પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ઉત્તર પ્રદેશના મિર્ઝાપુરમાં થયેલા માર્ગ અકસ્માતમાં લોકોના મૃત્યુ પર શોક વ્યક્ત કર્યો છે. તેમણે આશ્વાસન આપ્યું કે રાજ્ય સરકારની દેખરેખ હેઠળ, સ્થાનિક વહીવટીતંત્ર પીડિતોને દરેક શક્ય તમામ મદદ કરવામાં વ્યસ્ત છે.
X પર એક પોસ્ટમાં, તેમણે લખ્યું:
"ઉત્તર પ્રદેશના મિર્ઝાપુરમાં થયેલો માર્ગ અકસ્માત અત્યંત દુઃખદાયક છે. જીવ ગુમાવનારા લોકોના શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે મારી ઊંડી સંવેદના છે. ભગવાન તેમને આ દુઃખ સહન કરવાની શક્તિ આપે. આ સાથે હું તમામ ઘાયલો ઝડપથી સ્વસ્થ થઈ જાય તેવી કામના કરું છું. રાજ્ય સરકારની દેખરેખ હેઠળ સ્થાનિક વહીવટીતંત્ર પીડિતોને શક્ય તમામ મદદ પૂરી પાડવામાં રોકાયેલી છે”
उत्तर प्रदेश के मिर्जापुर में हुआ सड़क हादसा अत्यंत पीड़ादायक है। इसमें जान गंवाने वालों के शोकाकुल परिजनों के प्रति मेरी गहरी संवेदनाएं। ईश्वर उन्हें इस पीड़ा को सहने की शक्ति प्रदान करे। इसके साथ ही मैं सभी घायलों के शीघ्र स्वस्थ होने की कामना करता हूं। राज्य सरकार की देखरेख…
— Narendra Modi (@narendramodi) October 4, 2024
શ્રી મોદીએ ઉત્તર પ્રદેશના મિર્ઝાપુરમાં થયેલા માર્ગ અકસ્માતમાં મૃત્યુ પામેલા પ્રત્યેક વ્યક્તિના પરિવારને પ્રધાનમંત્રી રાષ્ટ્રીય રાહત કોષમાંથી 2 લાખ રૂપિયાની એક્સ-ગ્રેશિયાની પણ જાહેરાત કરી. તેમણે કહ્યું કે ઘાયલોને 50,000 રૂપિયા આપવામાં આવશે.
પ્રધાનમંત્રી કાર્યાલય (PMO)એ X પર પોસ્ટ કર્યું:
“પ્રધાનમંત્રીએ યુપીના મિર્ઝાપુરમાં માર્ગ અકસ્માતમાં માર્યા ગયેલા પ્રત્યેક મૃતકના પરિવારને PMNRF તરફથી 2 લાખ રૂપિયાની આર્થિક સહાયની જાહેરાત કરી છે. ઘાયલોને 50,000 રૂપિયા આપવામાં આવશે.”
The Prime Minister has announced an ex-gratia of Rs. 2 lakh from PMNRF for the next of kin of each deceased in the road accident in Mirzapur, UP. The injured would be given Rs. 50,000. https://t.co/scIUlNrwh1
— PMO India (@PMOIndia) October 4, 2024