પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આરોગ્ય, સુખ અને સમૃદ્ધિનું પ્રતીક ધનતેરસના શુભ અવસર પર રાષ્ટ્રને શુભેચ્છા પાઠવી છે.
શ્રી મોદીએ ભગવાન ધન્વંતરિના આશીર્વાદ માંગ્યા છે અને તમામ નાગરિકો સ્વસ્થ, સમૃદ્ધ અને સુખી રહે તેવી શુભેચ્છા પાઠવી છે, જેથી વિકસિત ભારતના સંકલ્પને નવી ઉર્જા મળતી રહે.
પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું;
“દેશના મારા પરિવારના તમામ સભ્યોને , આરોગ્ય અને સુખ અને સમૃદ્ધિના પ્રતીક સમાન તહેવાર ધનતેરસ પર ખૂબ ખૂબ અભિનંદન. હું ઈચ્છું છું કે ભગવાન ધન્વંતરિની કૃપાથી તમે બધા હંમેશા સ્વસ્થ, સમૃદ્ધ અને ખુશ રહો, જેથી વિકસિત ભારતના સંકલ્પને નવી ઉર્જા મળતી રહે.
देश के मेरे सभी परिवारजनों को आरोग्य एवं सुख-समृद्धि के प्रतीक पर्व धनतेरस की बहुत-बहुत बधाई। मेरी कामना है कि भगवान धन्वंतरि की कृपा से आप सभी सदैव स्वस्थ, संपन्न और प्रसन्न रहें, जिससे विकसित भारत के संकल्प को नई ऊर्जा मिलती रहे।
— Narendra Modi (@narendramodi) November 10, 2023