પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ વાલ્મીકિ જયંતીના શુભ અવસર પર રાષ્ટ્રને શુભેચ્છા પાઠવી હતી.
પ્રધાનમંત્રીએ કહ્યું કે મહર્ષિ વાલ્મીકિના સામાજિક સમાનતા અને સદ્ભાવના અંગેના વિચારો આજે પણ સમાજને માર્ગદર્શન આપી રહ્યા છે. તેમના સંદેશાઓ દ્વારા, તેઓ યુગો સુધી આપણી સભ્યતા અને સંસ્કૃતિનો અમૂલ્ય વારસો બની રહેશે, એમ શ્રી મોદીએ જણાવ્યું હતું.
પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું:
"વાલ્મીકિ જયંતી પર દેશવાસીઓને અભિનંદન. સામાજિક સમાનતા અને સદ્ભાવના સાથે સંબંધિત તેમના અમૂલ્ય વિચારો આજે પણ ભારતીય સમાજમાં સિંચન કરી રહ્યા છે. માનવતાના તેમના સંદેશાઓ દ્વારા, તેઓ યુગો સુધી આપણી સભ્યતા અને સંસ્કૃતિનો અમૂલ્ય વારસો બનીને રહેશે."
देशवासियों को वाल्मीकि जयंती की अनंत शुभकामनाएं। सामाजिक समानता और सद्भावना से जुड़े उनके अनमोल विचार आज भी भारतीय समाज को सिंचित कर रहे हैं। मानवता के अपने संदेशों के माध्यम से वे युगों-युगों तक हमारी सभ्यता और संस्कृति की अमूल्य धरोहर बने रहेंगे। pic.twitter.com/wls3yN8ZfJ
— Narendra Modi (@narendramodi) October 28, 2023