પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ અમદાવાદ-મહેસાણા (64.27 કિમી) ગેજ કન્વર્ઝન પ્રોજેક્ટ પૂર્ણ થવા પર ખુશી વ્યક્ત કરી છે.
શ્રી મોદીએ કહ્યું કે તે વાણિજ્ય અને કનેક્ટિવિટી માટે ઉત્તમ રહેશે.
ઉપરોક્ત પ્રોજેક્ટ ટ્રેન કામગીરીને સુવ્યવસ્થિત કરશે, અમદાવાદ અને મહેસાણા વચ્ચે મુસાફરીનો સમય ઘટાડશે અને મુખ્ય અમદાવાદ-દિલ્હી રૂટ પર નૂર વહન ક્ષમતામાં વધારો કરશે.
રેલવે મંત્રાલયના ટ્વીટનો જવાબ આપતાં પ્રધાનમંત્રીએ ટ્વિટ કર્યું; "વાણિજ્ય અને કનેક્ટિવિટી માટે સરસ."
Great for commerce and connectivity. https://t.co/qxV2jwKz9r
— Narendra Modi (@narendramodi) March 6, 2023