પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ PSLV C53 મિશન દ્વારા અંતરિક્ષમાં ભારતીય સ્ટાર્ટ-અપ્સના બે પેલોડ સફળતાપૂર્વક લોન્ચ કરવા બદલ IN-SPACE અને ISROને અભિનંદન પાઠવ્યા છે.
એક ટ્વીટમાં, પ્રધાનમંત્રીએ કહ્યું; "પીએસએલવી C53 મિશનએ અંતરિક્ષમાં ભારતીય સ્ટાર્ટ-અપ્સના બે પેલોડ લોન્ચ કરીને એક નવું સીમાચિહ્ન હાંસલ કર્યું છે. આ સાહસને સક્ષમ કરવા બદલ @INSPACeIND અને @isroને અભિનંદન. વિશ્વાસ છે કે નજીકના ભવિષ્યમાં ઘણી વધુ ભારતીય કંપનીઓ અવકાશમાં પહોંચશે."
The PSLV C53 mission has achieved a new milestone by launching two payloads of Indian Start-ups in Space. Congratulations @INSPACeIND and @isro for enabling this venture. Confident that many more indian companies will reach Space in near future.
— Narendra Modi (@narendramodi) July 1, 2022