પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ 75%થી વધુ પુખ્ત વયના લોકોનું સંપૂર્ણ રસીકરણ થવા પર ખુશી વ્યક્ત કરી છે.
કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી ડૉ. મનસુખ માંડવિયાના ટ્વીટના જવાબમાં, પ્રધાનમંત્રીએ કહ્યું;
"તમામ પુખ્ત વયના લોકોમાંથી 75%થી વધુનું સંપૂર્ણપણે રસીકરણ થયું છે.
આ મહત્વપૂર્ણ સિદ્ધિ માટે અમારા સાથી નાગરિકોને અભિનંદન.
અમારા રસીકરણ અભિયાનને સફળ બનાવનારા તમામ લોકો પર ગર્વ છે."
75% of all adults are fully vaccinated.
— Narendra Modi (@narendramodi) January 30, 2022
Congratulations to our fellow citizens for this momentous feat.
Proud of all those who are making our vaccination drive a success. https://t.co/OeCJddtAL8