પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ બર્મિંગહામ CWG 2022માં પેરા ટેબલ ટેનિસમાં બ્રોન્ઝ મેડલ જીતવા બદલ સોનલ પટેલને અભિનંદન પાઠવ્યા છે.
એક ટ્વીટમાં પ્રધાનમંત્રીએ કહ્યું;
"જ્યારે પ્રતિભા, સ્વભાવ અને મક્કમતાનો સમન્વય થાય છે, ત્યારે કશું જ અશક્ય નથી. સોનલ પટેલે પેરા ટેબલ ટેનિસમાં બ્રોન્ઝ મેડલ જીતીને આ વાત અક્ષરશઃ પુરવાર કરી દીધી છે. તેણીને અભિનંદન. હું પ્રાર્થના કરું છું કે તે આવનારા સમયમાં પણ પોતાની જાતને અલગ પાડતી રહે. # Cheer4India"
When talent, temperament and tenacity combine, nothing is impossible. Sonal Patel has shown this in letter and spirit by winning a Bronze medal in Para Table Tennis. Congratulations to her. I pray that she continues to distinguish herself in the coming times. #Cheer4India pic.twitter.com/OuvspIw4LF
— Narendra Modi (@narendramodi) August 7, 2022