પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ સેઇલિંગમાં ઇબાદ અલીના શાનદાર પ્રદર્શનને બિરદાવ્યું છે અને હાંગઝોઉમાં એશિયન ગેમ્સ 2022માં RS:X મેન્સ ઇવેન્ટમાં બ્રોન્ઝ મેડલ જીતવા બદલ તેમને અભિનંદન આપ્યા છે.
પ્રધાનમંત્રી શ્રીએ X પર પોસ્ટ કર્યું:
“સેલિંગમાં ઇબાદ અલીનું શાનદાર પ્રદર્શન. એશિયન ગેમ્સમાં RS:X મેન્સ ઈવેન્ટમાં બ્રોન્ઝ મેડલ જીતીને તેમણે આપણને ગૌરવનો અનુભવ કરાવ્યો છે.
તેમની સિદ્ધિઓ દર્શાવે છે કે આપણી યુવા પ્રતિભાઓ માટે કશું જ અશક્ય નથી. તેમને મારી શુભેચ્છાઓ. ”
A splendid performance by Eabad Ali in Sailing. He makes us proud by winning a Bronze medal in RS:X Men’s event at the Asian Games.
— Narendra Modi (@narendramodi) September 26, 2023
His accomplishments show that nothing is impossible for our young talents. My best wishes to him. pic.twitter.com/tmVfYoLYkz