PM Modi lays Foundation Stone of Barrage over Narmada river, flags off Antyodaya Express
The Antyodaya Express is a commendable initiative by the Railway Ministry, says PM Modi
Neem coating of urea has benefitted farmers and choked it's theft and corruption: PM Modi
Barrage over Narmada river will enhance commute, ensure water availability to nearby areas & also help in environment protection: PM

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે નર્મદા નદી પરના ભાડભૂત બેરેજનાં ભૂમિપૂજનનાં પ્રસંગે તકતીનું અનાવરણ કર્યું હતું. અહીં ભરૂચમાં આયોજિત જનસભામાં પ્રધાનમંત્રીએ ઉધના (સુરત, ગુજરાત) અને જયનગર (બિહાર) વચ્ચે અંત્યોદય એક્સપ્રેસને લીલી ઝંડી પણ આપી હતી. તેમણે ગુજરાત નર્મદા ફર્ટિલાઇઝર કોર્પોરેશન લિમિટેડનાં વિવિધ પ્લાન્ટના ભૂમિપૂજન માટે તકતીનું અનાવરણ કર્યું હતું અને કેટલાંક પ્લાટનું ઉદ્ઘાટન પણ કર્યું હતું.

આ જનસભામાં પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, અંત્યોદય એક્સપ્રેસ પ્રશંસનીય પહેલ છે, જે લોકોને એકબીજા સાથે જોડે છે અને ખાસ કરીને ઉત્તરપ્રદેશ કે બિહારનાં લોકોને મદદરૂપ છે, જેઓ તેમનાં ઘરથી દૂર કામ કરે છે. તેમણે જણાવ્યું હતું કે, ટ્રેન ઉત્તરપ્રદેશ અને બિહારનાં લોકોને છઠ પૂજા માટે તેમનાં વતન જવા માટે સરળતા ઊભી કરશે.

તેમણે કહ્યું હતું કે, યુરિયાનાં નીમ કોટિંગથી ખેડૂતોને મદદ મળી છે અને ભ્રષ્ટાચાર તેમજ ચોરી બંધ થઈ છે. 

શ્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે, પશુ સંવર્ધનમાં ગુજરાતે ભરેલી હરણફાળથી ખેડૂતોને મદદ મળી છે. તેમણે કહ્યું હતું કે, તેમણે ઉત્તરપ્રદેશનાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને એક ટીમ ગુજરાત મોકલવા અને પશુ આરોગ્ય મેળાઓનો અભ્યાસ કરવા જણાવ્યું હતું. તેમણે ઉમેર્યું હતું કે, આ જ પ્રકારનાં મેળાનું આયોજન વારાણસીમાં થયું હતું, જેની મુલાકાત લેવાની તક પ્રધાનમંત્રીને મળી હતી. 

Explore More
78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ
'India Delivers': UN Climate Chief Simon Stiell Hails India As A 'Solar Superpower'

Media Coverage

'India Delivers': UN Climate Chief Simon Stiell Hails India As A 'Solar Superpower'
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
સોશિયલ મીડિયા કોર્નર 16 ફેબ્રુઆરી 2025
February 16, 2025

Appreciation for PM Modi’s Steps for Transformative Governance and Administrative Simplification