With the arrival of Artificial Intelligence, Bots and Robots, there is no doubt that our productivity will further go up: PM Modi
Technology opens entirely new spheres and sectors for growth, It also opens up an entirely new paradigm of opportunities: PM Modi
The road ahead for Artificial Intelligence depends on and will be driven by Human Intentions: PM Modi
The evolution of Technology has to be rooted in the ethic of Sabka Saath, Sabka Vikas: PM
We need to Make Artificial Intelligence in India and Make Artificial Intelligence work for India, says PM Modi
Our Government is of the firm belief, that we can use this power of twenty-first century technology to eradicate poverty and disease: PM Modi

 

મહારાષ્ટ્રનાં રાજ્યપાલ સી. વિદ્યાસાગર રાવ, મુખ્યમંત્રી શ્રી દેવેન્દ્ર ફડણવીસ, મહારાષ્ટ્ર સરકારનાં પ્રધાન શ્રી વિનોદ તાવડે, મુંબઈ યુનિવર્સિટીનાં કુલપતિ શ્રી દેવેન્દ્ર શિંદે, રોમેશ વાધવાણીજી, સુનિલ વાધવાણીજી

ભાઈઓ અને બહેનો, આજે વાધવાણી ઈન્સ્ટિટયુટ ઑફ આર્ટિફિશીયલ ઈન્ટેલિજન્સનાં ઉદઘાટન સમારંભ પ્રસંગે અહીં હાજર રહેતાં હું ખૂબ આનંદ અનુભવો રહ્યો છું. સૌ પ્રથમ તો હું રોમેશ વાધવાણીજી અને સુનિલ વાધવાણીજી, મહારાષ્ટ્ર સરકાર અને મુંબઈ યુનિવર્સિટીને આ ઈન્સ્ટિટ્યુટને વાસ્તવિક બનાવવા બદલ અભિનંદન આપવા સાથે શરૂઆત કરીશ. જાહેર ક્ષેત્ર અને ખાનગી ક્ષેત્ર સારા ઈરાદાથી સાથે મળીને સાથે મળીને વિશ્વ સ્તરની ગરીબોને મદદરૂપ બને તેવી સંસ્થા સ્થાપવાનું કેવી રીતે ઉમદા ઉદાહરણ પૂરૂ પાડી શકે છે તેનુ આ ઉત્તમ ઉદાહરણ છે.

મને અંદાજે છેલ્લા સાડા ત્રણ વર્ષ દરમ્યાન દુનિયાભરનાં ભારતિય સમુદાય સાથે વિવિધ સ્થળે વાર્તાલાપ કરવાની તક મળી છે. મને તેમનામાં ભારતમાં યોગદાન આપવાની તિવ્ર ઈચ્છા જોવા મળી છે. આ સંસ્થા મારફતે રોમેશજી અને સુનિલજીએ તેમની પોતાની ઈચ્છાનો સમન્વય કરીને એક સમૃદ્ધ અને ધબકતા ભારતનું ભવિષ્યલક્ષી સ્વપ્ન દર્શાવ્યું છે. આમ કરવા જતાં તેમણે અનુસરવા જેવા એક ઉદાહરણનું પણ નિર્માણ કર્યું છે.

મિત્રો ભારત આજે દુનિયાનાં સૌથી ઝડપથી વિકસતા અર્થતંત્રોમાંનાં એક તરીકે ગણના પામે છે. આપણે ખેતીથી માંડીને એરોનોટિક્સ સુધી અને સ્પેસ મિશનથી માંડીને સર્વિસ ડિલીવરીમાં ટેકનોલોજીનો અજોડ રીતે ઉપયોગ કરીએ છીએ. આપણને નાના ઉદ્યોગ સાહસિકોથી માંડીને મોટાં મૂડીરોકાણોમાં ઉદ્યોગસાહસિકતાનુ મોજુ જોવા મળ્યું છે. આ બાબત દર્શાવે છે કે આગામી ચોથી ક્રાંતિ માટે આપણે કેટલા સુસજજ બન્યા છીએ.

મિત્રો, આર્ટિફિશીયલ ઈન્ટેલિજન્સના, બોટસ અને રોબોટસના આગમન પછી હવે કોઈ શંકા નથી કે આપણી ઉત્પાદકતા વધુ ઉંચી જશે. આમ છતાં લોકોમાં બેકારી ઉભી થવાનો પણ ભય પણ વધતો રહે છે. કારણ કે હવે માનવ અને મશિનની એક બીજા સાથે સ્પર્ધા થશે. આવો ભય પાયાવિહોણો નથી અને નવો પણ નથી.

ટેકનોલોજી આગળ વધવાના દરેકે દરેક તબક્કે આપણને આવી શંકાઓ અને સવાલો ઉભા થતા રહ્યા છે. આથી ભવિષ્ય અંગે બે પ્રકારના અભિપ્રાય ઉભા થાય છે. એક આશા અને અપેક્ષાઓ લઈને આવે છે અને બીજો અવરોધનો ભય લઈને આવે છે.

ટેકનોલોજી સમગ્રપણે વૃદ્ધિ માટે એક તદ્દન નવુ પ્રભાવી ક્ષેત્ર અને વિભાગો ખોલી દે છે. નવી ટેકનોલોજીનાં આગમનનાં દરેક પ્રવાહ સાથે ઘણી નવી તકો ઉભી થાય છે. નવી તકો ગુમાવેલી તકો કરતાં સંખ્યામાં આગળ નીકળી જાય છે. મનુષ્યની પ્રતિભા હંમેશાં છવાયેલી રહે છે અને તે ભવિષ્યમાં પણ રહેશે. આવો આશાવાદ ભારતની પૌરાણિક વિચારધારામાં રજુ થયો છે જેણે મારી શ્રદ્ધાને મજબુત કરી છે. તેમાં વિજ્ઞાન અને આધ્યાત્મિકતાનો સમન્વય સાથે બંને વચ્ચે માનવ જાતના બહેતર ઉત્કર્ષ માટે સંવાદિતા દર્શાવવામાં આવી છે.

મને આ પ્રસંગે જ્ઞાન સુક્ત યાદ આવે છે જેમાં દર્શાવાયું છે કે यजुर वेद तैत्त्रेय आरान्यका: “सत्ये सर्वम प्रतिष्ठितम”. વૈજ્ઞાનિક કૂતુહલની ભાવનાં સત્યની શોધમાં પડેલી છે. આપણા પૌરાણિક ગ્રંથો આગળ જતાં શ્રદ્ધા (dedication), મેધા (mental capacity), મનીષા (intelligence), મનસા (mind), શાન્તિ (peace), ચિત્ત (સભાનતાનું ઉત્કૃષ્ટ સ્વરૂપ ), સ્મૃતિ (memory), સ્મરણ (recall) and વિજ્ઞાન (application of knowledge). જેવી એવી માનસિક બાબતોનો ઉલ્લેખ કરે છે કે, જે સત્યની શોધમાં સહાયક બને છે.

આ વૈજ્ઞાનિક કૂતુહલ તરફથી સત્યની શોધ પ્રાપ્ત થાય છે કે જે માનવ જાતના ઉત્કર્ષ અખરી સર્જનાત્મક આશિર્વાદ બને રહે છે. મને વિકાસ માટે ટેકનોલોજીનાં દ્રષ્ટિકોણથી મને પ્રેરણા પ્રાપ્ત થઈ છે. અને વૈજ્ઞાનિક પ્રગતિની આ ભાવના મારામાં ભવિષ્ય માટે આશાવાદ જગાવે છે.

આર્ટિફિશીયલ ઈન્ટેલિજન્સનો આગળનો માર્ગ માનવીય ઇચ્છાશક્તિ પર આધાર રાખે છે અને તેનાં આધારે જ આગળ વધશે અને તેનાથી જ આર્ટિફિશીયલ ઈન્ટેલિજન્સનું ભવિષ્ય નક્કી થશે. આનાથી મનુષ્યને ટેકનોલોજી દ્વારા મહત્તમ તાકાત પ્રાપ્ત થઈ છે. વિકાસનું આ નીતિ શાસ્ત્ર તમામ લોકો માટે સમાનતાની સ્થિતિનું સર્જન કરશે. વિવિધ સમાજો અને ટેકનોલોજી પ્રાપ્ત કરવા બાબતે વધતા જતા મતભેદોને કારણે ટેકનોલોજીની આગેકૂચને ભોગે કરી શકાય નહીં. ટેકનોલોજીનો ઉત્કર્ષ સબકા સાથ સબકા વિકાસના મૂળમાં પડેલો હોવો જોઈએ.

મિત્રો શું આપણે એવી આર્ટિફિશીયલ ઈન્ટેલિજન્સના નિર્માણમાં વિશ્વમાં આગેવાની લઈ શકીએ તે જે માણસોને ઓછા નિષ્ક્રિય કરતી હોય અને માનવોની ક્ષમતામાં વધારો કરતી હોય અને માનવોની ક્ષમતાનો વિસ્તાર કરતી હોય. માનવોને બદલે મશિન કામ કરતાં થાય તેવાં મશિન ઓછાં હોય અને તેને બદલે માનવ જાતના વ્યાપક હિતમાં માણસને તેની નબળાઈઓનું તેમની તાકાતમાં રૂપાંતર કરીને બહેતર માણસ બનાવી શકે.

મિત્રો, આર્ટિફિશીયલ ઈન્ટેલિજન્સ, બીગ ડેટા અને મનુષ્યની સમજણ સાથે મળીને આપણે જે સમસ્યાઓનો સામનો કરી રહ્યા છીએ તેનો ઉકેલ મેળવી શકે છે. આર્ટિફિશીયલ ઇન્ટેલિજન્સ ભારતમાં તૈયાર કરો, આર્ટિફિશીયલ ઇન્ટેલિજન્સને ભારત માટે કામે લગાડો.

હું આપ સૌને અનુરોધ કરૂ છું કે ભારતમાં આર્ટિફિશીયલ ઈન્ટેલિજન્સ દ્વારા હલ થઈ શકે તેવા મોટા પડકારોને શોધો. આપણે વિવિધતા ધરાવતુ એવુ રાષ્ટ્ર છીએ કે જયાં દસ જેટલી ભાષાઓ છે અને હજારો બોલીઓ બોલાય છે. શું આર્ટિફિશીયલ ઈન્ટેલિજન્સ આ ભાષાઓ અને બોલીઓ વચ્ચેનાં સંવાદને સરળ બનાવી શકે? હું હંમેશાં માનતો રહ્યો છું કે દિવ્યાંગો આપણી સંપત્તિ છે અને તેમને સશક્ત બનાવવા દેશની જવાબદારી છે.

આપણી પાસે એવા આર્ટિફિશીયલ ઈન્ટેલિજન્સ અને રોબોટિક્સ હોઈ શકે કે જે તેમની શક્તિમાં વધારો કરી શકે અને તે વિવિધ કામો કરીને પોતાની સાચી ક્ષમતા બહાર લાવી શકે? શું શિક્ષકો અને આર્ટિફિશીયલ ઈન્ટેલિજન્સનો સમન્વય કરીને આપણે શિક્ષકો અને વિદ્યાર્થીઓ વચ્ચેના ગુણોત્તરમાં જે ખામી છે તેને દૂર કરી શકીએ? જો આવુ થઈ શકશે તો દેશભરમાં દરેક વિદ્યાર્થીને ગુણવત્તા ધરાવતુ શિક્ષણ આપવામાં મદદ મળશે.

શું આર્ટિફિશીયલ ઈન્ટેલિજન્સ આપણને ગુણવત્તાયુક્ત સ્વાસ્થ્ય સુવિધા માટે આપણા આરોગ્ય ક્ષેત્રમાં કાર્યરત લોકોની ક્ષમતા વિસ્તારીને તેને ભારતના દરેક ખૂણે લઈ જવામાં સહાયક બની શકે? શું આર્ટિફિશીયલ ઈન્ટેલિજન્સ આપણને કુદરતી આફતની ચેતવણી આપવામાં સહાયક બની શકે?  શું આર્ટિફિશીયલ ઈન્ટેલિજન્સ આપણને સ્વાસ્થ્યની સ્થિતિ ગંભીર થાય એ પહેલા તેની જાણ કરી શકે? શુ આર્ટિફિશીયલ ઈન્ટેલિજન્સ આપણા ખેડૂતોને હવામાન, પાક, અને વાવેતરના ચક્ર અંગે યોગ્ય નિર્ણય લેવામાં સહાયક બની શકે?

મિત્રો, અમારી સરકારની દ્રઢ માન્યતા છે કે આપણે એકવીસમી સદીની આ ટોકનોલોજીનો ગરીબી અને રોગ નિવારણ માટે ઉપયોગ કરીએ શકીએ. આવુ કરવાથી આપણે આપણા ગરીબોને તેમજ વંચિતોનાં સમુદાયને સમૃદ્ધ બનાવી શકીશું. આપણે આવું વિઝન હાંસલ કરવા માટે કટિબદ્ધ છીએ. ડીજીટલ ઈન્ડિયાની પહેલનો ઉદ્દેશ ભારતનુ ડિજીટલ શક્તિ ધરાવતા દેશમાં અને જ્ઞાનનાં અર્થતંત્રમાં રૂપાંતર કરવાનો છે. ભારત – નેટ હેઠળ આપણે ગામડાઓને બ્રોડબેન્ડ ઈન્ટરનેટ કનેક્ટિવીટી પૂરી પાડી રહ્યા છીએ. આ ડીજીટલ માળખાગત સુવિધાઓ, સર્વિસ ડિલીવરી અને નવિન પ્રકારનાં ઉપયોગો માટેનાં નવતર આઈટી સોલ્યુશન્સ માટે કરોડરજજુ બની રહેશે.

કેન્દ્ર સરકારનાં નેશનલ સ્કીલ ડેવલપમેન્ટ મિશનનો ઉદ્દેશ આગામી થોડા દાયકાઓની નોકરીઓની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને ઉચ્ચ કૌશલ્ય ધરાવતુ માનવ બળ પેદા કરવાનો છે. આપણે ઈનોવેશનની અને ઉદ્યોગસાહસિકતાની સંસ્કૃતિ ઉભી કરવા માટે અટલ ઈનોવેશન મિશનનો પ્રારંભ કર્યો છે. તેનો ઉદ્દેશ વિશ્વ સ્તરનાં ઈનોવેશન હબ, મોટા પડકારો, સ્ટાર્ટ- અપ ઉદ્યોગો અને ખાસ કરીને ટેકનોલોજીને દ્વારા આગળ વધતાં ક્ષેત્રોમાં અન્ય સ્વ-રોજગારીની પ્રવૃત્તિઓને પ્રોત્સાહિત કરવા માટેનું પ્લેટફોર્મ પૂરૂ પાડવાનો છે. અટલ ઈનેવેશન મિશન ભારતની શાળાઓમાં અટલ ટીંકરીંગ લેબ સ્થાપી રહી છે. એનો ઉદ્દેશ દસ લાખ બાળકોને નવપ્રવર્તક બનવા માટે પ્રોત્સાહિત કરવાનો છે. આ પ્રકારનાં પગલાં દ્વારા અમે ઉભરતી ટેકનોલોજી સાથે કદમ મિલાવીએ છીએ, જેથી તેનો લાભ આપણા લોકોને મળી શકે.

મિત્રો, મને ખાતરી છે કે આ સંસ્થાનાં વૈજ્ઞાનિકો, સંશોધકો એને મહારથીઓના મનમાં તેઓ આગળ વધે ત્યારે ભારતનાં સામાન્ય લોકોનું હિત હશે. ઉન્નત પ્રયાસો માટે મારી આપને શુભકામના, મને આશા છે કે ભારત સમગ્ર દુનિયાને એ દર્શાવી શકવની એક અનન્ય સ્થિતિમાં હશે કે કેવી રીતે આર્ટિફિશીયલ ઈન્ટેલિજન્સને જવાબદારી પૂર્વક તથા સલામતિથી લોકોના હિતમાં લાગુ કરી શકાય.

હું આ સંસ્થાનુ ઉદઘાટન કરતાં આનંદ અનુભવું છું અને આશા રાખું છું કે તે આપણા લોકોની સેવા માટે તે કટિબદ્ધ રહેશે.

આભાર

Explore More
78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ
PM Modi Receives Kuwait's Highest Civilian Honour, His 20th International Award

Media Coverage

PM Modi Receives Kuwait's Highest Civilian Honour, His 20th International Award
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
PM Modi remembers former PM Chaudhary Charan Singh on his birth anniversary
December 23, 2024

The Prime Minister, Shri Narendra Modi, remembered the former PM Chaudhary Charan Singh on his birthday anniversary today.

The Prime Minister posted on X:
"गरीबों और किसानों के सच्चे हितैषी पूर्व प्रधानमंत्री भारत रत्न चौधरी चरण सिंह जी को उनकी जयंती पर विनम्र श्रद्धांजलि। राष्ट्र के प्रति उनका समर्पण और सेवाभाव हर किसी को प्रेरित करता रहेगा।"