પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ જટિલ અને મુશ્કેલ ઊંડા પાણીના કૃષ્ણા ગોદાવરી બેસિન (KG-DWN-98/2 બ્લોક, બંગાળની ખાડીના કિનારે આવેલા)માંથી પ્રથમ તેલ ઉત્પાદન શરૂ કરવાની પ્રશંસા કરી હતી.
પેટ્રોલિયમ અને કુદરતી ગેસના કેન્દ્રીય મંત્રી શ્રી હરદીપ સિંહ પુરીના X પોસ્ટ પર પ્રતિક્રિયા આપતાં, પ્રધાનમંત્રીએ કહ્યું;
“ભારતની ઊર્જા યાત્રામાં આ એક નોંધપાત્ર પગલું છે અને આત્મનિર્ભર ભારત માટેના આપણા મિશનને વેગ આપે છે. તેનાથી આપણા અર્થતંત્ર માટે પણ ઘણા ફાયદા થશે.”
This is a remarkable step in India’s energy journey and boosts our mission for an Aatmanirbhar Bharat. It will have several benefits for our economy as well. https://t.co/yaW7xozVQx
— Narendra Modi (@narendramodi) January 8, 2024