હોવાનો લાભ મળી રહ્યો છે."
Quote"બસ્તરમાં બનાવવામાં આવતું સ્ટીલ આપણી સેનાને મજબૂત બનાવશે અને સંરક્ષણ નિકાસમાં પણ ભારતની મજબૂત હાજરી રહેશે."
Quoteઅમૃત ભારત સ્ટેશન યોજના હેઠળ છત્તીસગઢના 30થી વધુ સ્ટેશનોને અપગ્રેડ કરવામાં આવી રહ્યા છે
Quoteપ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, "છત્તીસગઢના લોકોનું જીવન સરળ બનાવવા માટે સરકાર શક્ય તમામ પ્રયાસો કરી રહી છે."
Quoteપ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, "છત્તીસગઢની વિકાસયાત્રાને સરકાર ટેકો

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે છત્તીસગઢનાં બસ્તરનાં જગદલપુરમાં આશરે રૂ. 27,000 કરોડનાં મૂલ્યની વિવિધ વિકાસ પરિયોજનાઓનો શિલાન્યાસ અને લોકાર્પણ કર્યું હતું. આ પરિયોજનાઓમાં બસ્તર જિલ્લાના નગરનારમાં એનએમડીસી સ્ટીલ લિમિટેડના સ્ટીલ પ્લાન્ટને 23,800 કરોડ રૂપિયાથી વધુના મૂલ્યના અનેક રેલવે અને માર્ગ ક્ષેત્રના પરિયોજનાઓની સાથે સમર્પિત કરવાનો પણ સમાવેશ થાય છે. તેમણે તરોકી– રાયપુર ડેમુ ટ્રેન સર્વિસને પણ લીલી ઝંડી આપી હતી.

 

|

અહીં ઉપસ્થિત જનમેદનીને સંબોધતા પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, વિકસિત ભારતનું સ્વપ્ન ત્યારે જ સાકાર થશે જ્યારે દેશનાં દરેક રાજ્ય, દરેક જિલ્લો અને દરેક ગામનો વિકાસ થશે. તેમણે જણાવ્યું હતું કે, આજની કિંમતનાં આશરે 27,000 કરોડનાં મૂલ્યનાં વિવિધ પ્રોજેક્ટ આ સંકલ્પોને પૂર્ણ કરવા માટે શરૂ કરવામાં આવ્યાં છે તથા છત્તીસગઢનાં લોકોને વિકાસલક્ષી પ્રોજેક્ટ માટે અભિનંદન આપ્યાં હતાં. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, વિકસિત ભારત ભૌતિક માટે સામાજિક અને ડિજિટલ માળખું ભવિષ્યની જરૂરિયાતોને અનુરૂપ હોવું જોઈએ. તેમણે માહિતી આપી હતી કે, માળખાગત સુવિધા માટે આ વર્ષે 10 લાખ કરોડનો ખર્ચ થશે, જે છ ગણો વધારે છે.

રેલવે, રોડ, એરપોર્ટ, પાવર પ્રોજેક્ટ્સ, પરિવહન, ગરીબો માટે ઘર તથા શૈક્ષણિક અને હેલ્થકેર સંસ્થાઓ જેવા વિવિધ પ્રોજેક્ટોમાં સ્ટીલનાં મહત્ત્વ પર ભાર મૂકીને પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, સરકારે છેલ્લાં 9 વર્ષમાં સ્ટીલનાં ઉત્પાદનમાં દેશને આત્મનિર્ભર બનાવવા માટે અનેક પગલાં લીધા છે. પ્રધાનમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, "છત્તીસગઢ સ્ટીલનું ઉત્પાદન કરતું મોટું રાજ્ય હોવાનો લાભ લઈ રહ્યું છે." તેમણે આજે નાગરનારમાં સૌથી આધુનિક સ્ટીલ પ્લાન્ટમાંના એકના ઉદઘાટન પર ભાર મૂક્યો હતો. તેમણે કહ્યું કે આ પ્લાન્ટમાં ઉત્પાદિત સ્ટીલ રાષ્ટ્રના ઓટોમોબાઈલ, એન્જિનિયરિંગ અને સંરક્ષણ ઉત્પાદન ક્ષેત્રને નવી ઉર્જા આપશે. શ્રી મોદીએ જણાવ્યું હતું કે, "બસ્તરમાં ઉત્પાદિત સ્ટીલ સંરક્ષણ નિકાસને વેગ આપવાની સાથે સશસ્ત્ર દળોને મજબૂત બનાવશે." તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, સ્ટીલ પ્લાન્ટ બસ્તર અને તેની આસપાસનાં વિસ્તારોમાંથી આશરે 50,000 યુવાનોને રોજગારીની તકો પ્રદાન કરશે. તેમણે ઉમેર્યું હતું કે, "નવો સ્ટીલ પ્લાન્ટ કેન્દ્ર સરકાર દ્વારા બસ્તર જેવા મહત્વાકાંક્ષી જિલ્લાઓનાં વિકાસને પ્રાથમિકતા આપવા નવી ગતિ આપશે."

 

|

કેન્દ્ર સરકારનાં જોડાણ પર ધ્યાન કેન્દ્રીત કરવાનો ઉલ્લેખ કરીને પ્રધાનમંત્રીએ છત્તીસગઢમાં આર્થિક કોરિડોર અને આધુનિક રાજમાર્ગોનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે એવી માહિતી પણ આપી હતી કે, વર્ષ 2014ની સરખામણીમાં છત્તીસગઢનાં રેલવે બજેટમાં આશરે 20 ગણો વધારો કરવામાં આવ્યો છે. તેમણે કહ્યું કે આઝાદીના આટલા વર્ષો પછી તરોકીને નવી રેલ્વે લાઇનની ભેટ મળી રહી છે. નવી ડેમુ ટ્રેને દેશના રેલવે મેપ પર તરોકીને જોડ્યા છે, જેના કારણે રાજધાની રાયપુરની યાત્રા કરવામાં સરળતા રહેશે. જગદલપુર અને દંતેવાડા વચ્ચે રેલવે લાઇન ડબલિંગ પ્રોજેક્ટ લોજિસ્ટિક્સ ખર્ચમાં ઘટાડો કરશે અને મુસાફરીમાં સરળતા લાવશે.

પ્રધાનમંત્રીએ ખુશી વ્યક્ત કરી હતી કે, છત્તીસગઢ રેલવે ટ્રેકનું 100 ટકા વિદ્યુતીકરણ પૂર્ણ કરી ચૂક્યું છે. રાજ્યમાં વંદે ભારત ટ્રેન પણ કાર્યરત છે. અમૃત ભારત સ્ટેશન યોજના હેઠળ છત્તીસગઢના 30થી વધુ સ્ટેશનોને અપગ્રેડ કરવામાં આવી રહ્યા છે. જેમાંથી ૭ સ્ટેશનોના રિડેવલપમેન્ટનું ખાતમુહૂર્ત થઈ ચૂક્યું છે. બિલાસપુર, રાયપુર અને દુર્ગ સ્ટેશનની સાથે-સાથે આજે જગદલપુર સ્ટેશનને પણ આ યાદીમાં સામેલ કરવામાં આવ્યું છે." "આગામી દિવસોમાં, જગદલપુર સ્ટેશન શહેરનું મુખ્ય કેન્દ્ર બનશે અને અહીં મુસાફરોની સુવિધાઓને અપગ્રેડ કરવામાં આવશે. છેલ્લાં નવ વર્ષમાં રાજ્યમાં 120થી વધારે સ્ટેશનો પર નિઃશુલ્ક વાઇ-ફાઇ સુવિધા પ્રદાન કરવામાં આવી છે."

 

|

"છત્તીસગઢના લોકો માટે જીવન સરળ બનાવવા માટે સરકાર શક્ય તમામ પ્રયાસો કરી રહી છે." શ્રી મોદીએ નોંધ્યું હતું કે, આજની વિવિધ પરિયોજનાઓથી વિકાસની ગતિ વધશે, રોજગારીની નવી તકોનું સર્જન થશે અને રાજ્યમાં નવા ઉદ્યોગોને પ્રોત્સાહન મળશે. સંબોધનના સમાપનમાં પ્રધાનમંત્રીએ ખાતરી આપી હતી કે, સરકાર છત્તીસગઢની વિકાસયાત્રાને ટેકો આપવાનું ચાલુ રાખશે અને રાજ્ય દેશનું ભાગ્ય બદલવામાં પોતાની ભૂમિકા અદા કરશે. તેમણે આ પ્રસંગે રાજ્યનું પ્રતિનિધિત્વ કરવા બદલ અને રાજ્યનાં વિકાસ માટે વિચારશીલ રહેવા બદલ છત્તીસગઢનાં રાજ્યપાલ શ્રી બિસ્વાભૂષણ હરિચંદનનો આભાર માન્યો હતો.

આ પ્રસંગે છત્તીસગઢનાં રાજ્યપાલ શ્રી બિસ્વભૂષણ હરિચંદન અને સાંસદ શ્રી મોહન મંડાવી ઉપસ્થિત રહ્યાં હતાં.

પાશ્વભૂમિ

ભારતના વિઝનને મોટું પ્રોત્સાહન પૂરું પાડનારા એક પગલાના ભાગરૂપે પ્રધાનમંત્રીએ બસ્તર જિલ્લામાં નાગરનાર ખાતે એનએમડીસી સ્ટીલ લિમિટેડનો સ્ટીલ પ્લાન્ટ દેશને સમર્પિત કર્યો હતો. 23,800 કરોડથી વધુના ખર્ચે નિર્મિત આ સ્ટીલ પ્લાન્ટ ગ્રીનફિલ્ડ પ્રોજેક્ટ છે જે ઉચ્ચ ગુણવત્તાયુક્ત સ્ટીલનું ઉત્પાદન કરશે. નાગરનાર ખાતે એનએમડીસી સ્ટીલ લિમિટેડનો સ્ટીલ પ્લાન્ટ તેમજ આનુષંગિક અને ડાઉનસ્ટ્રીમ ઉદ્યોગોમાં હજારો લોકોને રોજગારની તકો પૂરી પાડશે. તે બસ્તરને વિશ્વના સ્ટીલ નકશા પર મૂકશે અને આ ક્ષેત્રના સામાજિક-આર્થિક વિકાસને વેગ આપશે.

 

|

સમગ્ર દેશમાં રેલવેની માળખાગત સુવિધામાં સુધારો લાવવાના પ્રધાનમંત્રીના વિઝનને અનુરૂપ આ કાર્યક્રમ દરમિયાન વિવિધ રેલ પરિયોજનાઓનો શિલાન્યાસ અને દેશને સમર્પિત કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. પ્રધાનમંત્રીએ અંતાગઢ અને તારોકી વચ્ચે નવી રેલવે લાઇન તથા જગદલપુર અને દંતેવાડા વચ્ચે રેલવે લાઇન ડબલિંગ પ્રોજેક્ટ દેશને સમર્પિત કર્યો હતો. તેમણે અમૃત ભારત સ્ટેશન યોજના અંતર્ગત બોરીદાંડ- સૂરજપુર રેલવે લાઇન ડબલિંગ પ્રોજેક્ટ અને જગદલપુર સ્ટેશનનાં પુનર્વિકાસનો શિલાન્યાસ કર્યો હતો. પ્રધાનમંત્રીએ તરોકી-રાયપુર ડેમુ ટ્રેન સર્વિસને પણ લીલી ઝંડી આપી હતી. આ રેલ પ્રોજેક્ટ્સથી રાજ્યના આદિજાતિ વિસ્તારોમાં કનેક્ટિવિટીમાં સુધારો થશે. રેલવેનું માળખું સુધારવાથી અને નવી ટ્રેન સેવાથી સ્થાનિક લોકોને લાભ થશે અને આ ક્ષેત્રના આર્થિક વિકાસમાં મદદ મળશે.

પ્રધાનમંત્રીએ રાષ્ટ્રીય ધોરીમાર્ગ – 43ના 'કુંકુરીથી છત્તીસગઢ-ઝારખંડ સરહદી વિભાગ' સુધીના માર્ગ અપગ્રેડેશન પ્રોજેક્ટને પણ રાષ્ટ્રને સમર્પિત કર્યો હતો. નવા રોડથી રોડ કનેક્ટિવિટીમાં સુધારો થશે, જેનો લાભ આ વિસ્તારના લોકોને મળશે.

 

સંપૂર્ણ ટેક્સ્ટ સ્પીચ વાંચવા માટે અહીં ક્લિક કરો

  • ANKUR SHARMA September 07, 2024

    नया भारत-विकसित भारत..!! मोदी है तो मुमकिन है..!! 🇮🇳🙏
  • Mahendra singh Solanki Loksabha Sansad Dewas Shajapur mp November 03, 2023

    Jay shree Ram
  • S Babu October 04, 2023

    🙏
  • Babaji Namdeo Palve October 04, 2023

    Jai Hind Jai Bharat
  • Mayank Maheshwari October 03, 2023

    jai ho
  • रघुवीर साहू(मयाराम) October 03, 2023

    धन्यवाद आदरणीय मोदी जी,,
  • Umakant Mishra October 03, 2023

    bharat mata ki jay
  • Kailash Bohra October 03, 2023

    Sir now a days fake new postings in media face book and what’s up etc it should be taken seriously namo namo
  • peelu bhai October 03, 2023

    vande mataram
  • Tapan kr.Bhanja October 03, 2023

    Joy modi ji.🙏🙏🙏
Explore More
78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ
Mann Ki Baat: Who are Kari Kashyap and Punem Sanna? PM Modi was impressed by their story of struggle, narrated the story in Mann Ki Baat

Media Coverage

Mann Ki Baat: Who are Kari Kashyap and Punem Sanna? PM Modi was impressed by their story of struggle, narrated the story in Mann Ki Baat
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
Prime Minister condoles the passing of former USA President Mr. Jimmy Carter
December 30, 2024

The Prime Minister, Shri Narendra Modi today condoled the passing of former USA President Mr. Jimmy Carter.

In a post on X, he wrote:

“Deeply saddened by the passing of former USA President Mr. Jimmy Carter. A statesman of great vision, he worked tirelessly for global peace and harmony. His contributions to fostering strong India-U.S. ties leave a lasting legacy. My heartfelt condolences to his family, friends and the people of the US.”