પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ પીવી સિંધુને તેનું પ્રથમ સિંગાપોર ઓપન ટાઈટલ જીતવા બદલ અભિનંદન પાઠવ્યા છે. શ્રી મોદીએ એમ પણ કહ્યું છે કે આ દેશ માટે ગર્વની ક્ષણ છે અને આવનારા ખેલાડીઓને પ્રેરણા પણ આપશે.
કેન્દ્રીય રમતગમત મંત્રી, શ્રી અનુરાગ સિંહ ઠાકુરના ટ્વીટના જવાબમાં, પ્રધાનમંત્રીએ કહ્યું;
"હું @Pvsindhu1ને તેણીનું પ્રથમ સિંગાપોર ઓપન ટાઈટલ જીતવા બદલ અભિનંદન આપું છું. તેણીએ ફરીથી તેની અસાધારણ રમત પ્રતિભા દર્શાવી છે અને સફળતા હાંસલ કરી છે. આ દેશ માટે ગર્વની ક્ષણ છે અને આવનારા ખેલાડીઓને પ્રેરણા પણ આપશે."
I congratulate @Pvsindhu1 on winning her first ever Singapore Open title. She has yet again demonstrated her exceptional sporting talent and achieved success. It is a proud moment for the country and will also give inspiration to upcoming players. https://t.co/VS8sSU7xdn
— Narendra Modi (@narendramodi) July 17, 2022