પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે હાંગઝોઉ એશિયન પેરા ગેમ્સમાં પુરુષોની ડબલ્સ બેડમિન્ટન SL3-SL4 ઇવેન્ટમાં સુવર્ણ ચંદ્રક જીતવા બદલ નિતેશ કુમાર અને તરુણ ધિલ્લોનને અભિનંદન પાઠવ્યા હતા.
તેમણે તેમના ટીમવર્કની પણ પ્રશંસા કરી અને કહ્યું કે તેમણે આવનારા એથ્લેટ્સ માટે એક ચમકતું ઉદાહરણ સ્થાપિત કર્યું છે.
પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું:
"નિતેશ કુમાર અને તરુણ ધિલ્લોનને બેડમિન્ટન - મેન્સ ડબલ્સ SL3-SL4 માં ભવ્ય ગોલ્ડ જીતવા બદલ અભિનંદન. તેમની ટીમ વર્ક અને પ્રતિભાએ આવનારા એથ્લેટ્સ માટે એક ચમકતું ઉદાહરણ સ્થાપિત કર્યું છે. ભારતને તેમના પર ગર્વ છે."
Congratulations to @niteshnk11 and @dhillontarun191 for their magnificent Gold win in Badminton - Men's Doubles SL3-SL4. Their teamwork and talent have set a shining example for upcoming athletes. India is proud of them. pic.twitter.com/zRZeR6gMyl
— Narendra Modi (@narendramodi) October 27, 2023