પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ અવકાશમાં વધુ એક ટેકનોલોજીકલ સીમાચિહ્ન હાંસલ કરવા બદલ ઈસરોને અભિનંદન પાઠવ્યા છે.
ચંદ્રયાન-3ના પ્રોપલ્શન મોડ્યુલે સફળ ચક્કર લગાવ્યું છે. અન્ય એક અનોખા પ્રયોગમાં, પ્રોપલ્શન મોડ્યુલને ચંદ્રની ભ્રમણકક્ષામાંથી પૃથ્વીની ભ્રમણકક્ષામાં લાવવામાં આવ્યો છે.
આ સિદ્ધિ વિશે ISROની X પોસ્ટનો જવાબ આપતાં પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું;
“અભિનંદન @isro. 2040 સુધીમાં એક ભારતીયને ચંદ્ર પર મોકલવાના ધ્યેય સહિત આપણા ભાવિ અવકાશ પ્રયાસોમાં એક અન્ય ટેક્નોલોજી સીમાચિહ્નરૂપ હાંસલ કરવામાં આવ્યું છે.
Congratulations @isro. Another technology milestone achieved in our future space endeavours including our goal to send an Indian to Moon by 2040. https://t.co/emUnLsg2EA
— Narendra Modi (@narendramodi) December 6, 2023