પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે અનુરા કુમારા દિસાનાયકેને શ્રીલંકાના રાષ્ટ્રપતિની ચૂંટણીમાં તેમની જીત બદલ અભિનંદન પાઠવ્યા હતા. શ્રી મોદીએ બહુપક્ષીય સહયોગને વધુ મજબૂત કરવા શ્રીલંકા સાથે નજીકથી કામ કરવાની આશા વ્યક્ત કરી હતી.
X પર એક પોસ્ટમાં શ્રી મોદીએ લખ્યું:
“અભિનંદન @અનુરાદિસનાયકે, શ્રીલંકાના રાષ્ટ્રપતિની ચૂંટણીમાં તમારી જીત માટે. ભારતની નેબરહુડ ફર્સ્ટ પોલિસી અને વિઝન સાગરમાં શ્રીલંકા વિશેષ સ્થાન ધરાવે છે. હું આપણા લોકો અને સમગ્ર પ્રદેશના લાભ માટે આપણા બહુપક્ષીય સહયોગને વધુ મજબૂત કરવા તમારી સાથે નજીકથી કામ કરવા આતુર છું.”
Congratulations @anuradisanayake, on your victory in the Sri Lankan Presidential elections. Sri Lanka holds a special place in India's Neighbourhood First Policy and Vision SAGAR. I look forward to working closely with you to further strengthen our multifaceted cooperation for…
— Narendra Modi (@narendramodi) September 22, 2024