Quoteદિલ્હી-ગાઝિયાબાદ-મેરઠ આરઆરટીએસ કોરિડોરના પ્રાથમિકતા ધરાવતા સેક્શનનું ઉદઘાટન કર્યું
Quoteસાહિબાબાદથી દુહાઈ ડેપોને જોડતી નમો ભારત રેપિડએક્સ ટ્રેનને લીલી ઝંડી આપી
Quoteબેંગલુરુ મેટ્રોના ઇસ્ટ-વેસ્ટ કોરિડોરના બે પટ્ટા દેશને સમર્પિત કર્યા
Quoteપ્રધાનમંત્રીએ કહ્યું કે, "દિલ્હી-મેરઠ આરઆરટીએસ કોરિડોર પ્રાદેશિક જોડાણમાં નોંધપાત્ર પરિવર્તન લાવશે"
Quoteપ્રધાનમંત્રીએ કહ્યું કે, "આજે ભારતની પ્રથમ રેપિડ રેલ સેવા નમો ભારત ટ્રેન શરૂ થઈ ગઈ છે"
Quote"નમો ભારત ટ્રેન નવા ભારતની નવી યાત્રા અને તેના નવા સંકલ્પોને પરિભાષિત કરી રહી છે"
Quoteપ્રધાનમંત્રીએ કહ્યું કે, "હું નવી મેટ્રો સુવિધા માટે બેંગાલુરુનાં તમામ લોકોને અભિનંદન આપું છું"
Quoteપ્રધાનમંત્રીએ કહ્યું કે, "નમો ભારત ટ્રેન ભારતનાં ઉજ્જવળ ભવિષ્યની ઝાંખી છે"
Quoteપ્રધાનમંત્રીએ કહ્યું કે, "અમૃત ભારત, વંદે ભારત અને નમો ભારતની ત્રિપુટી આ દાયકાના અંત સુધીમાં આધુનિક રેલવેનું પ્રતીક બની જશે"
Quote"કેન્દ્ર સરકાર દિલ્હી, યુપી અથવા કર્ણાટક હોય, દરેક શહેરમાં આધુનિક અને હરિયાળા જાહેર પરિવહનને પ્રોત્સાહન આપવાનો પ્રયાસ કરી રહી છે"
Quote“તમે મારો પરિવાર છો, તેથી તમે મારી પ્રાથમિકતા છો, આ કામ તમારા માટે કરવામાં આવી રહ્યું છે, જો તમે ખુશ છો, તો હું ખુશ થઈશ, જો તમે સક્ષમ હશો તો દેશ સક્ષમ બનશે”

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ઉત્તરપ્રદેશમાં ગાઝિયાબાદમાં સાહિબાબાદ રેપિડએક્સ સ્ટેશન પર દિલ્હી-ગાઝિયાબાદ-મેરઠ આરઆરટીએસ કોરિડોરનાં પ્રાથમિકતા ધરાવતા સેક્શનનું ઉદઘાટન કર્યું હતું. તેમણે સાહિબાબાદથી દુહાઈ ડેપોને જોડતી નમો ભારત રેપિડએક્સ ટ્રેનને પણ લીલી ઝંડી આપી હતી, જેનાં પરિણામે ભારતમાં રિજનલ રેપિડ ટ્રાન્ઝિટ સિસ્ટમ (આરઆરટીએસ)નો શુભારંભ થયો હતો. શ્રી મોદીએ બેંગાલુરુ મેટ્રોના પૂર્વ-પશ્ચિમ કોરિડોરના બે પટ્ટા રાષ્ટ્રને સમર્પિત કર્યા હતા.

પ્રધાનમંત્રીએ રિજનલ રેપિડ ટ્રેન નમો ભારતની યાત્રા પણ કરી હતી.

 

|

આ પ્રસંગે ઉપસ્થિત જનમેદનીને સંબોધતા પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, આજે દેશની સૌપ્રથમ રેપિડ રેલ સર્વિસ નમો ભારત ટ્રેનને લોકો માટે સમર્પિત કરવામાં આવી રહી છે, ત્યારે આ ક્ષણ દેશ માટે ઐતિહાસિક ક્ષણ છે. શ્રી મોદીએ ચાર વર્ષ અગાઉ દિલ્હી-ગાઝિયાબાદ-મેરઠ આરઆરટીએસ કોરિડોરનો શિલાન્યાસ કરવાની યાદ અપાવી હતી અને આજે સાહિબાબાદથી દુહાઈ ડેપોનાં પટ્ટા પર તેની કામગીરી શરૂ કરી હતી. તેમણે જે પરિયોજનાઓનો શિલાન્યાસ કર્યો છે, તેનું ઉદઘાટન કરવાની સરકારની કટિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો હતો તથા વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે, તેઓ દોઢ વર્ષ પછી આરઆરટીએસનાં મેરઠ પટ્ટાને પૂર્ણ કરવા માટે ઉપસ્થિત રહેશે. શ્રી મોદીએ અગાઉ આજે નમો ભારતમાં પ્રવાસ કરવાનો પોતાનો અનુભવ વહેંચ્યો હતો અને દેશમાં રેલવેની કાયાપલટ પર પ્રસન્નતા વ્યક્ત કરી હતી. પ્રધાનમંત્રીએ નવરાત્રિના પ્રસંગની નોંધ લઈને કહ્યું હતું કે, નમો ભારતને માતા કાત્યાયનીએ આશીર્વાદ આપ્યા છે. તેમણે એવી પણ માહિતી આપી હતી કે, નવી ઉદ્ઘાટન પામેલી નમો ભારત ટ્રેનનાં સંપૂર્ણ સપોર્ટ સ્ટાફ અને લોકોમોટિવ પાઇલટ્સમાં મહિલાઓ સામેલ છે. શ્રી મોદીએ કહ્યું હતું કે, "નમો ભારત દેશમાં મહિલા શક્તિને મજબૂત કરવાનું પ્રતીક છે." પ્રધાનમંત્રીએ દિલ્હી, એનસીઆર અને પશ્ચિમ ઉત્તરપ્રદેશનાં લોકોને નવરાત્રિનાં શુભ પ્રસંગે આજની પરિયોજનાઓ માટે અભિનંદન આપ્યાં હતાં. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, નમો ભારત ટ્રેન આધુનિકતા અને ઝડપ ધરાવે છે. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, "નમો ભારત ટ્રેન નવા ભારતની નવી સફર અને તેના નવા સંકલ્પોને પરિભાષિત કરે છે."

પ્રધાનમંત્રીએ તેમની એ માન્યતાનો પુનરોચ્ચાર કર્યો હતો કે, ભારતનો વિકાસ રાજ્યોનાં વિકાસમાં રહેલો છે. તેમણે જણાવ્યું હતું કે, મેટ્રોનો બે ભાગ બેંગાલુરુનાં આઇટી કેન્દ્રમાં કનેક્ટિવિટીને વધારે મજબૂત કરશે. તેમણે માહિતી આપી હતી કે, દરરોજ આશરે 8 લાખ મુસાફરો મેટ્રોમાં મુસાફરી કરે છે.

 

|

પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, "21મી સદીનું ભારત દરેક ક્ષેત્રમાં પ્રગતિ અને વિકાસની પોતાની ગાથા લખી રહ્યું છે." તેમણે ચંદ્રયાન-3ની તાજેતરની સફળતાનો ઉલ્લેખ કર્યો હતો અને જી-20ના સફળ આયોજનને પણ સ્પર્શ કર્યો હતો, જેણે ભારતને સમગ્ર વિશ્વ માટે આકર્ષણનું કેન્દ્ર બનાવ્યું છે. તેમણે એશિયાઈ રમતોત્સવમાં 100થી વધુ ચંદ્રકો જીતવાના વિક્રમસર્જક દેખાવનો, ભારતમાં 5Gના પ્રક્ષેપણ અને વિસ્તરણ તથા ડિજિટલ વ્યવહારોની વિક્રમી સંખ્યાનો ઉલ્લેખ કર્યો હતો. શ્રી મોદીએ મેડ ઇન ઇન્ડિયા વેક્સિનનો ઉલ્લેખ પણ કર્યો હતો, જે દુનિયામાં કરોડો લોકો માટે જીવનરક્ષક સાબિત થઈ હતી. ઉત્પાદન ક્ષેત્રમાં ભારતની વૃદ્ધિનો ઉલ્લેખ કરીને બહુરાષ્ટ્રીય કંપનીઓની મોબાઇલ ફોન, ટીવી, લેપટોપ અને કમ્પ્યુટર્સ માટે ભારતમાં ઉત્પાદન એકમો સ્થાપિત કરવા આતુરતા વિશે વાત કરી હતી. તેમણે લડાકુ વિમાનો અને વિમાનવાહક જહાજ આઈએનએસ વિક્રાંત સહિતના સંરક્ષણ ઉત્પાદન પર પણ વાત કરી. શ્રી મોદીએ જણાવ્યું હતું કે, "નમો ભારત ટ્રેન પણ મેડ ઇન ઇન્ડિયા છે." તેમણે જણાવ્યું હતું કે, પ્લેટફોર્મ પર સ્થાપિત સ્ક્રીન ડોર પણ ભારતમાં જ બનેલાં છે. પ્રધાનમંત્રી મોદીએ એવી પણ માહિતી આપી હતી કે નમો ભારત ટ્રેનમાં અવાજનું સ્તર હેલિકોપ્ટર અને વિમાન કરતા ઓછું છે.

પ્રધાનમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, નમો ભારત એ ભવિષ્યનાં ભારતની ઝાંખી છે અને તેમાં વૃદ્ધિ થઈ રહેલી આર્થિક મજબૂતી સાથે દેશનાં પરિવર્તનનું ઉદાહરણ આપવામાં આવ્યું છે. પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, આ 80 કિલોમીટરની લંબાઈ ધરાવતાં દિલ્હીનાં મેરઠ પટ્ટાની હજુ શરૂઆત થઈ છે, કારણ કે પ્રથમ તબક્કામાં દિલ્હી, ઉત્તરપ્રદેશ, હરિયાણા અને રાજસ્થાનનાં ઘણાં વિસ્તારોને નમો ભારત ટ્રેન સાથે જોડવામાં આવશે. આગામી દિવસોમાં શ્રી મોદીએ માહિતી આપી હતી કે, દેશનાં અન્ય ભાગોમાં પણ આ પ્રકારની વ્યવસ્થા ઊભી કરવામાં આવશે, જેનો ઉદ્દેશ કનેક્ટિવિટી સુધારવાનો અને રોજગારીની નવી તકો ઊભી કરવાનો છે.

પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, વર્તમાન સદીનો આ ત્રીજો દાયકો ભારતીય રેલવેની કાયાપલટ કરવાનો દાયકો છે. "મને નાનાં સપનાં જોવાની અને ધીમે ધીમે ચાલવાની ટેવ નથી. હું આજની યુવા પેઢીને ખાતરી આપવા માંગુ છું કે આ દાયકાના અંત સુધીમાં, તમને ભારતીય ટ્રેનો વિશ્વમાં કોઈનાથી પાછળ નહીં મળે, એમ પ્રધાનમંત્રી મોદીએ જણાવ્યું હતું. તેમણે ઉલ્લેખ કર્યો હતો કે, ભારતીય રેલવે સુરક્ષા, સાફસફાઈ, સુવિધાઓ, સંકલન, સંવેદનશીલતા અને ક્ષમતામાં દુનિયામાં એક નવી સિદ્ધિ હાંસલ કરશે. ભારતીય રેલવે 100 ટકા વીજળીકરણના લક્ષ્યથી ખૂબ દૂર નથી. તેમણે નમો ભારત અને વંદે ભારત જેવી આધુનિક ટ્રેનો અને અમૃત ભારત રેલવે સ્ટેશન યોજના હેઠળ રેલવે સ્ટેશનને અપગ્રેડ કરવા જેવી પહેલની યાદી આપી હતી. તેમણે ઉમેર્યું હતું કે, "અમૃત ભારત, વંદે ભારત અને નમો ભારતની ત્રિપુટી ચાલુ દાયકાનાં અંત સુધીમાં આધુનિક રેલવેનું પ્રતીક બની જશે."

 

|

મલ્ટિ-મોડલ કનેક્ટિવિટીની વિચારસરણીને રેખાંકિત કરતાં પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, દિલ્હીનાં સરાય કાલે ખાન, આનંદ વિહાર, ગાઝિયાબાદ અને મેરઠ બસ સ્ટેશનો, મેટ્રો સ્ટેશનો અને રેલવે સ્ટેશનોને નમો ભારત સિસ્ટમથી જોડવામાં આવ્યાં છે.

શ્રી મોદીએ તમામ નાગરિકોનાં જીવનધોરણ અને જીવનની ગુણવત્તા સુધારવા, હવાની શ્રેષ્ઠ ગુણવત્તા પ્રદાન કરવા, કચરાના ઢગલામાંથી મુક્તિ મેળવવા, શ્રેષ્ઠ શૈક્ષણિક સુવિધાઓ અને જાહેર પરિવહન સેવાઓમાં સુધારો કરવા સરકારનાં ભારને રેખાંકિત કર્યો હતો. પ્રધાનમંત્રીએ માહિતી આપી હતી કે, સરકાર દેશમાં જાહેર પરિવહન વ્યવસ્થાને સુધારવા માટે અગાઉ કરતાં વધારે ખર્ચ કરી રહી છે. તેમણે જમીન, હવાઈ અને દરિયાઈ ક્ષેત્ર પર સંપૂર્ણ વિકાસલક્ષી પ્રયાસોનો ઉલ્લેખ કર્યો હતો. જળ પરિવહન વ્યવસ્થાનું ઉદાહરણ ટાંકીને પ્રધાનમંત્રીએ જાણકારી આપી હતી કે, ભારતની નદીઓમાં 100થી વધારે જળમાર્ગો વિકસાવવામાં આવ્યાં છે, જ્યાં વારાણસીથી હલ્દિયા સુધી ગંગાને સમાંતર સૌથી મોટો જળમાર્ગ વિકસાવવામાં આવી રહ્યો છે. તેમણે જણાવ્યું હતું કે, ખેડૂતો હવે આંતરિક જળમાર્ગોની મદદથી પોતાનાં ઉત્પાદનોને આ વિસ્તારની બહાર મોકલી શકે છે. પ્રધાનમંત્રીએ તાજેતરમાં સંપન્ન થયેલી ગંગાવિલાસ રિવર ક્રુઝની પણ ચર્ચા કરી હતી, જેણે 3200 કિલોમીટરથી વધારેની મુસાફરી પૂર્ણ કરી હતી અને દુનિયામાં સૌથી લાંબા રિવર ક્રુઝનો વિશ્વ વિક્રમ સર્જ્યો હતો. તેમણે દેશમાં બંદરની માળખાગત સુવિધાઓના વિસ્તરણ અને આધુનિકીકરણ વિશે વાત કરી હતી, જેનો લાભ કર્ણાટક જેવા રાજ્યો દ્વારા પણ લેવામાં આવે છે. જમીનનાં નેટવર્કનો ઉલ્લેખ કરીને પ્રધાનમંત્રીએ જાણકારી આપી હતી કે, આધુનિક એક્સપ્રેસ-વેની જાળનાં વિસ્તરણ માટે રૂ. 4 લાખ કરોડથી વધારેનો ખર્ચ કરવામાં આવી રહ્યો છે, ત્યારે નમો ભારત કે મેટ્રો ટ્રેન જેવી આધુનિક ટ્રેનો પાછળ રૂ. 3 લાખ કરોડનો ખર્ચ કરવામાં આવી રહ્યો છે. દિલ્હીમાં મેટ્રો નેટવર્કના વિસ્તરણની સમાંતરે પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, ઉત્તરપ્રદેશથી નોઇડા, ગાઝિયાબાદ, લખનઉ, મેરઠ, આગ્રા અને કાનપુર જેવા શહેરો પણ આ જ રસ્તે ચાલી રહ્યાં છે. કર્ણાટકમાં પણ બેંગાલુરુ અને મૈસુરુમાં મેટ્રોનું વિસ્તરણ થઈ રહ્યું છે. એર કનેક્ટિવિટીમાં વધારો થવા પર પ્રકાશ પાડતા પ્રધાનમંત્રીએ જાણકારી આપી હતી કે, છેલ્લાં 9 વર્ષમાં એરપોર્ટની સંખ્યા બમણી થઈ ગઈ છે અને ભારતની એરલાઇન્સે 1000થી વધારે નવા એરક્રાફ્ટનો ઓર્ડર આપ્યો છે. પ્રધાનમંત્રીએ અંતરિક્ષ ક્ષેત્રમાં ભારતની ઝડપી હરણફાળ વિશે પણ વાત કરી હતી અને ચંદ્ર પર પગ મૂકનારા ચંદ્રયાનનો ઉલ્લેખ કર્યો હતો. શ્રી મોદીએ માહિતી આપી હતી કે, સરકારે વર્ષ 2040 સુધી રોડમેપ તૈયાર કર્યો છે, જેમાં માનવસર્જિત અવકાશ યાત્રાઓ માટે ગગનયાન અને ભારતનાં અંતરિક્ષ સ્ટેશનની સ્થાપના સામેલ છે. પ્રધાનમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, "એ દિવસ દૂર નથી જ્યારે આપણે આપણા અવકાશયાનમાં ચંદ્ર પર પ્રથમ ભારતીયને ઉતારીશું." તેમણે પુનરોચ્ચાર કર્યો હતો કે, આ વિકાસ દેશનાં યુવાનો માટે હાથ ધરવામાં આવ્યો છે અને તેમના માટે ઉજ્જવળ ભવિષ્યનું નિર્માણ કરે છે.

 

|

પ્રધાનમંત્રીએ શહેરી પ્રદૂષણ ઘટાડવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. આ દેશમાં ઇલેક્ટ્રિક બસોના વધતા જતા નેટવર્ક તરફ દોરી રહ્યું છે. કેન્દ્ર સરકારે રાજ્યોને 10,000 ઇલેક્ટ્રિક બસો આપવાની યોજના શરૂ કરી છે. તેમણે માહિતી આપી હતી કે ભારત સરકાર દિલ્હીમાં 600 કરોડના ખર્ચે 1300થી વધુ ઇલેક્ટ્રિક બસો દોડાવવાની તૈયારી કરી રહી છે. તેમાંથી 850થી વધુ ઇલેક્ટ્રિક બસો દિલ્હીમાં દોડવાની શરૂઆત કરી દીધી છે. એ જ રીતે બેંગ્લોરમાં પણ ભારત સરકાર 1200થી વધુ ઈલેક્ટ્રિક બસ ચલાવવા માટે 500 કરોડ રૂપિયાની મદદ કરી રહી છે. તેમણે કહ્યું હતું કે, "કેન્દ્ર સરકાર દિલ્હી, ઉત્તરપ્રદેશ કે કર્ણાટક હોય, દરેક શહેરમાં આધુનિક અને હરિયાળા જાહેર પરિવહનને પ્રોત્સાહન આપવાનો પ્રયાસ કરી રહી છે."

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, દેશમાં વિકસાવવામાં આવી રહેલાં માળખાગત સુવિધામાં નાગરિક સરળતાને પ્રાથમિકતા આપવામાં આવી રહી છે. તેમણે મેટ્રો કે નમો ભારત જેવી ટ્રેનોથી પ્રવાસીઓનાં જીવનમાં સરળતા ઊભી થશે એ બાબત પર પ્રકાશ પાડ્યો હતો તથા ગુણવત્તાયુક્ત માળખાગત સુવિધાઓ કેવી રીતે દેશનાં યુવાનો, વ્યાવસાયિકો અને કામ કરતી મહિલાઓ માટે નવી તકો ઊભી કરશે એ બાબત પર પ્રકાશ પાડ્યો હતો. તેમણે ઉમેર્યું હતું કે, "હોસ્પિટલો જેવા સામાજિક માળખાગત સુવિધાઓથી દર્દીઓ, ડૉક્ટરો અને તબીબી વિદ્યાર્થીઓને લાભ થશે. તેમણે ઉમેર્યું હતું કે, ડિજિટલ માળખાગત સુવિધાથી નાણાંની લીકેજ અટકાવવાની અને સરળ લેવડ-દેવડને સુનિશ્ચિત કરશે."

 

|

હાલમાં ચાલી રહેલા તહેવારોના સમયગાળાની નોંધ લઈને પ્રધાનમંત્રીએ કેન્દ્રીય મંત્રીમંડળે ખેડૂતો, કર્મચારીઓ અને પેન્શનર્સના લાભ માટે તાજેતરમાં લીધેલા નિર્ણયોનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે માહિતી આપી હતી કે સરકારે રવી પાકના એમએસપીમાં મોટો વધારો કર્યો છે જ્યાં મસૂરની દાળના એમએસપીમાં ક્વિન્ટલ દીઠ રૂ. 425, સરસવમાં રૂ. 200 અને ઘઉંમાં ક્વિન્ટલ દીઠ રૂ. 150 નો વધારો કરવામાં આવ્યો છે. તેમણે એમ પણ નોંધ્યું હતું કે, વર્ષ 2014માં ઘઉંની એમએસપી રૂ. 1400 પ્રતિ ક્વિન્ટલ હતી, જે હવે રૂ. 2000ને વટાવી ગઈ છે, છેલ્લાં 9 વર્ષમાં મસૂરની દાળની એમએસપી બમણી થઈ ગઈ છે અને આ સમયગાળા દરમિયાન સરસવની એમએસપીમાં ક્વિન્ટલદીઠ રૂ. 2600નો વધારો થયો છે. તેમણે ઉમેર્યું હતું કે, "આ ખેડૂતોને ખર્ચ કરતાં દોઢ ગણાથી વધારે ટેકાનાં ભાવ પ્રદાન કરવાની અમારી કટિબદ્ધતાને પ્રતિબિંબિત કરે છે."

પ્રધાનમંત્રીએ વાજબી દરે યુરિયાની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવાનાં પગલાં વિશે જાણકારી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે, આંતરરાષ્ટ્રીય બજારમાં રૂ. 3000ની કિંમતની યુરિયાની થેલીઓ ભારતીય ખેડૂતોને રૂ. 300થી ઓછી કિંમતે ઉપલબ્ધ છે. સરકાર આના પર દર વર્ષે 2.5 લાખ કરોડથી વધુ ખર્ચ કરી રહી છે.

પ્રધાનમંત્રીએ લણણી પછી બાકી રહેલાં અવશેષોનો ઉપયોગ કરવા પર સરકારનાં ભાર પર ભાર મૂક્યો હતો, પછી તે ડાંગરનો ભૂસકો હોય કે પરાળ. તેમણે ઉલ્લેખ કર્યો હતો કે, સમગ્ર દેશમાં જૈવઇંધણ અને ઇથેનોલ એકમો સ્થાપિત થઈ રહ્યાં છે, જે 9 વર્ષ અગાઉની સરખામણીમાં 10 ગણું વધારે છે. અત્યાર સુધી પ્રધાનમંત્રીએ જાણકારી આપી હતી કે, ખેડૂતોને આશરે રૂ. 65,000 કરોડ ઇથેનોલનાં ઉત્પાદનથી મળ્યાં છે. તેમણે ઉમેર્યું હતું કે, "છેલ્લાં 10 મહિનામાં જ દેશનાં ખેડૂતોને કુલ રૂ. 18,000 કરોડથી વધારેની ચુકવણી કરવામાં આવી છે." મેરઠ-ગાઝિયાબાદ ક્ષેત્રના ખેડૂતો વિશે વાત કરતા તેમણે માહિતી આપી હતી કે, વર્ષ 2023ના માત્ર 10 મહિનામાં ઇથેનોલ માટે રૂ. 300 કરોડથી વધુની ચુકવણી કરવામાં આવી છે.

પ્રધાનમંત્રીએ ઉજ્જવલા લાભાર્થીઓ માટે ગેસ સિલિન્ડરની કિંમતમાં 500 રૂપિયાનો ઘટાડો કરવા, 80 કરોડથી વધારે નાગરિકોને મફત રાશન, કેન્દ્ર સરકારનાં કર્મચારીઓ અને પેન્શનર્સને 4 ટકા ડીએ અને ડીઆર તથા ગ્રૂપ બી અને સીનાં લાખો નોન ગેઝેટેડ રેલવે કર્મચારીઓ માટે દિવાળી બોનસનો પણ ઉલ્લેખ કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, "આનાથી સમગ્ર અર્થતંત્રને ફાયદો થશે કારણ કે તેનાથી બજારમાં આર્થિક પ્રવૃત્તિઓને પ્રોત્સાહન મળશે."

 

|

સંબોધનના સમાપનમાં પ્રધાનમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, જ્યારે આ પ્રકારના સંવેદનશીલ નિર્ણયો લેવામાં આવે છે, ત્યારે દરેક પરિવારમાં ઉત્સવનો આનંદ વધે છે. અને દેશના દરેક પરિવારની ખુશી ઉત્સવના મૂડ માટે બનાવે છે. "તમે મારું કુટુંબ છો, તેથી તમે મારી પ્રાથમિકતા છો. આ કામ તમારા માટે થઈ રહ્યું છે. જો તમે ખુશ છો, તો હું ખુશ થઈશ. જો તમે સક્ષમ હશો, તો દેશ સક્ષમ હશે."

આ પ્રસંગે ઉત્તરપ્રદેશનાં રાજ્યપાલ સુશ્રી આનંદીબહેન પટેલ, ઉત્તરપ્રદેશનાં મુખ્યમંત્રી શ્રી યોગી આદિત્યનાથ અને કેન્દ્રીય આવાસ અને શહેરી બાબતોનાં મંત્રી શ્રી હરદીપસિંહ પુરી ઉપસ્થિત રહ્યાં હતાં, ત્યારે કર્ણાટકનાં મુખ્યમંત્રી શ્રી સિદ્ધારમૈયા વીડિયો કોન્ફરન્સિંગ મારફતે આ કાર્યક્રમમાં જોડાયાં હતાં.

દિલ્હી-ગાઝિયાબાદ-મેરઠ આરઆરટીએસ કોરિડોર

દિલ્હી-ગાઝિયાબાદ-મેરઠ આરઆરટીએસ કોરિડોરનો 17 કિલોમીટરનો પ્રાથમિકતા ધરાવતો વિભાગ સાહિબાબાદથી 'દુહાઈ ડેપો'ને જોડશે અને માર્ગમાં ગાઝિયાબાદ, ગુલધર અને દુહાઈનાં સ્ટેશનો સામેલ છે. પ્રધાનમંત્રીએ 8 માર્ચ, 2019નાં રોજ દિલ્હી-ગાઝિયાબાદ-મેરઠ કોરિડોરનો શિલાન્યાસ કર્યો હતો.

 

|

નવા વૈશ્વિક કક્ષાના પરિવહન માળખાના નિર્માણ દ્વારા દેશમાં પ્રાદેશિક જોડાણમાં પરિવર્તન લાવવાના પ્રધાનમંત્રીના વિઝનને અનુરૂપ રિજનલ રેપિડ ટ્રાન્ઝિટ સિસ્ટમ (આરઆરટીએસ) પ્રોજેક્ટ વિકસાવવામાં આવી રહ્યો છે. આરઆરટીએસ નવી રેલ આધારિત, સેમી-હાઇ-સ્પીડ, હાઇ-ફ્રિક્વન્સી કમ્યુટર ટ્રાન્ઝિટ સિસ્ટમ છે. 180 કિમી પ્રતિ કલાકની ઝડપ સાથે, આરઆરટીએસ એક પરિવર્તનશીલ, પ્રાદેશિક વિકાસ પહેલ છે, જે દર 15 મિનિટે ઇન્ટરસિટી મુસાફરી માટે હાઇ-સ્પીડ ટ્રેનો પ્રદાન કરવા માટે ડિઝાઇન કરવામાં આવી છે, જે જરૂરિયાત મુજબ દર 5 મિનિટની આવર્તન સુધી જઇ શકે છે.

એનસીઆરમાં કુલ આઠ આરઆરટીએસ કોરિડોર વિકસાવવાની ઓળખ કરવામાં આવી છે, જેમાંથી ત્રણ કોરિડોરને પ્રાથમિકતા આપવામાં આવી છે, જેનાં પ્રથમ તબક્કામાં ત્રણ કોરિડોરને પ્રાથમિકતા આપવામાં આવી છે, જેમાં દિલ્હી – ગાઝિયાબાદ– મેરઠ કોરિડોર સામેલ છે. દિલ્હી – ગુરુગ્રામ – એસએનબી – અલવર કોરિડોર; અને દિલ્હી - પાણીપત કોરિડોર. દિલ્હી-ગાઝિયાબાદ-મેરઠ આરઆરટીએસને રૂ. 30,000 કરોડથી વધુના ખર્ચે વિકસાવવામાં આવી રહી છે અને તે ગાઝિયાબાદ, મુરાદનગર અને મોદીનગર જેવા શહેરી કેન્દ્રોમાંથી પસાર થતાં એક કલાકથી પણ ઓછા સમયમાં દિલ્હીને મેરઠ સાથે જોડશે.

દેશમાં આરઆરટીએસ વિકસાવવામાં આવી રહ્યો છે, જે અત્યાધુનિક પ્રાદેશિક મોબિલિટી સોલ્યુશન છે અને તેને દુનિયામાં શ્રેષ્ઠ સાથે સરખાવી શકાય છે. તે દેશમાં સલામત, ભરોસાપાત્ર અને આધુનિક ઇન્ટરસિટી કમ્યુટિંગ સોલ્યુશન્સ પ્રદાન કરશે. પ્રધાનમંત્રી ગાતીશક્તિ રાષ્ટ્રીય માસ્ટર પ્લાનને અનુરૂપ આરઆરટીએસ નેટવર્ક રેલવે સ્ટેશનો, મેટ્રો સ્ટેશનો, બસ સેવાઓ વગેરે સાથે વિસ્તૃતપણે મલ્ટિ-મોડલ સંકલન ધરાવશે. આ પ્રકારનાં પરિવર્તનકારી પ્રાદેશિક મોબિલિટી સોલ્યુશન્સ આ વિસ્તારમાં આર્થિક પ્રવૃત્તિઓને વેગ આપશે; રોજગાર, શિક્ષણ અને આરોગ્યની તકોની સુલભતા પ્રદાન કરવી; અને વાહનોની ગીચતા અને વાયુ પ્રદૂષણમાં નોંધપાત્ર ઘટાડો કરવામાં મદદ કરશે.

બેંગલુરુ મેટ્રો

પ્રધાનમંત્રી દ્વારા રાષ્ટ્રને ઔપચારિક રીતે સમર્પિત કરવામાં આવશે તે બે મેટ્રો પટ્ટાઓ બૈયપ્પનહલ્લીને કૃષ્ણરાજપુરા અને કેંગેરીથી ચલ્લાઘાટ્ટા સાથે જોડે છે. આ બંને મેટ્રો પટ્ટાઓ ઔપચારિક ઉદ્ઘાટનની રાહ જોયા વિના, આ કોરિડોર પર અવરજવર કરતા લોકોને સુવિધા પૂરી પાડવા માટે 9 ઓક્ટોબર 2023 થી જાહેર સેવા માટે ખોલવામાં આવ્યા હતા.

સંપૂર્ણ ટેક્સ્ટ સ્પીચ વાંચવા માટે અહીં ક્લિક કરો

  • krishangopal sharma Bjp January 05, 2025

    नमो नमो 🙏 जय भाजपा 🙏🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌹🌹🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌹🌹🌹🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌹🌹🌹🌹🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌹🌷
  • krishangopal sharma Bjp January 05, 2025

    नमो नमो 🙏 जय भाजपा 🙏🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌹🌹🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌹🌹🌹🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌹🌹🌹🌹🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌹🌷🌷
  • krishangopal sharma Bjp January 05, 2025

    नमो नमो 🙏 जय भाजपा 🙏🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌹🌹🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌹🌹🌹🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌹🌹🌹🌹🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌹🌷🌷🌷
  • Babla sengupta December 23, 2023

    Babla sengupta
  • Mahendra singh Solanki Loksabha Sansad Dewas Shajapur mp November 15, 2023

    नमो नमो नमो नमो
  • Kartik Sharma October 25, 2023

    Only rich people can afford for this Train & middle class and poor people will still travel in general coach this train is for VIP & Rich people is am right please like and reply my comment.
  • Pulin Das October 23, 2023

    Bharat Mata ki Jai 🙏🙏
  • varanasivsatyanarayanamurthy October 22, 2023

    ThankesrecevedmymasageonemorthanksbyPMmdesir
  • Babaji Namdeo Palve October 22, 2023

    Bharat Mata Kee Jai Jai Hind Jai Bharat
  • Khyali Ram Belwal October 21, 2023

    log kahte hain rojgar nahi hai, mehnat nahi karenge, idhar udhar kaam nahi dhudenge to rojgaar koi ghar mai baithkar dene to aayega nahi, uske liye din rat mehnat karni hoti hai sakal padarath yah jag mahi karmheen nar pawat naahi
Explore More
78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ
In Mann Ki Baat, PM Stresses On Obesity, Urges People To Cut Oil Consumption

Media Coverage

In Mann Ki Baat, PM Stresses On Obesity, Urges People To Cut Oil Consumption
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
સોશિયલ મીડિયા કોર્નર 24 ફેબ્રુઆરી 2025
February 24, 2025

6 Years of PM Kisan Empowering Annadatas for Success

Citizens Appreciate PM Modi’s Effort to Ensure Viksit Bharat Driven by Technology, Innovation and Research