Quote“છેલ્લા સાત વર્ષમાં સરકાર દિલ્હીના બંધ રૂમમાંથી કેવી રીતે બહાર આવીને દેશના ખૂણે ખૂણે પહોંચી છે તેનું મહોબા સાક્ષી રહ્યું છે”
Quote“ખેડૂતોને હંમેશાં સમસ્યાના ઘેરામાં રાખવા તે કેટલાક રાજકીય પક્ષોનો આધાર રહ્યો છે. તેઓ સમસ્યાનું રાજકારણ ખેલતા હતા અને અમે સમસ્યાના ઉકેલની રાષ્ટ્રીય નીતિને અગ્રતા આપી છે”
Quote“બુંદેલખંડની પ્રજા પહેલી વાર જોઈ રહી છે કે સરકાર તેમના વિકાસ માટે કાર્ય કરી રહી છે. અગાઉની સરકારો ઉત્તર પ્રદેશને લૂંટતા થાકતી ન હતી જ્યારે અમે કામ કરતા થાકતા નથી”
Quote“અગાઉની સરકારોએ ખેડૂતોને માત્ર વંચિત રાખ્યા. તેઓ ખેડૂતોના નામે જાહેરાતો કરતા હતા, પરંતુ એક પાઇ પણ ખેડૂત સુધી પહોંચી ન હતી”
Quote“યોગીની ડબલ એન્જિન સરકાર બુંદેલખંડની પ્રગતિ વિકાસ માટે અથાગ મહેનત કરી રહી છે”

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે મહોબા, ઉત્તર પ્રદેશમાં વિવિધ વિકાસકીય પ્રોજેક્ટનું રાષ્ટ્રને લોકાર્પણ કર્યું હતું. આ પ્રોજેક્ટ આ પ્રાંતમાં જળની સમસ્યાના મુદ્દાને હળવો કરવામાં મદદ કરશે અને ખેડૂતોમાં જરૂરી અત્યંત એવી રાહત પહોંચાડશે. આ પ્રોજેક્ટમાં અર્જુન સહાયક પ્રોજેક્ટ, રતૌલી વિયર પ્રોજેક્ટ, ભાઓની ડેમ પ્રોજેક્ટ અને મઝગાંવ-ચિલી સ્પ્રિંકલર પ્રોજેક્ટનો સમાવેશ થાય છે. આ તમામ પ્રોજેક્ટનો કુલ ખર્ચ રૂ. 3250 કરોડ ઉપર થવા જાય છે અને તેમની કામગીરી મહોબા, હમીરપુર, બાંદા અને લલિતપુર જિલ્લાઓમાં લગભગ 65000 હેક્ટર જમીનની સિંચાઈમાં મદદ કરશે, જેનાથી પ્રદેશના લાખો ખેડૂતોને ફાયદો થશે. આ પ્રોજેક્ટ્સ પ્રદેશને પીવાનું પાણી પણ પૂરું પાડશે. આ પ્રસંગે ઉત્તર પ્રદેશના રાજ્યપાલ શ્રીમતિ આનંદીબહેન પટેલ, ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી શ્રી યોગી આદિત્યનાથ, કેન્દ્રીય મંત્રી શ્રી ગજેન્દ્રસિંઘ શેખાવત અને રાજ્યના મંત્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.’

|

ઉપસ્થિત ગણને સંબોધતાં પ્રધાનમંત્રીએ જેમણે ગુલામીના એ યુગમાં ભારતમાં નવી ચેતના જગાડી હતી તેવા ગુરુ નાનક દેવજીના પ્રકાશ પર્વ નિમિત્તે શુભેચ્છા પાઠવી હતી. આ પ્રસંગે તેમણે ભારતની બહાદુર દીકરી અને બુંદેલખંડનું ગૌરવ એવા રાણી લક્ષ્મીબાઈને જયંતીના આ પ્રસંગની પણ નોંધ લીધી હતી.

પ્રધાનમંત્રીએ નોંધ્યું હતું કે કેવી રીતે છેલ્લા સાત વર્ષમાં સરકાર દિલ્હીના બંધ રૂમમાંથી  બહાર આવીને દેશના ખૂણે ખૂણે પહોંચી છે તેનું મહોબા સાક્ષી રહ્યું છે. “આ ભૂમિ એવી યોજનાઓ, એવી ઘોષણાઓની સાક્ષી રહી છે જેણે દેશની ગરીબ માતા-દીકરી-બહેનોના જીવનમાં પરિવર્તન લાવનારા મોટા અને અર્થપૂર્ણ નિર્ણયો લીધા છે.” તેમ પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું. પ્રધાનમંત્રીએ મુસ્લિમ મહિલાઓને ટ્રિપલ તલાકમાંથી મુક્ત કરવાની પોતાના વચનની યાદ અપાવી હતી જે ઘોષણા તેમણે મહોબાની ભૂમિ પરથી કરી હતી. આજે આ વચન પૂર્ણ થયું છે. ઉજ્જ્વલા 2.0નો પણ અહીંથી જ પ્રારંભ થયો હતો.

|

પ્રધાનમંત્રીએ વિચાર્યું કે કેવી રીતે આ વિસ્તાર સમયની સાથે સાથે પાણીના પડકારો અને સ્થળાંતરનું કેન્દ્ર બની ગયો. તેમણે એ ઐતિહાસિક સમયને યાદ કર્યો જ્યારે આ પ્રદેશ તેના જળ વ્યવસ્થાપન માટે જાણીતો હતો. ધીમે ધીમે, અગાઉની સરકારો હેઠળ, આ પ્રદેશને વ્યાપક ઉપેક્ષા અને ભ્રષ્ટ શાસનનો સામનો કરવો પડ્યો હતો. “એવો પણ સમય આવ્યો હતો જ્યારે લોકો પોતાની દીકરીઓને આ પ્રદેશમાં પરણાવતા ખચકાટ અનુભવતા હતા અને અહીંની દીકરીઓએ જ્યાં પાણીનો પુરવઠો હોય તેવા પ્રદેશમાં લગ્ન કરવાની મનોકામના સેવવાનો પ્રારંભ કરી દીધો હતો. મહોબા અને બુંદેલખંડના લોકો આ સવાલનો જવાબ સારી રીતે જાણે છે.” તેમ પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું.

|

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે અગાઉની સરકારોએ તેમના પરિવાર માટે બુંદેલખંડને લૂંટવામાં કંઈ બાકી રાખ્યું ન હતું. “તેમણે ક્યારેય તમારા પરિવારોની જળની સમસ્યા અંગે ચિંતા વ્યક્ત કરી ન હતી.” તે બાબત પર પ્રધાનમંત્રીએ ભાર મૂક્યો હતો. પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે દાયકાઓ સુધી બુંદેલખંડે જોયું છે કે સરકારો તેમને લાંબા સમય સુધી લૂંટતી રહી હતી. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે બુંદેલખંડની પ્રજાએ પહેલી વાર જોયું છે કે સરકાર તેમના વિકાસ માટે કાર્ય કરી રહી છે. “અગાઉની સરકારો ઉત્તર પ્રદેશને લૂંટતા થાકતી ન હતી જ્યારે અમે કામ કરતા થાકતા નથી.” તેમણે ઉમેર્યું હતું કે જ્યારે રાજ્યના માફીયાઓ બુલડોઝર જૂએ છે તો ઘણા લોકો રડે છે જોકે આ રૂદનથી રાજ્યમાં વિકાસના કાર્યો અટકવાના નથી. તેમ તેમણે જણાવ્યું હતું.

|

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે ખેડૂતોને હંમેશાં સમસ્યાના ઘેરામાં રાખવા તે કેટલાક રાજકીય પક્ષોનો આધાર રહ્યો છે. તેઓ સમસ્યાનું આ રાજકારણ ખેલતા હતા અને અમે સમસ્યાના ઉકેલની રાષ્ટ્રીય નીતિને અગ્રતા આપી છે. કેન-બેટવા લિંકનો ઉકેલ તમામ હિસ્સેદારો સાથે મસલત કર્યા બાદ અમારી પોતાની સરકારે શોધી કાઢ્યો છે.

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે ભૂતકાળની સરકારોએ ખેડૂતોને માત્ર વંચિત જ રાખ્યા છે. “તેઓ ખેડૂતોના નામે જાહેરાતો કરતા હતા, પરંતુ એક પાઇ પણ ખેડૂત સુધી પહોંચી ન હતી. જ્યારે અમે પીએમ કિસાન સન્માન નિધિ મારફતે અમે અત્યાર સુધીમાં 1,62,000 કરોડ રૂપિયા સીધા જ ખેડૂતોના બેંક ખાતામાં પહોંચાડ્યા છે.”, તેમ પ્રધાનમંત્રીએ ટકોર કરી હતી.

|

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે અમારી સરકાર આ પ્રદેશને રોજગારીમાં આત્મનિર્ભર કરવા વચનબદ્ધ છે અને બુંદેલખંડમાંથી તેમને બહાર જતાં રોકવા માટે કટિબદ્ધ છે. બુંદેલખંડ એક્સપ્રેસવે અને યુપી ડિફેન્સ કોરિડોર આ બાબતના મોટા પુરાવા છે.

પ્રધાનમંત્રીએ આ પ્રદેશના અમૂલ્ય સંસ્કૃતિ અંગે પણ ટકોર કરી હતી અને ‘કર્મ યોગી’ના વડપણ હેઠળની  ‘ડબલ એન્જિન સરકાર’ની આ પ્રાંતના વિકાસની વચનબદ્ધતા વ્યક્ત કરી હતી.

સંપૂર્ણ ટેક્સ્ટ સ્પીચ વાંચવા માટે અહીં ક્લિક કરો

  • krishangopal sharma Bjp January 15, 2025

    नमो नमो 🙏 जय भाजपा 🙏🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷
  • krishangopal sharma Bjp January 15, 2025

    नमो नमो 🙏 जय भाजपा 🙏🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹
  • krishangopal sharma Bjp January 15, 2025

    नमो नमो 🙏 जय भाजपा 🙏🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷
  • शिवकुमार गुप्ता January 25, 2022

    जय भारत
  • शिवकुमार गुप्ता January 25, 2022

    जय हिंद
  • शिवकुमार गुप्ता January 25, 2022

    जय श्री सीताराम
  • शिवकुमार गुप्ता January 25, 2022

    जय श्री राम
  • G.shankar Srivastav January 03, 2022

    जय हो
Explore More
78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ
India’s Average Electricity Supply Rises: 22.6 Hours In Rural Areas, 23.4 Hours in Urban Areas

Media Coverage

India’s Average Electricity Supply Rises: 22.6 Hours In Rural Areas, 23.4 Hours in Urban Areas
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
PM pays tributes to revered Shri Kushabhau Thackeray in Bhopal
February 23, 2025

Prime Minister Shri Narendra Modi paid tributes to the statue of revered Shri Kushabhau Thackeray in Bhopal today.

In a post on X, he wrote:

“भोपाल में श्रद्धेय कुशाभाऊ ठाकरे जी की प्रतिमा पर श्रद्धा-सुमन अर्पित किए। उनका जीवन देशभर के भाजपा कार्यकर्ताओं को प्रेरित करता रहा है। सार्वजनिक जीवन में भी उनका योगदान सदैव स्मरणीय रहेगा।”