પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ગુજરાતના મોરબીમાં દિવાલ ધરાશાયી થવાને કારણે થયેલી જાનહાનિ અંગે ઊંડો શોક વ્યક્ત કર્યો છે. શ્રી મોદીએ ગુજરાતના મોરબીમાં દિવાલ ધરાશાયી થયેલા પીડિતો માટે પ્રધાનમંત્રી રાષ્ટ્રીય રાહત ભંડોળ (PMNRF) માંથી એક્સ-ગ્રેશિયાની જાહેરાત કરી છે.
પ્રધાનમંત્રી કાર્યાલયે ટ્વિટ કર્યું; "મોરબીમાં દિવાલ ધરાશાયી થવાથી સર્જાયેલી દુર્ઘટના હૃદયદ્રાવક છે. દુઃખની આ ઘડીમાં, મારા વિચારો શોકગ્રસ્ત પરિવારો સાથે છે. ઘાયલો જલ્દી સ્વસ્થ થાય. સ્થાનિક સત્તાવાળાઓ અસરગ્રસ્તોને તમામ શક્ય સહાય પૂરી પાડી રહ્યા છે."
"મોરબીની દુર્ઘટનામાં જે લોકોએ જીવ ગુમાવ્યા છે તેમના નજીકના સગાઓને PMNRF તરફથી રૂ. 2 લાખ આપવામાં આવશે. ઘાયલોને રૂ. 50,000 આપવામાં આવશે: પ્રધાનમંત્રી"
Rs. 2 lakh each from PMNRF would be given to the next of kin of those who have lost their lives due to the tragedy in Morbi. The injured would be given Rs. 50,000: PM @narendramodi https://t.co/AlbwctnOUy
— PMO India (@PMOIndia) May 18, 2022