પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ સ્વદેશી વિમાનવાહક જહાજ ‘વિક્રાંત’ના પ્રથમ સમુદ્રી પરીક્ષણ માટે ભારતીય નેવી અને કોચિન શિપયાર્ડને અભિનંદન આપ્યા હતા. પ્રધાનમંત્રીએ એમ પણ કહ્યું કે આ મેઈક ઈન ઈન્ડિયનું સુંદર ઉદાહરણ છે.
પ્રધાનમંત્રીએ એક ટ્વીટમાં કહ્યું, “સ્વદેશી વિમાનવાહક જહાજ ‘વિક્રાંત’ની ડિઝાઈન ભારતીય નેવીની ડિઝાઈન ટીમ દ્વારા તૈયાર થઈ અને તેનું નિર્માણ @cslcochin દ્વારા થયું, હવે તે પ્રથમવાર સમુદ્રી પરીક્ષણ માટે રવાના થયું. @makeinindiaનું આ એક સુંદર ઉદાહરણ છે. @indiannavy અને @cslcochinને આ ઐતિહાસિક સિમાચિહ્ન પ્રસંગે અભિનંદન.”
The Indigenous Aircraft Carrier 'Vikrant', designed by Indian Navy's Design Team and built by @cslcochin, undertook its maiden sea sortie today. A wonderful example of @makeinindia. Congratulations to @indiannavy and @cslcochin on this historic milestone. pic.twitter.com/AjnafkxOaT
— Narendra Modi (@narendramodi) August 4, 2021