પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ GeM ઇન્ડિયાના ટોચના પ્રદર્શનકારોને તેમના નોંધપાત્ર યોગદાન માટે અભિનંદન પાઠવ્યા હતા.
એક ટ્વીટ થ્રેડમાં, કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી, શ્રી પીયૂષ ગોયલે માહિતી આપી હતી કે GeM ઇન્ડિયાના ટોચના પ્રદર્શનકારોને ક્રેતા-વિક્રતા ગૌરવ સન્માન સમારોહ 2023માં ઓળખવામાં આવ્યા છે અને પુરસ્કૃત કરવામાં આવ્યા છે. MOHFW ક્રેતા વિક્રતા ગૌરવ સન્માન સમારોહ 2023ના વિજેતા છે.વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયના સરકારી ઈ-માર્કેટપ્લેસ દ્વારા આ કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો.
શ્રી પીયૂષ ગોયલના ટ્વીટ થ્રેડનો જવાબ આપતાં પ્રધાનમંત્રીએ ટ્વીટ કર્યું;
“@GeM_Indiaના ટોચના પ્રદર્શનકારોને તેમના નોંધપાત્ર યોગદાન માટે અભિનંદન. આવા પ્રયાસો ભારતની સમૃદ્ધિ અને આત્મનિર્ભરતા તરફની યાત્રાને મજબૂત બનાવે છે.
Congratulations to @GeM_India's top performers for their remarkable contributions. Such efforts strengthen India's journey towards prosperity and self-reliance. https://t.co/jn4QlJOzzW
— Narendra Modi (@narendramodi) June 28, 2023