દેશના 77મા સ્વાતંત્ર્ય દિવસ નિમિત્તે લાલ કિલ્લા પરથી 140 કરોડ દેશવાસીઓને સંબોધન કરતાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ત્રણ દાયકાની અનિશ્ચિતતા, અસ્થિરતા અને રાજકીય મજબૂરી બાદ એક સ્થિર અને મજબૂત સરકાર રચવા બદલ પ્રધાનમંત્રીએ દેશવાસીઓને અભિનંદન પાઠવ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે દેશ પાસે આજે એવી સરકાર છે જે સમયની દરેક પળ અને જનતાના રૂપિયાની એક એક પાઈ દેશના સંતુલિત વિકાસ માટે સર્વ જન હિતાય, સર્વ જન સુખાય માટે ફાળવી રહી છે.
પ્રધાનમંત્રીએ એ બાબતે ગર્વ અનુભવ્યો જ્યારે તેમણે કહ્યું કે સરકાર માત્ર એક માપદંડ સાથે જોડાયેલી છે, અને તે છે ‘નેશન ફર્સ્ટ. સરકાર દ્વારા લેવામાં આવેલા દરેક નિર્ણય આ દિશામાં છે. તેમ તેમણે ઉમેર્યું હતું. શ્રી મોદીએ બ્યુરોક્રેસીને પોતાના હાથ-પગ ગણાવ્યા, જેઓ ભારતના ખૂણે-ખૂણે કામ કરી રહી છે અને 'પરિવર્તન માટે પર્ફોર્મન્સ' કરી રહી છે. “અને તેથી જ 'સુધારો, પ્રદર્શન, પરિવર્તન'નો આ સમયગાળો હવે ભારતના ભવિષ્યને આકાર આપી રહ્યો છે. અને અમે દેશની અંદર તે દળોને પ્રોત્સાહન આપી રહ્યા છીએ, જે આવનારા હજાર વર્ષનો પાયો મજબૂત કરવા જઈ રહ્યા છે,” તેમ તેમણે ઉમેર્યું હતું.
સંતુલિત વિકાસ માટે નવા મંત્રાલયની રચના
પ્રધાનમંત્રીએ વિવિધ ક્ષેત્રોમાં નવા મંત્રાલયની રચના કરીને સંતુલિત વિકાસ તરફની સરકારની પહેલ અંગે પણ વિસ્તારપૂર્વક ચર્ચા કરી હતી. શ્રી મોદીએ જણાવ્યું હતું કે વિશ્વને યુવા શક્તિની જરૂર છે અને યુવાનોને કૌશલ્યની જરૂર છે. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે કૌશલ્ય વિકાસ માટેનું નવું મંત્રાલય માત્ર ભારતની જરૂરિયાતો જ નહીં પરંતુ વિશ્વની જરૂરિયાતોને પણ પૂરી કરશે.
શ્રી મોદીએ કહ્યું કે જલ શક્તિ મંત્રાલય એ સુનિશ્ચિત કરવા પર ભાર મૂકે છે કે આપણા દેશના પ્રત્યેક નાગરિક સુધી પીવાનું શુદ્ધ પાણી પહોંચે. "અમે પુનરોચ્ચાર કરી રહ્યા છીએ અને પર્યાવરણની સુરક્ષા માટે સંવેદનશીલ પ્રણાલીઓના વિકાસ પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છીએ" આ સાથે તેમણે ઉમેર્યું હતું કે કોરોના રોગચાળાના અંધકારભર્યા સમયમાં ભારતે કેવી રીતે પ્રકાશ બતાવ્યો તે વિશે વાત કરતાં તેમણે કહ્યું કે સરકારે એક અલગ આયુષ મંત્રાલય બનાવ્યું અને આજે યોગ અને આયુષ વિશ્વમાં તરંગો બનાવી રહ્યા છે. ભારતે કોરોનાને હંફાવ્યા બાદ વિશ્વ સર્વગ્રાહી આરોગ્ય સંભાળની શોધમાં છે, જે સમયની જરૂરિયાત છે, એમ તેમણે ઉમેર્યું હતું.
મત્સ્યોદ્યોગ, પશુપાલન અને ડેરી માટે અલગ મંત્રાલયનો ઉલ્લેખ કરતાં તેમને પ્રધાનમંત્રીએ સરકાર અને દેશની અર્થવ્યવસ્થાના નિર્ણાયક યોગદાન અને આધારસ્તંભ ગણાવ્યા. નવું મંત્રાલય મહત્વની ભૂમિકા ભજવી રહ્યું છે જેથી સમાજ અને તે વર્ગમાંથી કોઈ પણ વ્યક્તિ સરકાર દ્વારા જાહેર કરાયેલા લાભો મેળવવામાં પાછળ ન રહી જાય તેમ તેમણે ઉમેર્યું હતું.
શ્રી મોદીએ સહકારી ઝુંબેશને સમાજના અર્થતંત્રનો મુખ્ય ભાગ ગણાવ્યો હતો. તેમણે કહ્યું કે નવનિર્મિત સહકારી મંત્રાલય સહકારી સંસ્થાઓ દ્વારા તેનું નેટવર્ક ફેલાવી રહ્યું છે જેથી ગરીબમાં ગરીબ લોકોની વાત સાંભળવામાં આવે અને તેમની જરૂરિયાતો પૂરી થાય. મંત્રાલય તેમને નાના એકમનો ભાગ બનીને રાષ્ટ્રના વિકાસમાં સંગઠિત રીતે યોગદાન આપવા માટે સુવિધા આપી રહ્યું છે. "અમે સહકાર દ્વારા સમૃદ્ધિનો માર્ગ અપનાવ્યો છે" તેમ તેમણે ઉમેર્યું હતું.
-We created the Ministry of Jal Shakti which ensured access to drinking water to every citizen
— PIB India (@PIB_India) August 15, 2023
-#Yoga got worldwide fame through @moayush
-The Ministries of Fisheries, Animal Husbandry and & Dairying made special contribution in social upliftment: PM @narendramodi@Min_FAHD… pic.twitter.com/UFn9Kdo4lu