પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ 2022-23માં હોટ મેટલ અને ક્રૂડ સ્ટીલનું સર્વકાલીન શ્રેષ્ઠ ઉત્પાદન હાંસલ કરવા બદલ સ્ટીલ ઓથોરિટી ઓફ ઈન્ડિયા લિમિટેડ (સેલ)ની પ્રશંસા કરી છે.
આ વર્ષે 194.09 લાખ ટન હોટ મેટલ અને 182.89 લાખ ટન ક્રૂડ સ્ટીલના ઉત્પાદન સાથે, SAIL એ અગાઉના શ્રેષ્ઠને અનુક્રમે 3.5% અને 5.3% વટાવી દીધું છે.
પ્રધાનમંત્રીએ કહ્યું કે આ સૂચવે છે કે ભારત દરેક ક્ષેત્રમાં આત્મનિર્ભરતા તરફ મજબૂત પગલાં લઈ રહ્યું છે.
તેમણે ટવીટ કર્યું:
"આ અદ્ભુત સિદ્ધિ માટે ખૂબ અભિનંદન! SAILનું આ ઉત્પાદન દર્શાવે છે કે માત્ર સ્ટીલ જ નહીં, પરંતુ દેશ દરેક ક્ષેત્રમાં દેશ આત્મનિર્ભરતા તરફ ઝડપથી આગળ વધી રહ્યો છે."
इस शानदार उपलब्धि के लिए बहुत बधाई! SAIL का यह उत्पादन बताता है कि स्टील ही नहीं, बल्कि हर क्षेत्र में देश आत्मनिर्भरता की ओर तेजी से कदम बढ़ा रहा हैं। https://t.co/sViusASjss
— Narendra Modi (@narendramodi) April 2, 2023