પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ભાગલપુરમાં વિસ્ફોટમાં થયેલી જાનહાનિ પર દુઃખ વ્યક્ત કર્યું છે. પ્રધાનમંત્રીએ આ ઘટના સંબંધિત પરિસ્થિતિ પર મુખ્યમંત્રી શ્રી નીતિશ કુમાર સાથે વાત કરી છે અને કહ્યું છે કે વહીવટીતંત્ર રાહત અને બચાવ કામગીરીમાં વ્યસ્ત છે, અને પીડિતોને તમામ શક્ય સહાય પૂરી પાડવામાં આવી રહી છે.
એક ટ્વિટમાં, પ્રધાનમંત્રીએ કહ્યું;
"બિહારના ભાગલપુરમાં વિસ્ફોટના કારણે જાનહાનિના સમાચાર ચિંતાજનક છે. હું ઘાયલોને ઝડપથી સ્વસ્થ થવાની કામના કરું છું. ઘટના સંબંધિત પરિસ્થિતિ પર મુખ્યમંત્રી @NitishKumar જી સાથે વાત કરી. વહીવટીતંત્ર રાહત અને બચાવ કામગીરીમાં વ્યસ્ત છે. અને પીડિતોને શક્ય તમામ સહાય આપવામાં આવી રહી છે."
बिहार के भागलपुर में धमाके से हुई जनहानि की खबर पीड़ा देने वाली है। मैं घायलों के शीघ्र स्वस्थ होने की कामना करता हूं। घटना से जु़ड़े हालातों पर मुख्यमंत्री @NitishKumar जी से भी बात हुई। प्रशासन राहत और बचाव कार्यों में लगा हुआ है, और पीड़ितों को हर संभव सहायता दी जा रही है।
— Narendra Modi (@narendramodi) March 4, 2022