પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે પેરિસમાં એફિલ ટાવર ખાતે યુનિફાઈડ પેમેન્ટ્સ ઈન્ટરફેસ (UPI)ના ઔપચારિક લોન્ચ માટે ફ્રાંસને અભિનંદન પાઠવ્યા હતા.
તેમણે આ પગલાને ડિજિટલ પેમેન્ટને પ્રોત્સાહિત કરવા અને સંબંધોને મજબૂત બનાવવાનું અદ્ભુત ઉદાહરણ ગણાવ્યું હતું.
પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું:
"આ જોઈને આનંદ થયો- તે UPIને વૈશ્વિક સ્તરે લઈ જવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું દર્શાવે છે. ડિજિટલ પેમેન્ટને પ્રોત્સાહિત કરવા અને મજબૂત સંબંધોને પ્રોત્સાહન આપવાનું આ એક અદ્ભુત ઉદાહરણ છે."
Great to see this- it marks a significant step towards taking UPI global. This is a wonderful example of encouraging digital payments and fostering stronger ties. https://t.co/jf1sTf41c5
— Narendra Modi (@narendramodi) February 2, 2024