પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે રાજસ્થાન દિવસ નિમિત્તે રાજસ્થાનના લોકોને હાર્દિક શુભેચ્છાઓ પાઠવી. તેમણે આશા વ્યક્ત કરી કે રાજ્ય સતત વિકાસ કરતું રહેશે અને શ્રેષ્ઠતા તરફ ભારતની સફરમાં અમૂલ્ય યોગદાન આપશે.
એક્સ પરની એક પોસ્ટમાં તેમણે લખ્યું:
"અદ્ભુત હિંમત અને બહાદુરીના પ્રતીક એવા રાજસ્થાનના મારા બધા ભાઈઓ અને બહેનોને રાજસ્થાન દિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. અહીંના મહેનતુ અને પ્રતિભાશાળી લોકોની ભાગીદારીથી આ રાજ્ય વિકાસના નવા ધોરણો સ્થાપિત કરતું રહે અને દેશની સમૃદ્ધિમાં અમૂલ્ય યોગદાન આપતું રહે, આ જ મારી પ્રાર્થના છે."
अद्भुत साहस और पराक्रम के प्रतीक प्रदेश राजस्थान के अपने सभी भाई-बहनों को राजस्थान दिवस की अनेकानेक शुभकामनाएं। यहां के परिश्रमी और प्रतिभाशाली लोगों की भागीदारी से यह राज्य विकास के नित-नए मानदंड गढ़ता रहे और देश की समृद्धि में अमूल्य योगदान देता रहे, यही कामना है।
— Narendra Modi (@narendramodi) March 30, 2025