મંચ પર પ્રતિષ્ઠિત મહાનુભાવો,
દેવીઓ અને સજ્જનો,
હું આ સીમાચિહ્નરૂપ કોન્ફરન્સ માટે તમને બધાને આવકારું છું. આપત્તિના જોખમમાં ઘટાડા બદલ સેન્ડાઈ માળખું સ્વીકાર્યા પછી આ પ્રથમ કોન્ફરન્સ છે.
હું આ મહત્ત્વપૂર્ણ કારણ માટે એકત્ર થનાર રાષ્ટ્રીય આપત્તિ જોખમ નિવારણ સંસ્થાઓ, તેમની એશિયા-પ્રશાંત વિસ્તારની સરકારો, સંયુક્ત રાષ્ટ્ર અને અન્ય પક્ષકારોની પ્રશંસા કરું છું.
મિત્રો,
2015 ખરેખર યાદગાર વર્ષ હતું! આંતરરાષ્ટ્રીય સમુદાયે માનવજાતના ભવિષ્યને ઘડવા સેન્દાઈ માળખા ઉપરાંત અન્ય બે મુખ્ય માળખા અપનાવ્યાં છેઃ
- સ્થાયી વિકાસ લક્ષ્યાંકો,
- અને આબોહવામાં ફેરફાર પર પેરિસ સમજૂતી.
ફિલ્માં દર્શાવ્યા મુજબ એકબીજા સાથે જોડાયેલ જુસ્સો આ વૈશ્વિક માળખાની ઓળખ છે. તેમાં દરેકની સફળતા અન્ય બેની સફળતા પર નિર્ભર છે. આપત્તિ જોખમ નિવારણ આબોહવામાં ફેરફારના અનુકૂળ સ્વીકાર અને સ્થાયી વિકાસમાં પથપ્રદર્શક ભૂમિકા ધરાવે છે. આ સંદર્ભમાં આ કોન્ફરન્સ સમયસર અને પ્રસ્તુત બની જાય છે.
મિત્રો,
છેલ્લાં બે દાયકામાં દુનિયા અને ખાસ કરીને આપણો વિસ્તાર અનેક પરિવર્તનમાંથી પસાર થયો છે – તેમાંથી મોટા ભાગના ફેરફારો હકારાત્મક છે. આપણા વિસ્તારમાં ઘણાં દેશોના અર્થતંત્રોની કાયાપલટ થઈ છે અને વૈશ્વિક આર્થિક વૃદ્ધિનું એન્જિન બન્યાં છે. આપણા કરોડો લોકો ગરીબીમાંથી બહાર આવ્યાં છે. એશિયા-પ્રશાંત વિસ્તાર અનેક બાબતોમાં વૈશ્વિક સ્તરે પથપ્રદર્શક બન્યો છે.
પણ આપણે આ પ્રગતિને હળવાશથી ન લેવી જોઈએ. આ પ્રગતિની સાથે પડકારો પણ જોડાયેલા છે. છેલ્લાં 20 વર્ષમાં એશિયા પ્રશાંત વિસ્તારમાં 8,50,000થી વધારે લોકો એક યા બીજી આપત્તિઓમાં મૃત્યુ પામ્યાં છે. આપત્તિઓના કારણે મૃત્યુઆંકની દ્રષ્ટિએ વિશ્વના ટોચના 10 દેશોમાં સાત દેશ એશિયા પ્રશાંત વિસ્તારના છે.
મેં આપત્તિઓના કારણે માનવજાતની પીડાને મારી નજર સામે નિહાળી છે. હું ગુજરાતમાં વર્ષ 2001માં આવેલા ધરતીકંપનો સાક્ષી બન્યો હતો અને પછી રાજ્યનો મુખ્યમંત્રી બન્યો હતો. ત્યારબાદ મેં ધરતીકંપનું રાહત અને પુનર્વસનનું કામ લોકોના સમર્થન સાથે હાથ ધર્યું હતું. આપત્તિમાં અસરગ્રસ્ત લોકોને પીડાતા જોવા ખરેખર મુશ્કેલ છે. પણ હું તેમના સાહસ, ખંત અને આપત્તિમાંથી કોઈ પણ સંજોગોમાંથી બહાર આવીને નવી શરૂઆત કરવાના જુસ્સાને જોઈને પ્રેરિત થયો હતો. મારો અનુભવ કહું તો આપણે લોકોના પોતાના નેતૃત્વ પર ભરોસો મૂકીશું તેટલું વધારે સારું પરિણામ મેળવી શકીશું. આ વાત માલિક સંચાલિત મકાનોના પુનર્નિર્માણને જ લાગુ પડતી નથી, પણ સામુદાયિક બિલ્ડિંગના નિર્માણો માટે એટલી જ સાચી છે. ઉદાહરણ તરીકે, જ્યારે અમે શાળાના પુનર્નિર્માણની કામગીરી માટે સમુદાય પર ભરોસો મૂક્યો હતો, ત્યારે ભૂકંપ-પ્રતિરોધક બિલ્ડિંગનું નિર્માણ સમયસર, ઓછા ખર્ચે થયું હતું તથા બચત થયેલી રકમ સરકારને પરત કરવામાં આવી હતી. આપણે નીતિઓ અને પદ્ધતિઓ મારફતે આ પ્રકારની પહેલ અને સાથસહકારની જરૂર છે.
મિત્રો,
આપણે એશિયામાં આપત્તિઓમાંથી ઘણું બધું શીખ્યાં છીએ. હજુ 25 વર્ષ અગાઉ એશિયાના ગણ્યાંગાંઠ્યાં દેશો રાષ્ટ્રીય આપત્તિ નિવારણ વ્યવસ્થાપન સંસ્થાઓ ધરાવતા હતા. અત્યારે એશિયાના 30થી વધારે દેશો આપત્તિ નિવારણ વ્યવસ્થાપનના પ્રયાસોમાં પ્રતિબદ્ધ સંસ્થાઓ ધરાવે છે. વર્ષ 2004માં હિંદ મહાસાગરમાં સુનામી આવ્યા પછી તેમાં સૌથી વધુ અસર પામેલા પાંચ રાષ્ટ્રોએ આપત્તિ નિવારણ વ્યવસ્થાપન માટે નવા કાયદા બનાવ્યાં છે. એકથી બે દિવસમાં આપણે પ્રથમ આંતરરાષ્ટ્રીય સુનામી જાગૃતિ દિવસની ઉજવણી કરીશું. તેમાં આપણે સુનામીની અગાઉથી ચેતવણી મેળવવા કરેલા મોટા સુધારાની સફળતા ઉજવીશું. ડિસેમ્બર, 2004માં હિંદ સમુદ્રની સુનામીમાં ઊંઘતા ઝડપાઈ ગયા હતા અને કોઈ ચેતવણી આપણને મળી નહોતી. હવે આપણી પાસે ઇન્ડિયન ઓશન સુનામી વોર્નિંગ સિસ્ટમ છે. પોતાની ઓસ્ટ્રેલિયન અને ઇન્ડોનેશિયા સંસ્થાઓ સાથે ઇન્ડિયન નેશનલ સેન્ટર ફોર ઓશન ઇન્ફોર્મેશન સર્વિસીસ કાર્યરત છે, જે પ્રાદેશિક સ્તરે સુનામી બુલેટિન ઇશ્યૂ કરવાની કામગીરી કરે છે.
આ જ વાત ચક્રવાતની પૂર્વચેતવણીમાં સુધારા માટે લાગુ પડે છે. ભારતમાં જો આપણે 1999 અને 2013માં ચક્રવાતની અસરની સરખામણી કરીએ, તો આપણે કરેલી પ્રગતિ જોઈ શકીશું. આવી જ પ્રગતિ ઘણાં દેશોએ કરી હતી. ઉદાહરણ તરીકે, વર્ષ 1991માં ચક્રવાત આવ્યા પછી બાંગ્લાદેશની સરકારે મોટા પાયે સમુદાય આધારિત ચક્રવાત માટે અગાઉથી તૈયાર રહેવાનો કાર્યક્રમ શરૂ કર્યો હતો. તેનાથી ચક્રવાતના કારણે મૃત્યુઆંકમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. હવે આ કાર્યક્રમને વૈશ્વિક સ્તરે માન્યતા મળી છે અને આંતરરાષ્ટ્રીય સ્તરે તેને માન્યતા આપવામાં આવી છે.
મિત્રો,
આ તો ફક્ત શરૂઆત છે. હજુ અનેક મોટા પડકારો આપણી સમક્ષ છે. એશિયા-પ્રશાંત વિસ્તારોમાં ઝડપથી શહેરીકરણ થઈ રહ્યું છે. કદાચ એક દાયકાની અંદર આ વિસ્તારમાં લોકો ગામડાં કરતાં શહેરોમાં વધારે રહેતા હશે. શહેરીકરણ આપત્તિ નિવારણ વ્યવસ્થાપન માટે બહુ મોટા પડકારો ઊભા કરશે. તેમાં નાનાં વિસ્તારોમાં લોકોની સંખ્યા, સંપત્તિ અને આર્થિક પ્રવૃત્તિ વધશે. આ વિસ્તારોમાંથી ઘણાં કુદરતી આપત્તિનું વધારે જોખમ ધરાવે છે. જો આપણે વૃદ્ધિનું વ્યવસ્થાપન અસરકારક રીતે નહીં કરીએ, આયોજન અને અમલીકરણ એમ બંને દ્રષ્ટિએ, તો આપત્તિઓથી આર્થિક અને માનવજીવનને નુકસાન અગાઉ કરતાં વધારે થશે.
આ સંદર્ભમાં મારે તમારી સમક્ષ આપત્તિ નિવારણ અને જોખમ ઘટાડવા માટે આપણા પ્રયાસો પર નવેસરથી નજર નાંખવા દસ સૂત્રીય એજન્ડા રજૂ કરવો છેઃ
સૌપ્રથમ, વિકાસની પ્રક્રિયા સાથે સંબંધિત તમામ ક્ષેત્રોએ આપત્તિ નિવારણ વ્યવસ્થાના સિદ્ધાંતોનું પાલન કરવું જોઈએ. તેનાથી વિકાસ સાથે સંબંધિત તમામ પ્રોજેક્ટ્સ – એરપોર્ટ, રોડ, કેનાલ, હોસ્પિટલ, શાળાઓ, પુલો –ના નિર્માણમાં યોગ્ય ધારાધોરણોનું પાલન થશે અને આ પ્રોજેક્ટ જે સમુદાયની સેવા કરવા માટે આકાર લે છે એ સમુદાય લાંબા ગાળે ફેરફારો સાથે અનુકૂળ થવા સજ્જ થશે. આગામી એકથી બે દાયકામાં દુનિયામાં મોટા ભાગની નવી માળખાગત સુવિધા આપણા વિસ્તારમાં ઊભી થશે. આપણે તેનું નિર્માણ આપત્તિ નિવારણ અને સલામતીના ઉપલબ્ધ શ્રેષ્ઠ ધારાધોરણો સાથે થાય તેવી સુનિશ્ચિતતા કરવાની જરૂર છે. આ સ્માર્ટ વ્યૂહરચના છે, જે લાંબા ગાળે ફાયદાકારક રહેશે.
આપણા તમામ સરકારી ખર્ચમાં જોખમકારક પરિબળોનો વિચાર કરવો જોઈએ. ભારતમાં ‘તમામ માટે મકાન’ કાર્યક્રમ અને ‘સ્માર્ટ સિટી’ની પહેલ આ પ્રકારની તકો ઓફર કરે છે. ભારત અન્ય ભાગીદાર દેશો સાથે કામ કરશે અને તેમાં સંકળાયેલા તમામ પક્ષોએ વિસ્તારમાં આપત્તિ નિવારણ માટે મજબૂત માળખાને પ્રોત્સાહન આપવા ભાગીદારી કરવી જોઈએ કે કેન્દ્રનું નિર્માણ કરવું જોઈએ. તેનાથી જોખમની આકારણી, આપત્તિ નિવારણ માટે મજબૂત ટેકનોલોજી અને માળખાગત ધિરાણમાં સંકલિત જોખમ નિવારણ માટે વ્યવસ્થાની જાણકારી ઊભી કરવામાં મદદ મળશે.
બીજું, તમામ માટે જોખમને આવરી લેવા માટેની કામગીરી થવી જોઈએ – જે ગરીબ કુટુંબોથી લઈને લઘુ અને મધ્યમ ઉદ્યોગસાહસિકો, બહુરાષ્ટ્રીય કંપનીઓ અને દેશોને લાગુ પડે છે. અત્યારે આ વિસ્તારના મોટા ભાગના દેશોમાં વીમાની પહોંચ મધ્યમ અને ઉચ્ચ મધ્યમ આવક ધરાવતા જૂથો પૂરતી મર્યાદિત છે. આપણે મોટો અને લાંબા ગાળાનો વિચાર કરવો જોઈએ તથા નવીનતા અપનાવવી જોઈએ. સરકાર ફક્ત નિયમનકારક પ્રક્રિયામાં જ મહત્ત્વપૂર્ણ ભૂમિકા ધરાવતી નથી, પણ સૌથી વધુ જરૂરિયાત ધરાવતા લોકોને કવચ મેળવવા પ્રોત્સાહન આપવામાં પણ અગત્યની ભૂમિકા ભજવે છે. ભારતમાં અમે ગરીબો માટે નાણાકીય સર્વસમાવેશકતા અને જોખમ માટે કવચ સુનિશ્ચિત કરવા સાહસિક પગલાં લીધા છે. જન ધન યોજનાથી લાખો લોકો બેંકિંગ વ્યવસ્થામાં આવ્યાં છે. સુરક્ષા વીમા યોજના લાખો લોકોને વીમા કવચ પ્રદાન કરે છે, જેમને આ કવચની સૌથી વધુ જરૂર છે. અમે પાક વીમા યોજના શરૂ કરી છે, જે લાખો ખેડૂતોને પાકના નુકસાન સામે વીમાનું કવચ પ્રદાન કરશે. આ કુટુંબના સ્તરે મૂળભૂત સુરક્ષાકવચ છે.
ત્રીજું, આપત્તિ નિવારણ વ્યવસ્થાપનમાં મહિલાઓની ભાગીદારી અને નેતૃત્વ વધારવું જોઈએ. આપત્તિમાં સૌથી વધુ ભોગ મહિલાઓ બને છે. તેઓ વિશિષ્ટ સામર્થ્ય અને સૂઝબૂઝ પણ ધરાવે છે. આપણે આપત્તિમાં અસર પામેલી મહિલાઓની વિશેષ જરૂરિયાતોને ટેકો આપવા મોટી સંખ્યામાં મહિલા સ્વયંસેવકોને તાલીમ આપવી જોઈએ. આપણે પુનર્નિર્માણને ટેકો આપે તેવી મહિલા ઇજનેરો, કડિયા અને નિર્માણ કામદારોની જરૂર પણ છે તથા મહિલા સ્વયંસેવક જૂથો આજીવિકા પરત મેળવવામાં સહાય કરે છે.
ચોથું, જોખમકારક પરિબળોની ચકાસણી કરતી ટેકનોલોજીમાં રોકાણ કરવું જોઈએ. ધરતીકંપ જેવી કુદરતી આપત્તિ સાથે સંકળાયેલા જોખમની આકારણી કરવા આપણી પાસે વ્યાપક સ્તરે સ્વીકાર્ય ધારાધોરણો અને માપદંડો છે. તેના આધારે ભારતમાં આપણે ધરતીકંપનું જોખમ ધરાવતા વિસ્તારોની જાણકારી મેળવી છે, જેમાં પાંચ નંબરનો ઝોન સૌથી વધુ જોખમ ધરાવે છે, જ્યારે બે નંબરનો ઝોન સૌથી ઓછું જોખમ ધરાવે છે. રાસાયણિક જોખમો, દાવાનળ, ચક્રવાતો, પૂરના વિવિધ પ્રકારો જેવા અન્ય જોખમો સાથે સંબંધિત જોખમો માટે આપણે વૈશ્વિક સ્તરે સ્વીકાર્ય જોખમની કેટેગરીને સાંકળવાની જરૂર છે. તેનાથી આપણને એ સુનિશ્ચિત કરવામાં મદદ મળશે કે આપણે દુનિયાના વિવિધ વિસ્તારોમાં આપત્તિ સાથે સંબંધિત જોખમોની તીવ્રતા અને કુદરતની સામાન્ય સમજણ ધરાવીએ છીએ.
પાંચ, આપણે આપત્તિ નિવારણ વ્યવસ્થાપનના પ્રયાસોની કાર્યદક્ષતા વધારવા ટેકનોલોજીનો વધુ ઉપયોગ કરવો જોઈએ. સંસ્થાઓ અને વ્યક્તિઓને એકમંચ પર લાવતું તથા તેમને કુશળતા, ટેકનોલોજી અને સંસાધનોની આકારણી અને આદાનપ્રદાન માટે સહાય કરતું ઇ-પ્લેટફોર્મ લાંબા ગાળે આપણે મહત્તમ સંયુક્ત અસર આપશે.
છ, આપત્તિ નિવારણના મુદ્દા પર કામ કરતી યુનિવર્સિટીના નેટવર્કને વિકસાવવું જોઈએ. છેવટે તમામ યુનિવર્સિટીઓ સામાજિક જવાબદારીઓ પણ ધરાવે છે. સેન્દાઈ માળખાના પ્રથમ પાંચ વર્ષમાં આપણે આપત્તિ નિવારણ વ્યવસ્થાપનની સમસ્યા પર સંયુક્તપણે કાર્યરત યુનિવર્સિટીઓનું વૈશ્વિક નેટવર્ક વિકસાવવું જોઈએ. આ નેટવર્કના ભાગરૂપે અલગ-અલગ યુનિવર્સિટીઓ તેમના માટે સૌથી વધુ પ્રસ્તુત હોય તેવા આપત્તિ નિવારણના મુદ્દાઓ પર એકથી વધારે શાખાઓમાં સંશોધન કરી શકે છે. દરિયાકિનારાના વિસ્તારોમાં સ્થિત યુનિવર્સિટીઓ દરિયા સાથે સંબંધિત જોખમોનું વ્યવસ્થાપન કરવામાં વિશેષતા ધરાવી શકે છે તથા પર્વતીય વિસ્તારોમાં સ્થિત યુનિવર્સિટી પર્વત સાથે સંબંધિત જોખમો પર ધ્યાન કેન્દ્રિત કરી શકે છે.
સાત, સોશિયલ મીડિયા અને મોબાઇલ ટેકનોલોજીસ દ્વારા પ્રદાન કરવામાં આવતી તકોનો ઉપયોગ કરવો. સોશિયલ મીડિયાએ આપત્તિ સમયે પ્રતિક્રિયા આપવાની પદ્ધતિ બદલી નાંખી છે. તે આપત્તિ નિવારણ સાથે સંકળાયેલી સંસ્થાઓને ઝડપથી, અસરકારક રીતે કામ કરવા તથા નાગરિકોને ઓથોરિટીઝ સાથે વધુ સરળતાપૂર્વક જોડવા સક્ષમ બનાવે છે. દુર્ઘટના સર્જાયા પછી અસરગ્રસ્ત લોકો એકબીજાની મદદ કરવા સોશિયલ મીડિયાનો ઉપયોગ કરે છે. આપણે સોશિયલ મીડિયાની તાકાતને સમજવી જોઈએ અને આપત્તિ નિવારણ વ્યવસ્થાપન સાથે સંબંધિત તમામ પાસાંઓ માટે એપ્લિકેશન્સ વિકસાવવી જોઈએ.
આઠ, સ્થાનિક ક્ષમતા અને પહેલને વધુમાં વધુ ઉપયોગી બનાવવી જોઈએ. આપત્તિ નિવારણ વ્યવસ્થાની કામગીરી, ખાસ કરીને ઝડપથી વિકસતાં અર્થતંત્રોમાં, બહુ મોટી છે. તેમાં સરકારની ઔપચારિક સંસ્થાઓ સ્થિતિસંજોગોને સક્ષમ બનાવવામાં શ્રેષ્ઠ માધ્યમ બની શકે છે. ચોક્કસ કામગીરીની યોજના બનાવવી પડશે અને તેનો સ્થાનિક સ્તરે અમલ કરવો પડશે. છેલ્લાં બે દાયકામાં સમુદાય આધારિત મોટા ભાગના પ્રયાસો આપત્તિ નિવારણ અને ટૂંકા ગાળા માટે કટોકટીના આયોજન પૂરતાં મર્યાદિત કરવામાં આવ્યાં છે. આપણે સમુદાય આધારિત પ્રયાસો અને સાથસહકાર આપતા સમુદાયોની સંભવિતતા વધારવાની જરૂર છે, જેથી સ્થાનિક સ્તરે જોખમ નિવારણના પગલાંની ઓળખ કરી શકાય અને તેનો અમલ કરી શકાય. આ પ્રકારના પ્રયાસોથી જોખમમાં ઘટાડો થશે તથા સ્થાનિક વિકાસ અને સ્થાયી આજીવિકા માટેની તકોનું સર્જન થશે. આપત્તિ નિવારણના ઘટાડાનું સ્થાનિકરણ આપણે મોટા ભાગની પરંપરાગત શ્રેષ્ઠ પદ્ધતિઓ અને સ્થાનિક જાણકારીનો ઉપયોગ કરીએ એ સુનિશ્ચિત કરશે.
આપત્તિ નિવારણ વ્યવસ્થાપન સંસ્થાઓએ સમુદાયો સાથે આદાનપ્રદાન કરવાની જરૂર છે તથા તેમને આપત્તિના સમયે કેવા પ્રકારનો અભિગમ અપનાવવો તેની તાલીમ આપવી જોઈએ. ઉદાહરણ તરીકે, સ્થાનિક અગ્નિશામક સેવા દર અઠવાડિયે તેમના વિસ્તારમાં એક શાળાની મુલાકાત લે અને એક વર્ષના ગાળામાં હજારો બાળકોને આગ લાગે ત્યારે શું કરવું તેની જાણકારી આપશે.
નવ, આપત્તિમાંથી જે બોધપાઠ મળ્યો છે એ વેડફાઈ ન જાય તેવી સુનિશ્ચિતતા કરવી જોઈએ. દરેક આપત્તિ પછી તેમાંથી શું શીખવા મળ્યું એના પર અનેક પેપર અને રિપોર્ટ તૈયાર થાય છે, પણ ભાગ્યે જ તેમાંથી કોઈને અમલ થાય છે. મોટા ભાગે એકસમાન ભૂલોનું પુનરાવર્તન થાય છે. આપણે શીખવાની અસરકારક, જીવંત અને અનુભવી શકાય તેવી વ્યવસ્થા ઊભી કરવાની જરૂર છે. સંયુક્ત રાષ્ટ્ર દસ્તાવેજી ફિલ્મોની આંતરરાષ્ટ્રીય સ્પર્ધા શરૂ કરી શકે છે. આ દસ્તાવેજી ફિલ્મો આપત્તિ ઘટનાઓનું રેકોર્ડિંગ, તેનો વ્યાપ તથા આપત્તિ પછી રાહત કાર્યો, પુનર્વસન કાર્યો, પુનર્નિર્માણ સાથે સંબંધિત હોઈ શકે છે.
આપત્તિ પછી વ્યવસ્થાપન અને પુનર્વસનનું કાર્ય ભૌતિક માળખાની દ્રષ્ટિએ ‘શ્રેષ્ઠ નિર્માણ’ કરવાની તક જ પ્રદાન કરતું નથી, પણ જોખમનું વ્યવસ્થાપન કરવા કે તેમાં ઘટાડો કરવા સંસ્થાગત વ્યવસ્થાઓમાં સુધારો પણ કરે છે. આ માટે આપણે એવી વ્યવસ્થા ઊભી કરવી જરૂરી છે, જે ઝડપથી જોખમની આકારણી પ્રદાન કરી શકે છે. ભારત આપત્તિ પછી મકાનોના પુનર્નિર્માણને ટેકો આપવા ટેકનિકલ મદદ માટે ભાગીદાર દેશો અને બહુપક્ષીય વિકાસ સંસ્થાઓ સાથે કામ કરશે.
અને છેલ્લે, આપત્તિ નિવારણ માટે આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રતિસાદ આપવામાં વિસ્તૃત સંવાદિતા, સમન્વય સ્થાપિત કરવાની જરૂર છે. આપત્તિ પછી સમગ્ર દુનિયામાંથી આપત્તિમાં અસરગ્રસ્ત લોકોને મોટા પાયે સહાય મળે છે. જો આપણે એકછત હેઠળ કામ કરીએ, આપણે એક નેતૃત્વ હેઠળ કામ કરીએ, તો આ સંયુક્ત તાકાત અને એકતા વધારી શકાય. સંયુક્ત રાષ્ટ્ર સામાન્ય લોગો અને બ્રાન્ડનો વિચાર કરી શકે છે, જે અંતર્ગત રાહત, પુનર્વસન અને પુનર્નિર્માણની કામગીરી સાથે મદદ કરનાર તમામ લોકો સામેલ થાય છે.
મિત્રો,
સશસ્ત્ર દળો બાહ્ય સુરક્ષાના જોખમો સામે દેશનું રક્ષણ કરે છે. પણ આપત્તિનો સામનો કરવો અને રાહત કાર્યો માટે આપણે યોગ્ય તાલીમ સાથે સજ્જ સમાજનું નિર્માણ કરવાની જરૂર છે.
આપણે સેન્દાઈના માળખામાં રહેલી ભાવનાને ખરાં અર્થમાં ચરિતાર્થ કરવી જોઈએ, જે આપત્તિ નિવારણ વ્યવસ્થાપન માટે સમાજના સહિયારા પ્રયાસ માટે અપીલ કરે છે.
ભારતમાં અમે સેન્દાઈ માળખાનો અમલ કરવા પ્રતિબદ્ધ છીએ. ચાલુ વર્ષે જૂનમાં ભારતની રાષ્ટ્રીય આપત્તિ વ્યવસ્થાપન યોજના જાહેર થઈ હતી, જે સેન્દાઈ માળખામાં નક્કી પ્રાથમિકતાઓ સાથે સુસંગત છે.
આપત્તિ નિવારણ માટે મજબૂત માળખાનું નિર્માણ કરવા આપણા પ્રયાસોને આગળ ધપાવવા એશિયા-પ્રશાંત વિસ્તારના તમામ રાષ્ટ્રોએ ખભેખભો મિલાવીને કામ કરવું જોઈએ. આપણા પ્રયાસોને પ્રાદેશિક અને આંતરરાષ્ટ્રીય સહકાર મહત્ત્વપૂર્ણ બળ પ્રદાન કરે છે.
ગયા વર્ષે નવેમ્બરમાં ભારતે સૌપ્રથમ સાઉથ એશિયન એન્યુઅલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્સરસાઇઝ (દક્ષિણ એશિયા વાર્ષિક આપત્તિ નિવારણ વ્યવસ્થાપન કવાયત)નું આયોજન કર્યું હતું. પ્રાદેશિક સહકારની ભાવનાને ધ્યાનમાં રાખીને ભારત ટૂંક સમયમાં સાઉથ એશિયા સેટેલાઇટ છોડશે. આ ઉપગ્રહ અને અવકાશ આધારિત અન્ય ટેકનોલોજીની ક્ષમતા આપત્તિ નિવારણ જોખમ વ્યવસ્થાપન ચક્રને ટેકો આપી શકે છે, જેમાં જોખમની આકારણી, જોખમનું શમન, તૈયારી, પ્રતિસાદ અને સુધારો સામેલ છે. ભારત આપત્તિ સંબંધિત જોખમના નિવારણના હેતુ માટે કોઈ પણ દેશને તેની અવકાશ ક્ષમતા ઉપલબ્ધ કરાવવા તૈયાર છે.
અમે સેન્દાઈ માળખાનો અમલ કરતાં હોવાથી અમે પ્રાદેશિક અને આંતરરાષ્ટ્રીય જોડાણ માટે નવી તકોને આવકારીશું.
મને ખાતરી છે કે આ કોન્ફરન્સ આપણા પ્રયાસોને બળ આપશે અને કોન્ફરન્સના પરિણામો સહિયારી કામગીરી માટે મજબૂત યોજના પ્રદાન કરશે.
ધન્યવાદ.
2015 was a momentous year! Apart from Sendai Framework, international community adopted 2 major frameworks to shape future of humanity: PM
— PMO India (@PMOIndia) November 3, 2016
They are the Sustainable Development Goals and the Paris Agreement on Climate Change: PM @narendramodi
— PMO India (@PMOIndia) November 3, 2016
Over the last two decades, the world and especially our region has undergone many changes– most of them positive: PM @narendramodi
— PMO India (@PMOIndia) November 3, 2016
The Asia-Pacific region has been a global leader in more ways than one: PM @narendramodi
— PMO India (@PMOIndia) November 3, 2016
We in Asia have learnt from disasters: PM @narendramodi
— PMO India (@PMOIndia) November 3, 2016
A quarter century ago, only a handful of Asian nations had national disaster management institutions: PM @narendramodi
— PMO India (@PMOIndia) November 3, 2016
Today, over thirty Asian countries have dedicated institutions leading disaster risk management efforts: PM @narendramodi
— PMO India (@PMOIndia) November 3, 2016
We now have a fully functional Indian Ocean Tsunami Warning System: PM @narendramodi
— PMO India (@PMOIndia) November 3, 2016
Same goes for improvements in cyclone early warning. If we compare impact of cyclone events in 1999 & 2013, we can see progress made: PM
— PMO India (@PMOIndia) November 3, 2016
Let me outline a ten-point agenda for renewing our efforts towards disaster risk reduction: PM @narendramodi
— PMO India (@PMOIndia) November 3, 2016
First, all development sectors must imbibe the principles of disaster risk management: PM @narendramodi
— PMO India (@PMOIndia) November 3, 2016
Second, work towards risk coverage for all–starting from poor households to SMEs to multi-national corporations to nation states: PM
— PMO India (@PMOIndia) November 3, 2016
Third, encourage greater involvement and leadership of women in disaster risk management: PM @narendramodi
— PMO India (@PMOIndia) November 3, 2016
Fourth, invest in risk mapping globally. For mapping risks related to hazards like earthquakes we have accepted standards & parameters: PM
— PMO India (@PMOIndia) November 3, 2016
Fifth, leverage technology to enhance the efficiency of our disaster risk management efforts: PM @narendramodi
— PMO India (@PMOIndia) November 3, 2016
Sixth, develop a network of universities to work on disaster issues: PM @narendramodi
— PMO India (@PMOIndia) November 3, 2016
Seventh, utilize the opportunities provided by social media and mobile technologies: PM @narendramodi
— PMO India (@PMOIndia) November 3, 2016
Eighth, build on local capacity and initiative: PM @narendramodi
— PMO India (@PMOIndia) November 3, 2016
Ninth, opportunity to learn from a disaster must not be wasted. After every disaster there are papers on lessons that are rarely applied: PM
— PMO India (@PMOIndia) November 3, 2016
And tenth, bring about greater cohesion in international response to disasters: PM @narendramodi
— PMO India (@PMOIndia) November 3, 2016
We have to wholeheartedly embrace the spirit of Sendai which calls for an all-of-society approach to disaster risk management: PM
— PMO India (@PMOIndia) November 3, 2016