પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ રાજ્યની રચના દિવસ પર છત્તીસગઢની જનતાને હાર્દિક શુભેચ્છાઓ પાઠવી છે.
પ્રધાનમંત્રીએ કહ્યું કે અહીંના લોકોની ગતિશીલતા છત્તીસગઢને એક વિશેષ રાજ્ય બનાવે છે. "રાજ્યની સંસ્કૃતિને સમૃદ્ધ બનાવવામાં આપણા આદિવાસી સમુદાયોનું ખૂબ મહત્વનું યોગદાન છે. રાજ્યની ભવ્ય પરંપરા અને સાંસ્કૃતિક વારસો દરેકને આકર્ષે છે. હું કુદરતી અને સાંસ્કૃતિક વૈભવથી ભરપૂર છત્તીસગઢ માટે ઉજ્જવળ ભવિષ્યની ઈચ્છા રાખું છું",એમ તેમણે ઉમેર્યું.
પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું:
"છત્તીસગઢના આપણા તમામ ભાઈઓ અને બહેનોને રાજ્યના સ્થાપના દિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. અહીંના લોકોની જીવંતતા તેને એક વિશેષ રાજ્ય બનાવે છે. આ રાજ્યની સંસ્કૃતિને સમૃદ્ધ બનાવવામાં આપણા આદિવાસી સમુદાયોનું ખૂબ જ મહત્વપૂર્ણ યોગદાન છે. આ રાજ્યની ભવ્ય ગૌરવશાલી પરંપરા અને સાંસ્કૃતિક વારસો દરેકને આકર્ષે છે. હું કુદરતી અને સાંસ્કૃતિક વૈભવથી ભરપૂર છત્તીસગઢના ઉજ્જવળ ભવિષ્યની ઈચ્છા રાખું છું."
छत्तीसगढ़ के अपने सभी भाइयों और बहनों को राज्य के स्थापना दिवस की ढेरों शुभकामनाएं। यहां के लोगों की जीवंतता इसे एक विशेष राज्य बनाती है। इस राज्य की संस्कृति को समृद्ध बनाने में हमारे आदिवासी समुदायों का बहुत ही अहम योगदान है। प्रदेश की गौरवशाली परंपरा और सांस्कृतिक विरासत हर…
— Narendra Modi (@narendramodi) November 1, 2023