પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ બહેરિનના પ્રધાનમંત્રી મહામહિમ પ્રિન્સ ખલીફા બિન સલમાન અલ ખલીફાના અવસાન અંગે શોક વ્યક્ત કર્યો હતો.

પ્રધાનમંત્રીએ કહ્યું કે "બહેરિનના પ્રધાનમંત્રી ખલીફા બિન સલમાન અલ ખલીફાના દુ:ખદ અવસાન અંગે શોક વ્યક્ત કરું છું. દુઃખની આ ક્ષણમાં અમારી સંવેદના અને પ્રાર્થના રાજા, રાજવી પરિવાર અને બહેરિનના લોકો સાથે છે."