પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે હાંગઝોઉ એશિયન પેરા ગેમ્સમાં પુરુષોની જેવલાઇન થ્રો-F55માં બ્રોન્ઝ મેડલ જીતવા બદલ ટેક ચંદ મહલાવતને અભિનંદન પાઠવ્યા હતા.
તેમણે મહલાવતના પ્રદર્શનની પ્રશંસા કરતા કહ્યું કે તેણે તેમના નિશ્ચય અને શ્રેષ્ઠતાનું પ્રદર્શન કર્યું છે અને દેશને ગર્વથી ભરી દીધું છે.
પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું:
"મેન્સ જેવલિન થ્રો-F55 માં ટેક ચંદ મહલાવતને તેમના ઉત્કૃષ્ટ કાંસ્ય ચંદ્રક જીતવા બદલ ખૂબ ખૂબ અભિનંદન.
પ્રદર્શન નિશ્ચય અને શ્રેષ્ઠતા દર્શાવે છે અને તે આપણા રાષ્ટ્ર માટે ખૂબ જ ગૌરવ લાવે છે."
Huge congratulations to @MahlawatTek for his outstanding Bronze medal win in Men's Javelin Throw-F55.
— Narendra Modi (@narendramodi) October 28, 2023
The performance showcases determination and excellence, and it brings immense pride to our nation. pic.twitter.com/xttQAUxNzk