પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ વિશ્વકર્મા જયંતિ નિમિત્તે લોકોને શુભેચ્છા પાઠવી છે. તેમણે નિર્માણ અને સર્જન સાથે જોડાયેલા કુશળ અને મહેનતુ કારીગરો અને સર્જકોને પણ નમન કર્યાં. શ્રી મોદીએ વિશ્વાસ વ્યક્ત કર્યો કે વિકસિત અને આત્મનિર્ભર ભારતના સંકલ્પની સિદ્ધિમાં તેમનું યોગદાન અજોડ હશે.
એક X પોસ્ટમાં, પ્રધાનમંત્રીએ કહ્યું;
“ભગવાન વિશ્વકર્માની જયંતિ પર તમામ દેશવાસીઓને ખૂબ ખૂબ શુભેચ્છાઓ. આ અવસરે નિર્માણ અને સર્જન સાથે જોડાયેલા મારા તમામ કુશળ અને મહેનતુ સાથીદારોને મારી વિશેષ પ્રણામ. મને વિશ્વાસ છે કે વિકસિત અને આત્મનિર્ભર ભારતના સંકલ્પને હાંસલ કરવામાં તમારું યોગદાન અમૂલ્ય હશે.”
सभी देशवासियों को भगवान विश्वकर्मा जयंती की अनेकानेक शुभकामनाएं। इस अवसर पर निर्माण और सृजन से जुड़े अपने सभी हुनरमंद एवं परिश्रमी साथियों को मेरा विशेष नमन। मुझे विश्वास है कि विकसित और आत्मनिर्भर भारत के संकल्प की सिद्धि में आपका अप्रतिम योगदान रहने वाला है। pic.twitter.com/GCAASb2zpy
— Narendra Modi (@narendramodi) September 17, 2024