પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે રશિયન સંઘનાં રાષ્ટ્રપતિ મહામહિમ શ્રી વ્લાદિમીર પુતિન સાથે ટેલિફોન પર વાત કરી હતી.
પ્રધાનમંત્રીએ તેમને રશિયન ફેડરેશનના પ્રમુખ તરીકે પુનઃ ચૂંટાવા બદલ અભિનંદન પાઠવ્યા હતા અને રશિયાના મૈત્રીપૂર્ણ લોકોની શાંતિ, પ્રગતિ અને સમૃદ્ધિ માટે શુભેચ્છાપાઠવી હતી.
બંને નેતાઓ આગામી વર્ષોમાં બંને દેશો વચ્ચે વિશેષ અને વિશેષાધિકૃત વ્યૂહાત્મક ભાગીદારીને વધારે મજબૂત કરવાની દિશામાં સંયુક્ત પ્રયાસો કરવા સંમત થયા હતા.
તેમણે દ્વિપક્ષીય સહકારનાં વિવિધ મુદ્દાઓમાં થયેલી પ્રગતિની સમીક્ષા પણ કરી હતી તથા પારસ્પરિક હિતનાં પ્રાદેશિક અને આંતરરાષ્ટ્રીય મુદ્દાઓ પર અભિપ્રાયોનું આદાનપ્રદાન કર્યું હતું.
રશિયા-યુક્રેન સંઘર્ષની ચર્ચા કરતી વખતે પ્રધાનમંત્રીએ ભારતની સાતત્યપૂર્ણ સ્થિતિનો પુનરોચ્ચાર કર્યો હતો, જેમાં સંવાદ અને કૂટનીતિને આગળ વધવાનો માર્ગ ગણાવ્યો હતો.
બંને નેતાઓ સંપર્કમાં રહેવા સંમત થયા હતા.
Spoke with President Putin and congratulated him on his re-election as the President of the Russian Federation. We agreed to work together to further deepen and expand India-Russia Special & Privileged Strategic Partnership in the years ahead. @KremlinRussia
— Narendra Modi (@narendramodi) March 20, 2024