પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ પોલેન્ડમાં આયોજિત આઈએસએસએફ પ્રેસિડન્ટ્સ કપમાં ચંદ્રકો જીતવા બદલ મનુ ભાકર, રાહી સર્નોબાટ, સૌરભ ચૌધરી અને અભિષેક વર્માને અભિનંદન પાઠવ્યા છે.
પ્રધાનમંત્રીએ એક ટ્વીટમાં કહ્યું;
“પોલેન્ડમાં @ISSF_Shooting President’s Cupમાં ચંદ્રકો જીતવા બદલ @realmanubhaker, @SarnobatRahi, @SChaudhary2002 અને @abhishek_70007ને અભિનંદન. ભારતના લોકો તેમના ઉત્કૃષ્ટ પ્રદર્શન માટે ગૌરવ અનુભવે છે. આ એથ્લેટ્સને તેમની ભાવિ સફળતાઓ માટે શુભકામનાઓ.”
Congratulations to @realmanubhaker, @SarnobatRahi, @SChaudhary2002 and @abhishek_70007 for wining medals at the @ISSF_Shooting President’s Cup in Poland. The people of India are proud of their stupendous performance. Best wishes to these athletes for their future endeavours. pic.twitter.com/7hyHnDs0yM
— Narendra Modi (@narendramodi) November 10, 2021