પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ગામડાઓના ઘરોમાં નળના પાણીના કનેક્શનના 60% કવરેજ માટે ખુશી વ્યક્ત કરી છે અને કહ્યું કે આ એક અદ્ભુત સિદ્ધિ છે અને અનેક જીવનને સશક્ત બનાવશે. શ્રી મોદીએ એમ પણ કહ્યું કે અમે આવનારા સમયમાં આ કવરેજને વધુ ઝડપે વધારવા માટે શક્ય તમામ પ્રયાસો કરી રહ્યા છીએ.
કેન્દ્રીય જળ શક્તિ મંત્રી શ્રી ગજેન્દ્ર સિંહ શેખાવતના ટ્વીટના જવાબમાં, પ્રધાનમંત્રીએ ટ્વિટ કર્યું; "આ એક ઉત્કૃષ્ટ સિદ્ધિ છે અને અનેક જીવનને સશક્ત બનાવશે. અમે આવનારા સમયમાં આ કવરેજને વધુ ગતિએ વધારવા માટે શક્ય તેટલું બધું કરી રહ્યા છીએ."
This is an outstanding achievement and will empower several lives. We are doing everything possible to increase this coverage at an even greater pace in the times to come. https://t.co/prHjrIhz02
— Narendra Modi (@narendramodi) April 4, 2023