પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ઝારખંડના સ્થાપના દિવસ પર ઝારખંડના લોકોને શુભેચ્છા પાઠવી છે. તેમણે રાજ્યના ઉજ્જવળ ભવિષ્યની શુભેચ્છા પાઠવી હતી.
શ્રી મોદીએ કહ્યું કે ઝારખંડ તેના ખનિજ સંસાધનો તેમજ આદિવાસી સમાજના સાહસ, બહાદુરી અને સ્વાભિમાન માટે પ્રખ્યાત છે. ઝારખંડના લોકોએ દેશની પ્રગતિમાં મહત્વનું યોગદાન આપ્યું છે.
એક X પોસ્ટમાં, પ્રધાનમંત્રીએ કહ્યું;
“ઝારખંડ તેના ખનિજ સંસાધનો તેમજ આદિવાસી સમાજની હિંમત, બહાદુરી અને સ્વાભિમાન માટે પ્રખ્યાત છે. અહીં મારા પરિવારના સભ્યોએ દેશની પ્રગતિમાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે. હું રાજ્યના સ્થાપના દિવસ પર તેમને મારી શુભકામનાઓ પાઠવું છું અને રાજ્યના ઉજ્જવળ ભવિષ્યની પણ કામના કરું છું.”
झारखंड अपनी खनिज संपदाओं के साथ-साथ जनजातीय समाज के साहस, शौर्य और स्वाभिमान के लिए सुविख्यात रहा है। यहां के मेरे परिवारजनों ने देश की उन्नति में अपना अहम योगदान दिया है। राज्य के स्थापना दिवस पर मैं उन्हें अपनी शुभकामनाएं देता हूं, साथ ही प्रदेश के उज्ज्वल भविष्य की कामना करता…
— Narendra Modi (@narendramodi) November 15, 2023