પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ eSanjivani એપ પર 10 કરોડ ટેલી-કન્સલ્ટેશનના સીમાચિહ્નની પ્રશંસા કરી છે.
કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી ડૉ.મનસુખ માંડવિયા દ્વારા એક ટ્વીટ શેર કરતા, પ્રધાનમંત્રીએ ટ્વીટ કર્યું;
“10,00,00,000 ટેલી-કન્સલ્ટેશન એ એક નોંધપાત્ર સિદ્ધિ છે. હું એવા તમામ ડોકટરોની પ્રશંસા કરું છું જેઓ ભારતમાં મજબૂત ડિજિટલ હેલ્થ ઈકો-સિસ્ટમ બનાવવામાં મોખરે છે.”
10,00,00,000 tele-consultations is a remarkable feat. I laud all those doctors who are at the forefront of building a strong digital health eco-system in India. https://t.co/jQaXERtLI9
— Narendra Modi (@narendramodi) February 17, 2023