પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ગુજરાતનાં કેવડિયામાં રૂ. 160 કરોડનાં મૂલ્યનાં વિવિધ વિકાસકાર્યોનું ઉદઘાટન અને શિલાન્યાસ કર્યો હતો.
જે પરિયોજનાઓનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું તેમાં એકતા નગરથી અમદાવાદ સુધીની હેરિટેજ ટ્રેનનો સમાવેશ થાય છે. જીવંત નર્મદા આરતી માટેનો પ્રોજેક્ટ; કમલમ પાર્ક; સ્ટેચ્યુ ઓફ યુનિટીની અંદર એક વોક-વે; 30 નવી ઇ-બસ, 210 ઇ-સાઇકલ અને મલ્ટીપલ ગોલ્ફ કાર્ટ; એકતા નગર ખાતે સિટી ગેસ ડિસ્ટ્રીબ્યુશન નેટવર્ક અને ગુજરાત સ્ટેટ કોઓપરેટિવ બેંકના 'સહકાર ભવન'. વધુમાં પ્રધાનમંત્રીએ કેવડીયા ખાતે ટ્રોમા સેન્ટર અને સોલાર પેનલ સાથેની સબ ડિસ્ટ્રીક્ટ હોસ્પિટલનું ખાતમુહૂર્ત કર્યું હતું.
દિવસની શરૂઆતમાં પ્રધાનમંત્રીએ રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીમાં ભાગ લીધો હતો.