પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે દુબઈમાં વર્લ્ડ ગવર્નમેન્ટ સમિટ દરમિયાન મેડાગાસ્કરના રાષ્ટ્રપતિ મહામહિમ શ્રી એન્ડ્રી રાજોએલીના સાથે મુલાકાત કરી હતી. બંને નેતાઓ વચ્ચે આ પ્રથમ મુલાકાત હતી.
બંને નેતાઓએ બંને દેશો વચ્ચે લાંબા સમયથી ચાલી રહેલા મૈત્રીપૂર્ણ સંબંધો અને પ્રાચીન ભૌગોલિક સંબંધોને માન્યતા આપી હતી. તેઓએ દ્વિપક્ષીય સંબંધોને આગળ વધારવાની રીતો પર ચર્ચા કરી અને યુએન સહિત વિવિધ બહુપક્ષીય મંચોમાં બંને દેશો વચ્ચેના ગાઢ સહયોગની પ્રશંસા કરી.
પ્રધાનમંત્રીએ ભારત-મેડાગાસ્કર ભાગીદારીને વધુ મજબુત બનાવવા અને વિઝન ‘સાગર’ - આ ક્ષેત્રમાં તમામ માટે સુરક્ષા અને વિકાસ માટે ભારતની પ્રતિબદ્ધતાની પુનઃ પુષ્ટિ કરી. તેમણે સંદેશ આપ્યો કે હિંદ મહાસાગર ક્ષેત્રમાં સાથી વિકાસશીલ દેશ તરીકે, ભારત મેડાગાસ્કરની વિકાસ યાત્રામાં પ્રતિબદ્ધ ભાગીદાર રહેશે.
PM @narendramodi and President @SE_Rajoelina of Madagascar had a fruitful meeting in Dubai.
— PMO India (@PMOIndia) February 14, 2024
Their discussions focused on deepening bilateral ties between both the countries. The Prime Minister reassured Madagascar of India's unwavering support in its developmental journey. pic.twitter.com/IiJW2PFgYR