પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ નીરજ ચોપરાને ટોક્યો ઓલિમ્પિક 2020માં જેવલિન થ્રોમાં સુવર્ણ ચંદ્રક જીતવા બદલ અભિનંદન પાઠવ્યા હતા.

એક ટ્વિટમાં પ્રધાનમંત્રીએ કહ્યું;

"ટોક્યોમાં ઇતિહાસ રચવામાં આવ્યો છે! આજે @Neeraj_chopra1 એ જે હાંસલ કર્યું છે તે કાયમ યાદ રહેશે. યુવાન નીરજે અપવાદરૂપે સારું પ્રદર્શન કર્યું છે. તેઓ નોંધપાત્ર ઉત્સાહ સાથે રમ્યા અને અપ્રતિમ ધૈર્ય બતાવ્યું. સુવર્ણ ચંદ્રક જીતવા બદલ તેમને અભિનંદન. #Tokyo2020"