પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ભારતીય અવકાશ એજન્સીઓ/સંસ્થાઓ જેમ કે, NSIL, IN-SPACE અને ISROને સૌથી ભારે પ્રક્ષેપણ વાહન LVM3ના સફળ પ્રક્ષેપણ બદલ અભિનંદન પાઠવ્યા છે.
પ્રધાનમંત્રીએ ટ્વીટ કર્યું;
"ગ્લોબલ કનેક્ટિવિટી માટેના 36 વનવેબ ઉપગ્રહો સાથેના આપણા સૌથી ભારે પ્રક્ષેપણ વાહન LVM3ના સફળ પ્રક્ષેપણ પર @NSIL_India @INSPACeIND @ISROને અભિનંદન. LVM3 એ આત્મનિર્ભરતાનું ઉદાહરણ રજૂ છે અને વૈશ્વિક વ્યાપારી લોન્ચ સર્વિસ માર્કેટમાં ભારતના સ્પર્ધાત્મક તેજને વધારે છે."
Congratulations @NSIL_India @INSPACeIND @ISRO on the successful launch of our heaviest launch vehicle LVM3 with 36 OneWeb satellites meant for global connectivity. LVM3 exemplifies Atmanirbharta & enhances India’s competitive edge in the global commercial launch service market.
— Narendra Modi (@narendramodi) October 23, 2022